ફૂલ આહિસ્તા ફેંકો, ફૂલ બડે નાજુક હોતે હૈ….
પાછોતરા વરસાદને પગલે માલ બગડવાથી આવક ઘટી એટલે ફૂલોના ભાવ વધ્યા
તહેવારોમાં રિયલ ફ્લાવર્સની માંગ વધુ હોવાથી વેપારીઓ અને ખેડૂતો માટે દિવાળીની સીઝન શુકનવંતી
લેમન ગોટો, કલકતી ગોટી, ડિવાઈન ગુલાબ, સેવંતિ, ગેલરીયો, દેશી ગુલાબ, ડેઈઝી, ગલગોટામાં કેસરી, મેરીગોલ્ડ, મેંદી, ગુલછડી, પારસ, કાશ્મિરી ગુલાબ સહિતના ફૂલો રાજકોટ બજારમાં ઉપલબ્ધ
૧૦૦ રૂ.કિલો વાળા ફૂલના ભાવ હાલ ૩૦૦-૩૫૦ રૂ. કિલો
ફૂલ તુમ્હે ભેજા હે ખતમે…. પ્રકૃતિએ માનવ જાતને ફૂલોની અનોખી ભેટ આપી છે. પ્રાચીન ગ્રંથોમાં પણ ફૂલોનું ભવ્ય વર્ણન આલેખાયું છે. પૃથ્વી પરનાં ત્રણ લાખથી વધુ પ્રજાતિ ધરાવતા રંગબેરંગી ફૂલોઓ મનુષ્યના જીવનને મહેકાવ્યું છે. શુભેચ્છાથી માંડીને સ્મશાન સુધીની ફૂલોની મહેક સંસ્કૃતિને શોભાવે છે.ધોધમાર અષાઢ વરસ્યા બાદ નવરાત્રિ અને દિવાળીના તહેવાર અને ત્યારબાદ લગ્નસરાની સિઝન આવતી હોવાથી પૂજન અર્ચન ઉપરાંત વિવાહ પ્રસંગોમાં શણગાર માટે ફૂલનો ખૂબ જ ઉપયોગ થાય છે. સૌથી પ્રિય પુષ્પગુલાબ અને કમળની હંમેશા માંગ રહેતી હોય છે. ગુલાબએ સમગ્ર વિશ્ર્વમાં પ્રથમ નંબરનું લોકપ્રિય ફૂલ છે. ગ્રીક માન્યતા પ્રમાણે ગુલાબએ પ્રેમ અને સુંદરતાની દેવીનું પ્રતિક છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, નવસારી અને સુરત અને વલસાડ જિલ્લામાં દેશી ગુલાબની વ્યાપક ખેતી થાય છે. આણંદ જિલ્લોએ મુખ્ય પોકેટ વિસ્તાર ગણાય છે.
સૌરાષ્ટ્રમાં પાલિતાણા તાલુકાના ગામડાઓમાં ફૂલની ખેતી થાય છે. રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત ઉપરાંત અન્ય રાજયમાથી પુષ્પની આવક થાય છે. પરંતુ આ વર્ષે સમગ્ર ગુજરાત અને પાડોશી રાજયોમાં થયેલ પુષ્કળ વરસાદનાં કારણે ફૂલની માંગ કરતા આવક ખૂબ જ ઓ;છી છે. જેથી, ફૂલના ભાવ આસમાને પહોચ્યા છે.
કૃત્રિમ ફૂલનો ઉપયોગ વધતાં રીયલ ફૂલની માંગ ઘટી
વૈશ્ર્વિક મહામારી કોવીડ ૧૯ વાઈરસને કારણે સમગ્ર ભારતમાં આશરે ત્રણ માસ જેટલુ સંપૂર્ણ લોક ડાઉન રહ્યું અને ત્યાર પછી તબકકાવાર અનલોક ૧ થી ૫માં પણ તહેવારોની ઉજવણી પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવતા ફૂલનાઉત્પાદન સામે ફૂલની માંગમાં ઘટાડો નોંધાયો છે. ફૂલનો સંગ્રહ થઈ શકતો ન હોવાથી કરોડો રૂપીયાના પુષ્પનો સ્થળ પર જ નાશ થયો છે. મે માસમાં વૈશાખી લગ્નસરાની સિઝન હોય છે. પરંતુ લોક ડાઉનનાં કારણે સગાઈ, લગ્ન ઉદઘાટન અને ઉજવણીઓ બંધ રહેતા ફૂલની આવક સામે જાવક નહિવત સમાન છે. સુગંધ આપતા પુષ્પો ઉપયોગ વિના જ ઉકરડે જવા લાગ્યા છે.
સોશીયલ મીડિયા અને ડિજીટલ મીડીયા મારફત જન્મદિવસની શુભેચ્છ સહિત અનેક શુભકામનાઓ પાઠવવામાં આવતી હોવાથી સાચા ફૂલોનું સ્થાન વર્ચ્યુઅલ પુષ્પોએ લીધું છે. જેથી, ભવિષ્યમાં ફૂલ બજાર પર જોખમ ઝળુંબી રહ્યું છે. લગ્નમાં પણ પ્રથમ વર અને ક્ધયાના શણગાર, વાહન શણગાર, મંડપ શણગાર વગેરે જગ્યાએ સાચા પુષ્પોનો ઉપયોગ થતો હતો પરંતુ હાલ કૃત્રિમ ફૂલનો ઉપયોગ બેફામ બન્યો છે. ક્ધયા શણગાર, વાહન શરગાર, મંચ શણગાર અને મંડપ શરગારમાં સુગંધી પુષ્પોની જગ્યાએ કૃત્રિમા પુષ્પોની માંગ અને ઉપયોગ હોવાથી ભવિષ્યમાં ફૂલની ખેતી કરતાં ખેડૂતો અને વેપારીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
હાલ માલની અછતના કારણે ફૂલોના ભાવ વધુ છે: રાજેશભાઈ વ્યાસ બાલાજી પુષ્પ ભંડાર
બાલાજી પુષ્પ ભંડારના માલિક રાજેશભાઈ વ્યાસે ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે નવરાત્રીનાં બીજા દિવસે કમોસમી વરસાદથી ફૂલોનાં વેપારીઓને ભારે તકલીફ પડી રહી છે. એક તરફ ગુલાબમાં પહેલેથી જ ગરમી હોય ઉપરથી વરસાદ પડતા માલ ભીનો થયો એટલે ગુલાબમાં રોગ આવ્યો એટલે હાલ માલની અછતના કારણે ફૂલોનાં ભાવ વધુ છે. પહેલા જે ૧૦૦ રૂા. કિલો હતા એ હાલ ૩૦૦-૩૫૦ રૂ. અને કોરા ગલગોટાના ૬૦ થી ૭ મળે છે. ૧૪૦-૧૫૦ રૂા. બજાર ભાવ વધતા ફૂલોનાં વેપારીને હાલાકી પડી રહી છે. જો સીઝનમાં માલ મોંઘો રહેશે તો રીટેઈલ કાઉન્ટરવાળાને ભારે તકલીફ થશે. કલકતી ગોટી, લેમનગોટો, રાજકોટનાં લોકલ ખેડુતો આનું વાવેતર કરે છે. હાલ સેવંતિનું પણ વાવેતર થઈ ચૂકયું છે. જે ટુંક સમયમાં જ બજારમાં આવશે નર્સરીનાં ફૂલોની પણ ધોમ આવક થઈ છે. ત્યારે ખાસ દિવાળીમાં રીયલ ફૂલોની માંગ વધુ હોવાથી માર્કેટ ઉંચી રહેશે તેવું હાલ લાગી રહ્યું છે.
કોમી એકતાનો સંદેશ આપતું ‘ફૂલ’
જન્મથી મૃત્યુ સુધી સંગાથે
માનવ જીવનમાં ‘ફૂલ’એ કુદરતે આપેલી અણમોલ ભેટ છે… જે ફૂલ પરમ તત્વના ચરણોમાં મૂકી તેની કૃપા દ્રષ્ટીક મેળવવાનો પ્રયાસ કરતા માનવના જીવનથી મૃત્યુ સુધી ‘ફૂલ’ હંમેશા સાથે જ રહ્યું છે. જેમાં સામાજીક, વ્યવહારિક, ધાર્મિક, લૌકીક જેવા અનેક પ્રસંગો ઉપરાંત શુભેચ્છાઓની આપલેમાં પણ ફૂલનું અગ્રસ્થાન રહ્યું છે.
પ્રભુના ચરણો અને મસ્તક પર કાયમ શોભતા ફૂલે, કયારેય કોઈ જ્ઞાતિ-જાતિ, માનક દાનવ, ગરીબ-તવંગરનો કયારેય ભેદ રાખ્યો નથી. જીવનમાં સતકર્મો દ્વારા ‘ફૂલ’ની જેમ કાયમ ‘સુવાસીત’ બનવું તેવી પ્રેરણાને જીવનમંત્ર બનાવવો જરૂરી ખરો…
ગલગોટામાં રેડીયમ, લેમન, કેસરી કલકતી મેરીગોલ્ડની માંગ વધુ: પથુભાઈ ડાંગર ખેડૂત)
વર્ષોથી ગલગોટાની ખેતીનો સારો અનુભવ ધરાવતા ખેડૂત પથુભાઈ ડાંગરે ‘અબતક’ને વિશેષ માહિતી આપતા જણાવ્યું હ્તુ કે મારે મુખ્ય ગલગોટાની ખેતી વ્યવસાય સાથોસાથ સેવંતિ, ડિવાઈન ગુલાબ અને ગેલડીયાની પણ ખેતી કરૂ છું ખાસ કરીને ગલગોટામાં ચાર પ્રકારની વેરાયટી આવે છે. રેડીયમ લેમન, કેસરી કલકતી, મેરીગોલ્ડ આનો વેપાર વધુ ચાલે ખાસ તેમણે જણાવ્યું હતુક કોઈપણ ફૂલની ખેતીમાં તેની માવજત અગત્યનો ભાગ છે. ફૂલોમાં થતા રોગને કાબુમાં રશખવા અગાઉથી જ જરૂરી કાળજીઓ રાખવી પડે છે. છોડમાં રોગ પ્રતિકાર શકિત જેમ વધુ તેમ વધારે સારો ફાલ ઉતરે છે. માર્કેટમાં હાલ ગલગોટા, લીલર સેવંતિ ઝરબેરા મંદી, ગુલછડી, પારસ, દેશીગુલાબ, ડિવાઈન ગુલાબ, કાશ્મીરી ગુલાબ સહિતની વેરાયટીઓ જોવા મળે છે. પરંતુ હાલના તબકકે ગલગોટા વધુ ઉપડે છે. વરસાદ પહેલા ફૂલોનો ભાવ ઓછો હતો. પરંતુ પાછોતરા કમોસમી માવઠાથી ફૂલોનાંઅછત થતા ભાવ વધ્યા ઠંડીમાં સેવંતિની સિઝન ચાલુ થશે જેમાં મુખ્ય સાત વેરાયટીઓ આવે છે. અને મુખ્ય ત્રણ જાતની માંગ માર્કેટમાં વધુ રહે છે. લેમન, કેસરી અને વાઈટના ગ્રાહકો સહેલાઈથી મળી રહે છે.
વરસાદથી માલ બગડયો એટલે ભાવ પણ વધ્યા જયારે ગલગોટાની ખેતી માટ ઝાકળ દૂશ્મન ગણાય ઠારના કારણે ગલગોટામાં નુકશાન થાય છે હાલ માવઠાના કારણે માલ ખેંચાઈ ગયો દિવાળી પર ફૂલોની સારી માર્કેટ રહેશે તેવી અમને આશા છે.
પાતાપુરના ફૂલોની સુગંધ સૂરત સુધી પહોંચી
જૂનાગઢ જિલ્લાના પાતાપુરના ખેડૂતના ખેતરના તરોતાજા ફુલો અને મહેક ગુજરાતના મેટ્રો સીટીની ફુલ બજારમાં અને હોલશેલ વેપારીઓ પાસે પહોંચે છે. પાતાપુરના ખેડૂતના ખેતરની ખુશ્બુ મેટ્રોસીટીમાં પ્રસંગો, મંદિરોની શોભા બને છે.૩૦ વર્ષ પહેલા ૫૦ રૂપિયાના ફુલના વેચાણથી પાતાપુરના મથુરભાઇ કોટડીયાએ શરૂ કરેલ ફુલની ખેતી આજે પર ડે રૂ. ૫ થી ૨૦ હજારના ફુલોના વેચાણ સુધી પહોંચી છે. જૂનાગઢ પાસે પાતાપુર ગામે આવેલ પોતાની ૩૫ વીઘા પૈકી ૩૦ વીઘામાં વિવિધ જાતના ગુલાબ, નરગીસ, કામીની, સેવંતી, ગોલ્ડન સહિતના ફુલોની ખેતી કરી મથુરભાઇ મેટ્રોસીટી સાથે જ્યાં પણ ફુલની ડિમાન્ડ હોય, માર્કેટ હોય ત્યાં પોતાના ફુલ પહોંચાડે છે. ગુલાબ સહિતના ફુલો મથુરભાઇને વીઘે ૫૦ થી ૬૦ હજારની આવક રળી આપે છે. ૩૦ વીઘા ફુલની ખેતીથી તેમને વાર્ષીક રૂ. ૧૫ થી ૧૭ લાખની આવક થાય છે. ૩૦ વર્ષ પહેલા જૂનાગઢ પાસેના પાતાપુર ગામના ખેડૂત મથુરભાઇ કોટડીયાને પરંપરાગત ખેતીના બદલે કાંઇક નવું કરવાનો વિચાર આવ્યો. એમના આ વિચારે આંબા, ચીકુ, સીતાફળ અને ફુલની ખેતી કરવા તરફ પ્રેર્યા થોડા વર્ષોના અનુભવ બાદ તેમને ફુલની ખેતી માફક આવતા પોતાના ખેતરના ફુલની જૂનાગઢ ખાતે દુકાન શરૂ કરી વેચવાની શરૂઆત કરી ખેડૂત બાદ ફુલનુ જાતે જ વેચાણ કરવાની તેમની આ સફર ખુબ સફળ થઇ. આત્માના સભ્ય રહી ચુકેલા મથુરભાઈ સ્વાભાવિકતાથી કહયુ કે, વેવાર અને વેપાર સાથે ન થાય આજે મને ફુલની ખેતી વિઘે ૫૦ થી ૬૦ હજારની આવક આપે છે. પરંતુ એની પાછળ જિંદગીનો સંઘર્ષ છે. માર્કેટ શોધવું, સમયસર ફુલો પહોંચાડવા, બાકી તો ફુલો ફેંકી દેવા પડે. વેપારીઓનો વિશ્વાસ સંપાદન કરવો.
આ બધામાંથી પાર ઉતરવા જાત મહેનત જીંદાબાદ કરી છે. ખુબ સંઘર્ષ બાદ ખેતીને નફાકારક બનાવી છે. મારી તમામ જમીનમાં ડ્રીપ ઇરીગેશન છે. જેમાં નવી સિસ્ટમ આવી તે રેઇન ડ્રીપ ગોઠવી છે.
૫૦ કિલોની સામે હાલ માત્ર ૧૦ કિલો જ ફૂલ ઉતરે છે: વનરાજભાઈ સોનારા (ખેડૂત -ખંઢેરી)
આ વર્ષે ભારે વરસાદને પગલે ખેડુતોને ઘણુ નુકશાન થયું છે. ખાસ કરીને પાછોતરા વરસાદથી ફૂલોની ખેતીને ભારે માઠી અસર પહોચી છે. ખંઢેરી ગામના ખેડુત વનરાજભાઈ સોનારાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે હાલના સમયમાં રોડવાય એવી સિઝન ચાલી રહી છે. પાછોતરા વરસાદથી ફૂલોની ખેતીને નુકશાન થયું છે. અત્યારે લેમન ગોટો, કલકતી ગોટો, ડિવાઈન ગુલાબના રૂા.૨૫૦ થી ૩૦૦ સુધીનો ભાવ મળી રહ્યો છે. ૫૦ કિલોની સામે અત્યારે માત્ર ૧૦ કિલો જ ફૂલો ઉતરે છે. જયારે ડિવાઈની કલમ ૨૫ રૂા.ની એક આવે છે. એક વીઘાએ ઓછામાં ઓછો ૬૦ થી ૭૦ હજારનો ખર્ચ થાય છે. આ સિઝન ત્રણ વર્ષ ચાલે ને તેમાંય એક વર્ષ મંદીનુંરહે છે. હવે તો માત્ર દિવાળી અને લગ્નસરાની સિઝન પર આશા સેવાઈ રહી છે. ફૂલોનો ફાલ સારો આવે તો ભાવ નબળા જાય. સરેરાશ ભાવ ૧૫૦ થી માડીને ૨૦૦ રૂા. ગણાય.
ગ્લોબલ સ્તર પર ફૂલની ગીફટીંગ મુજબ માળખાગત કાર્ય કરતું ત્રિપલ કે ફલોરલ કોન્સેપ્ટ: હાર્દિકભાઈ કાનગડ
ત્રિપલ કે ફલોરા કોન્સેપ્ટના હાર્દિકભાઈ કાનગડએ ‘અબતક’ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે, છેલ્લા છ મહિનાથી જે પરિસ્થિતિ ફૂલની ખેતીમાં જોવા મળી રહી છે. જેમકે ખૂબ વરસાદ, પાક બગાડ, તેમજ ફૂલનું રોપાણ જૂન, જુલાઈમાં થતુ હોય છે. અતિવૃષ્ટિના કારણે આ વર્ષે એ ફૂલની બાગાયતીમાં ઘણુ નુકશાન થયું છે. અને ફૂલની વેરાયટીમાં દેશી ગલગોટો, ગોટી, ગુલાબ, રજનીગંધા, આવે છે. આબધા દેશી ફૂલોમાં આવે છે. કલ્ટ ફલાવર બધુ અત્યારે પૂના અને તલેગાવ તરફથી આવે છે. ખેડુતોને હાલ ઘણી હાલાકી ભોગવવી પડતી હોય છે. જેમાં પાક નુકશાની, ફોળો પર વિવિધ જંતુઓનો ત્રાસ માર્કેટમાં પૂરા ફૂલના ભાવ ન મળતા હોય ત્રિપલ કે ફલોરલ કોન્સેપ્ટમાં ગિફટીંગમાં નવુ જ લાવ્યા છે. જે ગ્લોબલ સ્તરના માળખાગત રૂપે કાર્ય કરે છે. ત્યા જે ફૂલોનું ગીફટીંગ થાય છે. તે બધી જ આઈટમસ અહી મળી શકે છે. ફલાવર ટેડી જે સંપૂર્ણ ફલોરલ ફોમ બેઝ ટેડી છે. જે ૧૪ કલર મળી શકે છે. આ ઉપરાંત ફલોરલ બોકસીસ પર અમે કામ કરી રહ્યા છે. તેમજ આવનારા સમય માટે પ્લાન્ટ બેઝ પર કામ કરી રહ્યા છે. જેમાં ટેસ્ટપણમાં મનીપાલ્નટ અને એકવાપોનીકસ પ્લાન્ટ પર અમે કામ કરી રહ્યા છીએ આ કાર્ય પધ્ધતિથી અમે માર્કેટથી અલગ તરી આવીએ છે. હાલ અમારે ત્યા ફલાવરબોકસનું ચલણ ખૂબ સારૂ છે. અમારી આઈટમસમાં રોઝ ફલાવર ખૂબ ઉપયોગી થાય છે.ત્યારે રાષઝીસમા હાલ આઠ કલર હાજર છે. કોવીડની મહામારીને ચાલતા ટ્રાન્સપોટેશનમાં ઘણી મુશ્કેલીઓ થઈ રહી છે.