વહીવટી તંત્ર તેમજ ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા
સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજના નનાનપુરની એક સ્થાનિક મહિલા સુકાયેલા લાકડા લેવા જતા ગંભીર રીતે પગે દાજી ગઈ હતી જેના પગલે નનાનપુર ગામમાં ચકચાર ફેલાઈ જવા પામી હતી તેમજ મહિલાને 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી ત્યારે આ ઘટનાની જાણ વહીવટી તંત્રને કરાતા તંત્ર તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યું હતું જોકે નનાનપુર ગામની મહિલાને પગે વધારે દાઝી જતા હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડતા તેમને બંને પગની ચામડી સંપૂર્ણપણે દાઝી જતા તેમને ચામડી બદલવાની સલાહ પણ આપવામાં આવી હતી જો કે અચાનક સર્જાયેલી આ ઘટનાને પગલે ગરીબ પરિવાર ઉપર ભારે આઘાત સર્જાયો હતો તેમજ પરિવારએ પણ આ મામલે પોતાની પરિસ્થિતિ જણાવી હતી અને સારવારનો ખર્ચ સહિત આવી ઘટના ફરી ન બને તેવી માંગ કરી છે જોકે તંત્રએ જમીનમાંથી આવી રહેલી વરાળ સાથેની રાખને કાબુમાં લેવા માટે પાણીના ટેન્કર દ્વારા પાણી છોડ્યું હતું ત્યારે અચાનક પાણી છોડવા જતા સામાન્ય બ્લાસ્ટ સાથે ધડાકો સર્જાયો હતો તેમજ અચાનક થયેલા આ બનાવના પગલે ફાયર બ્રિગેડનો એક જવાન ઘાયલ થયો હતો જ્યારે અચાનક બનેલી ઘટનાને પગલે વહીવટીતંત્રમાં પણ ભારે દોડધામ સર્જાઈ હતી જોકે એક સાથે ચાર જેટલા ટેન્કર પાણી લાવી ઘટના સ્થળે છોડી દેવાતા સમગ્ર ઘટના ઉપર કાબુ મેળવી લેવાયો હતો પરંતુ બીજા દિવસે સવારે ફરીથી વરાળ સાથે રાખ જમીનમાંથી બહાર આવતા ફરીવાર પાણીના ટેન્કર ખાલી કરાયા હતા તેમ જ તંત્રના અન્ય જવાબદાર લોકોને પણ ઘટના સ્થળે બોલાવ્યા હતા જોકે એક તરફ પાણીના ચાર ટેન્કર ખાલી કરાયા બાદ હજી સુધી ફરી એકવાર જમીનમાંથી સામાન્ય વરાળ સાથે રાખ બહાર આવવાનું સિલસિલો યથાવત રહ્યો હતો.
આ બાબતે પ્રાંતિજ તાલુકા વિકાસ અધિકારી એન.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે કાલે લગભગ સાંજે નાનાપુર ગામ પંચાયત ખાતેના વહીવટદાર અને ગામના લોકો દ્વારા માહિતી મળી હતી કે અત્યારે જે સ્મશાની બાજુમાં જગ્યા છે ત્યાંથી ધુમાડા જેવો પદાર્થ કદાચ નીકળી રહ્યો છે તથા તાત્કાલિક તેના બાબતે ધ્યાન દોરી અને તાત્કાલિક ફાયર બ્રિગેડ બોલાવી ફાયર બ્રિગેડે અને ટેન્કર દ્વારા પણ નાખવામાં આવ્યું હતું પછી ત્યારબાદ ધુમાડાનું અંતર ઘટેલ અને અત્યારે સ્થળ ઉપર થોડી રાહત જોવા મળેલ છે.
આ અંતર્ગત તપાસ કરીને જે વધુમાં આગ બાબતે અગાઉ અમે ચકાસણી કરી યોગ્ય નિયમ અનુસાર ટીમ મારફતે ચકાસણી કરાઈ કેમ પદાર્થ નીકળે છે તે બાબતે અમારી ટીમ કાર્યવાહી માટે સજાગ છે તો જે આગામી સમયમાં જે કાર્યવાહી થશે એની અને જાણ કરીશું અને લોકોને અત્યારે સજાગ રહેવા જણાવ્યું છે.