દરિયાઇ માર્ગ મારફતે કનેક્ટિવિટી વધારવા ગુજરાતમાં વધુ આઠ રો – રો ફેરી શરુ થશે : સી.એમ. રૂપાણી
ધોધા- દહેજ વચ્ચે રીપેકસ ફેરી સર્વિસ પ્રથમ નોરતાથી શરૂ કરવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે ગુજરાતમાં વધુ આર્ક રોલ ઓન રોલ ઓફ એટલે કે રો-રો સર્વિસ શરુ કરશે. જેમાંની અમુક રો-રો ફેરી મુંબઇ સુધી પણ કાર્યાવન્તિન થશે. જેમાં કચ્છ, જામનગર અને ભાવનગરથી આર્થિક રાજધાની મુંબઇ સુધીની રો-રો ફેરીનો સમાવેશ છે.
ઉલ્લેખનીય છે કે જળ માર્ગનો ઉપયોગ કરી રો-રો ફેરી સર્વિસ વધારવાના પ્રયાસોમાં સરકાર ઝુંટાઇ છે. જેની સૌ પ્રથમ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. અને ગત ઓકટોમ્બર -૨૦૧૭માં ધોધા-દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસનું ઉદધાટન કર્યુ હતું. ધોધા-દહેજ વચ્ચે મુાસફરો ની અવર-જવર અને વાહનોના ટ્રાન્સપોશન માટે રો-રો ફેર સર્વિસ ની શરુઆત થઇ હતી પરંતુ હાલ, માત્ર પેસેન્જરો ને જ સેવા મળી રહી છે. જેને વધુ વિકસાવવા પણ સી.એમ. રૂપાણીએ જાહેરાતમાં જણાવ્યું છે.
ધોધા-અવેજ વચ્ચે શરુ કરાયેલી આ સર્વીસ મંદ પડતા કોગ્રેસના ચંદનજી ઠાકોર સહીતના આગેવાનોએ પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા જેનો જવાબ આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ચોમાસામાં વરસાદ દરમિયાન કામ શકય ન હોવાથી સર્વિસ મંદ પડી હતી પરંતુ હવે આગામી સમયમાં સેવા વધુ અસરકારક બનાવાશે.
સી.એમ. રૂપાણીએ જાહેરાતમાં જણાવ્યું કે, પ્રથમ નોરતાથી ધો-દહેજ વચ્ચે રોપેકસ ફેરી સર્વિસ શરુ થઇ જશે અને આગામી સમયમાં ગુજરાતમાં નવી આઠ રો-રો ફેરી સર્વિસની શરુઆત કરાશે. સરવેની ઉદાહરણ આપતા કહ્યું કે આ સેવા મારફતે કચ્છથી સીધુ મુંબઇ જવું શકય બનશે અને આનાથી કનેકટીવીટી પણ વધશે.
ચંદનજી ઠાકોરના પ્રશ્ર્નના જવાબમાં ઉર્જામંત્રી સૌરભ પટેલે કહ્યું કે, વડાપ્રધાને જે રો-રો ફેરી સર્વીસનું ઉદધાટન કર્યુ હતું તે પેસેન્જર ફેરી હતી જયારે હવે પેસેન્જરની સાથે વાહનો માટેની ફેરી પણ શરુ થશે હાલ ઓખામાં બર્થ છે કસ્ટમ કિલયરન્સ, ફલેગ ચેન્જીંગ સહીતની પ્રક્રિયા ચાલી રહી છે. જે રપમી સપ્ટેમ્બર સુધીમાં પુર્ણ થઇ જશે વધુમાં તેમણે કહ્યું કે હાલ ધોધા-દહેજ વચ્ચે ૫૪,૬૩૯ મુસાફરોને રો-રો કેરી સર્વિસનો લાભ મળી રહ્યો છે.