આગામી બે દિવસ લઘુત્તમ તાપમાન વધશે અને ઠંડીમાં ઘટાડો થશે: રાજકોટમાં તાપમાનનો પારો ૧૪ ડિગ્રીએ: પવનની ઝડપમાં વધારો
જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તરના રાજ્યોમાં હિમવર્ષાના કારણે કાશ્મીરી લઈ કચ્છ સુધી શિતલહેરનો પ્રકોપ જારી છે. જો કે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠંડીનું જોર થોડુ ઘટતા લોકોએ સામાન્ય રાહત અનુભવી હતી. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર બે દિવસ ઠંડીમાં થોડી રાહત રહેશે. જો કે ઉત્તરના રાજ્યોમાં સતત હિમવર્ષા ચાલુ હોવાના કારણે હજુ લોકોએ ઠંડીમાં ઠુંઠવાવા તૈયારી રાખવી પડશે. ગઈકાલે રાજકોટનું તાપમાન સિંગલ ડિઝીટમાં નોંધાયા બાદ આજે લઘુતમ તાપમાનનો પારો ૫ ડિગ્રી સુધી ઉંચકાયો હતો. જો કે ઠંડાગાર બરર્ફીલા પવનના સુસવાટાના કારણે લોકો કાતિલ ઠંડીમાં રીતસર ધ્રુજતા નજરે પડ્યા હતા. સમર્ગ રાજ્ય ઠંડીનું આગોસમાં હોય રાત્રે રાજમાર્ગો પર જાણે સ્વયંભુ સંચારબંધી લાદી દેવામાં આવી હોય તેવી સ્થિતિ જોવા મળે છે. ઠંડીથી બચવા લોકો તાપણા કરે છે અને હિટર સહિતના ઉપરકરણોના ઉપયોગ કરતા નજરે પડતા હોય છે.
કાશ્મીરમાં શુક્રવારે તિવ્ર ઠંડી યાવત રહી હતી. પહેલ ગામનું રાત્રીનું તાપમાન માઈન્સ ૧૪.૩ ડિગ્રી નોંધાયું હતું તેમાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. જ્યારે ગુલમર્ગમાં માઈન્સ ૧૩ ડિગ્રી નોંધાયું હતું. શ્રીનગરમાં પણ લઘુતમ તાપમાન ૧.૯ ડિગ્રી નોંધાયું હતું. ઉત્તરાખંડના કેટલાક પર્વતીય વિસ્તારોમાં વરસાદ થયો હતો. હિમાચલ પ્રદેશના લાહોલ જિલ્લાના કિલોંગમાં લોકોએ છેલ્લા ૧૨ વર્ષમાં સૌથી ઠંડી રાતનો અનુભવ કર્યો હતો. અહીં તાપમાન માઈન્સ ૧૭.૬ ડિગ્રી નોંધાયું હતું. વરસાદ પડવાના કારણે મેદાની વિસ્તારોમાં પારો ગગડયો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન સરેરાશી ૫ ડિગ્રી નીચે રહ્યું હતું. દક્ષિણ કાશ્મીરના કાંજીગુડ અને કોકરનાગમાં અનુક્રમે લઘુતમ તાપમાન ૩.૪ અને માઈન્સ ૪.૨ ડિગ્રી નોંધાયું હતું. કુપવાડામાં પણ લઘુતમ તાપમાન માઈન્સ
૬.૧ ડિગ્રી નોંધાયું હતું. કાશ્મીર હાલ ચિલ્લઈ-કાલનની પકડમાં છે. શિયાળાનો આ ૪૦ દિવસનો સમયગાળો સૌથી વધુ ખતરનાક હોય છે જેમાં સૌથી વધુ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. ચિલ્લઈ-કાલન ૨૧ ડિસેમ્બરી શરૂ થાય છે અને ૩૧મી જાન્યુઆરીએ સમાપ્ત થાય છે. પરંતુ ત્યારબાદ પણ શિત લહેર યાવત રહે છે. ૪૦ દિવસના સમયગાળા દરમિયાન ૨૦ દિવસ સુધી નોંધપાત્ર ઠંડી રહેતી હોવાનું જણાય છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર પહેલ ગામમાં માઈન્સ ૧૪.૩ ડિગ્રી નોંધાયું હતું. હજુ પણ આવનારા દિવસોમાં ઠંડી વધી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તરપ્રદેશ તેમજ રાજસન પશ્ર્ચિમ અને પૂર્વીય વિસ્તારોમાં કેટલાક સ્ળે શિતલહેરની ચેતવણીઆપી છે.
આજે વહેલી સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી અને મહત્તમ તાપમનાં ૨૪ ડિગ્રી નોંધાયું હતું. હવામાનમાં ભેજનુ પ્રમાણ ૫૨ ટકા અને ૧૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો અને નલીયાનું લઘુતમ તાપમાન ૮.૬ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૩ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવામાન ભેજનું પ્રમાણ ૭૩ ટકા અને ૭ કિ.મી. પ્રતિકલાક ઝડપે પવન ફૂંકાયો હતો. ઉત્તર ભારતમાં યેલી હિમવર્ષાના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો યો છે પણ હવે તાપમાન વધશે અને વરસાદ પણ શે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ભારતમાં યેલી હિમવર્ષા વચ્ચે ગુજરાત રાજ્યમાં પૂર્વ દિશાના ઠંડા પવન ફૂંકાવા સો ૨૪ કલાકમાં લઘુતમ તાપમાનમાં ૪.૫ ડિગ્રી પારો ઉંચકાયો છે. જો કે ઘણા ખરા શહેરોમાં લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીી નીચે નોંધાયું છે. હજુ આગામી ૨ દિવસ સુધી રાજ્યમાં ભારે પવન સો ઠંડી પડે તેવી શકયતા છે. રાજ્યના વિવિધ શહેરોના લઘુતમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૨.૩ ડિગ્રી, ડિસાનું ૮.૮ ડિગ્રી, વડોદરાનું ૧૨.૪ ડિગ્રી, સુરતનું ૧૯.૨ ડિગ્રી, રાજકોટનું ૧૪ ડિગ્રી, કેશોદ જૂનાગઢનું ૧૪.૬ ડિગ્રી, ભાવનગરનું ૧૬ ડિગ્રી, પોરબંદરનું ૧૬.૨ ડિગ્રી, વેરાવળનું ૧૬.૨ ડિગ્રી, દ્વારકાનું ૧૬.૮ ડિગ્રી, ઓખાનું ૧૮.૨ ડિગ્રી, ભુજનું ૧૧.૪ ડિગ્રી, નલીયાનું ૮.૬ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૩ ડિગ્રી, ન્યુ કંડલાનું ૧૩.૬ ડિગ્રી, કંડલા એરપોર્ટનું ૧૧.૭ ડિગ્રી, અમરેલીનું ૧૨.૬ ડિગ્રી, ગાંધીનગરનું ૧૨.૨ ડિગ્રી, મહુવાનું ૧૬ ડિગ્રી, દીવનું ૧૭.૫ ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં ૧૨.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.