જામનગર શહેરમાંથી આગામી તા.૧૮ જુલાઈએ ૫૮ દાઉદી વ્હોરા સમાજના ભાઈ-બહેનો સાઉદી અરેબિયા દેશમાં હજયાત્રાએ જશે. ઈસ્લામ ધર્મમાં હજયાત્રા ફરજીયાત છે પણ આ માટે એવા પણ કઠીન નિયમ છે કે પ્રથમ પોતાનો પાડોશી જરૂરીયાતમંદ અને ગરીબ ન હોવો જોઈએ.
આવા અનેક નિયમો પાળયા પછી જ હજયાત્રાએ જઈ શકાય ત્યારે જામનગરમાં જુદા જુદા વિસ્તારમાં રહેતા ૨૭ પુરુષો અને ૩૧ મહિલાઓ સહિત કુલ મળી ૫૮ વ્હોરા બિરાદરો ૪૨ દિવસની હજયાત્રાએ જશે. આ અંગે ગતરાત્રીના એક સમારોહ યોજાયો જેમાં નામદાર ડો.સૈયદના સાહેબના પ્રતિનિધિ આલીમ અબીતમીમભાઈ, શેખ જોહરભાઈ, લુવૈઈભાઈની આગેવાની હેઠળ આગામી હજયાત્રાએ જનારાઓને તેમના સગા-સંબંધી શુભેચ્છકો મિત્રોએ આ યાત્રાની મુબારકબાદી પાઠવી હતી.