ગ્રાહક અને બિલ્ડર માટે પ્રોપર્ટી એક્સપોનું પ્લેટફોર્મ ફાયદાકારક છે:દિશીતભાઈ પોબરૂ
પ્રોપર્ટી એક્સપોના એક્ઝિબીટર દિશીતભાઈ પોબરુએ જણાવ્યું કે, બિલ્ડર અને ગ્રાહક બંનેને પ્રોપર્ટી એક્સપોનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ મળ્યું છે. પ્રભુ હાઈટ્સના નવા પ્રોજેક્ટમાં ગ્રીન કોન્સેપ્ટને લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે.લોકોને ગ્રીન લાઇફ સ્ટાઇલમાં નવું પ્રોજેક્ટ પીરસવામાં આવી રહ્યું છે. ગ્રીન કોન્સેપ ગ્રાહકો સુધી પહોંચાડવાની અમારી જવાબદારી છે.
રાજકોટમાં સૌપ્રથમવાર ફળિયા અને ઓસરી સાથે ફ્લેટ આપશે સિદ્ધિ ગ્રુપ: હર્ષ મહેતા
પ્રોપર્ટી એક્સપોર્ટના એક્ઝિબીટર કેવલભાઈ પંડ્યા તથા હર્ષભાઈ મહેતા જણાવ્યું કે, અંબિકા ટાઉનશિપ પાસે છેલ્લા દસ વર્ષથી સિદ્ધિ ગ્રુપ શ્રેષ્ઠ પ્રોજેક્ટનું નિર્માણ કરી રહ્યું છે. પ્યોરિટી અને પાયોરિટી સાથે સિદ્ધિ ગ્રુપ હંમેશા કાર્યરત રહે છે.રાજકોટમાં સૌપ્રથમવાર ફળિયા અને ઓસરી સાથે ફ્લેટ આપશે સિદ્ધિ ગ્રુપ.ગ્રાહકોને સારા અધ્યતન પ્રોજેક્ટમાં સિલિકોન વેલીની ભેટ સિદ્ધિ ગ્રુપે આપી છે.
મીડ સેગમેન્ટના ફ્લેટની રોયલ સ્ટેટ્સની ગ્રાહકોને ભેટ: સુજીતભાઈ ઉદાણી
પ્રોપર્ટી એક્સપોના એક્ઝિબિટર સુજીતભાઈ ઉદાણીએ જણાવ્યું કે રાજકોટની જનતાને રાજકોટના સાત સમા જામનગર રોડ સેન્ટરમાં રોયલ સ્ટેટસની 2 બીએચકે મિડ સેગમેન્ટના ફ્લેટની ભેટ આપી છે. તદુપરાંત મોરબી રોડ ઉપર ટુ બીએચકે અને થ્રી બીએચકે નાફોટેબલ સેગમેન્ટના ફ્લેટ તથા કોમર્શિયલ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યા છે.
અનંત ગૃપ રેસીડેન્સીયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ પર કાર્યરત છે: જયસુખ ચોટલિયા
અનંત ગૃપના જયસુખ ચોટલિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અનંત ગૃપ રેસીડેન્સીયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ પર કાર્યરત છે.રાજકોટની જીવા દોરી સમાન કાલાવડ રોડ ઉપર અત્યારે અનંત ગૃપના બે પ્રીમિયમ પ્રોજેક્ટ અનંત વર્ક સ્પેસ 1 અને અનંત વર્ક સ્પેસ 2 ચાલે છે તેમજ અનંત ગૃપ મવડીમાં અનંત વીલા નામનો લક્ઝરીયસ બંગ્લોઝ નો પ્રોજેક્ટ પર કાર્ય કરે છે. આ સાથે ભવિષ્યમાં અનંત હાઇટ્સ નામનો નવો પ્રોજેક્ટ લાવીએ છીએ કે જે મવડી ચોકડી પાસે છે કે જેમાં 2બીએચકે ફ્લેટ લાવીએ છીએ. છેલ્લે 2018માં યોજાયેલા પ્રોપર્ટી એક્સ્પો ખુબ જ લાભદાયી નીવડયો હતો ત્યારે હવે ફરી એક વાર 2022માં પણ લોકોને એક જ પ્લેટફોર્મ પર ઘણા બધા નવા નવા પ્રોજેક્ટ્સ મળશે. જેમાં ખાસ કરીને ખરીદનાર અલગ અલગ પ્રોજેક્ટ્સની સરખામણી કરીને ખરીદી કરી શકે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે છેલ્લા 10 વર્ષમાં રાજકોટ લેવલે 90% બિલ્ડરો બોમ્બે સ્ટાઇલથી ફ્લેટ્સ આપી રહ્યા છે
રાજકોટમાં આરઓઆઇ પદ્ધતિ પ્રથમ વખત લઈને આવ્યા છીએ :હિતેશ ફળદુ
મર્ક્યુરી કોર્પોરેટ સ્પેસના હિતેશ ફળદુએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ પ્રોપર્ટી એક્સપોર્ટ 2023 માં તેમનો પહેલો કોમર્શિયલ પ્રોજેક્ટ લઈને આવ્યા છે.કે જે માધાપર ચોકડીથી આગળ 150 ફુટ રીંગ રોડ પર આવેલી છે.આ કોમર્શિયલ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકોને વધુને વધુ આર્થિક લાભ મળે તેમજ લોકોને સારામાં સારી ગુણવત્તામાં વ્યજભી ભાવે દુકાન અને શો રૂમ આપી શકીએ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ 5100 ફૂટથી દુકાન અને 6350 રૂ ફૂટથી શો રૂમ ગ્રાહકોને આપીએ છીએ. જેમાં રાજકોટ માં પહેલી વખત સેન્ટરમાં 32 ફુટનો ગ્રાન્ડ પેસેજ આપીએ છીએ. અને પાઝેશનમાં એન્ટ્રી અને એક્ઝિટ ખાસ કરીને રાજકોટમાં આર ઓ આઇ પદ્ધતિ પ્રથમ વખત લઈને આવ્યા છે કે લોકો જે રોકાણ કરે છે તેનું 12% વળતર તેમને મળી શકે. જેથી કરીને મઘ્યમ વર્ગના લોકોને પણ પરવડે તેવા ભાવમાં આપી શકીએ.
પ્રોપર્ટી એક્સપો લોકોને ઘર લેવાના શ્રેષ્ઠ વિકલ્પો આપી રહ્યું છે:અનિમેશભાઈ દેસાઈ
પ્રોપર્ટી એક્સપોના એક્ઝિબિટર અનિમેશભાઈ દેસાઈએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષ બાદ આવો ભવ્ય પ્રોપર્ટી એક્સપો યોજાઈ રહ્યો છે જેનો પૂરેપૂરો લાભ લોકોને મળશે. એક્સપોએ ગ્રાહકોને ઘર લેવાના શ્રેષ્ઠ વિકલ્પો આપી રહ્યું છે. એકસ્પોએ અદ્યતન પ્રોપર્ટીના પ્રોજેકટ આપશે. એક જ છત નીચે ગ્રાહકોને વિશાળ પ્રોપર્ટીના પ્રોજેકટ જોવા મળશે. પસંદગીના-અપેક્ષા મુજબના ઘરના ખરીદી તે પ્રોપર્ટી એકસ્પો થકી કરી શકશે.
રાજકોટનો બિગેસ્ટ કોમર્શિયલ પ્રોજેક્ટ વેસ્ટ ગેટ-ટુ બનશે: ધર્મેશભાઈ જીવાણી
પ્રોપર્ટી એક્સપોના એક્ઝિબ્યુટર ધર્મેશભાઈ જીવાણીએ જણાવ્યું કે રાજકોટનો વિશાળ કોમર્શિયલ પ્રોજેક્ટ વેસ્ટ ગેટ ટુને એક્સપોમાં ડિસ્પ્લે કરવામાં આવ્યો છે.વેસ્ટ ગેટ ટુ સવા 600 ફૂટ ફ્રન્ટ સાઈઝનો પ્રોજેક્ટ છે.વેસ્ટ ગેટ ટુ પ્રોજેક્ટમાં દરેક ક્ષેત્રના શોરૂમ એક જ સ્થળ પર જોવા મળશે.વેસ્ટ ગેટ ની ભવ્ય સફળતા બાદ વેસ્ટ ગેટ ટુને પણ લોકોનો જબર પ્રતિસાદ મળી રહ્યો છે.
ઇન્ડોર પ્લાન્ટ આઉટડોર પ્લાન્ટ તેમજ અનેક ઘણી વેરાયટીઓ ઉપલબ્ધ: વિરલ પટેલ
આલિધરા ગાર્ડન નર્સરીના ઓનર વિરલ પટેલ જણાવ્યું કે છેલ્લા 16 વર્ષથી આ બિઝનેસ સાથે સંકળાયેલ છે. અમારી નર્સરીમાં અનેક વસ્તુ છે. ઇન્ડોર પ્લાન્ટ આઉટડોર પ્લાન્ટ ઘણી બઘી વેરાયટીમાં છે. ફાયબર પોર્ટસ, રોટોમોલ પોર્ટસ, ગ્લાસ પોર્ટસ, મેટલ પોર્ટસ છે. તેમજ અનેક વેરાયટીઓ જોવા મળશે આપ પણ આ પ્રોપર્ટી એક્સ્પોમા આવો.
એફઆરપી અદ્યતન સિસ્ટમના કારણે વધુ મજબુત બન્યું: નિરવ પટેલ
પેરમાઉંટ ફાયબર કંપનીના ઓનરે જણાવ્યું કે એફઆરપી સ્વિમિંગ પૂલની જારી, એફઆરપીના મેન્યુલ કવર, બાથરૂમની જારીનું મેન્યુફેક્ચરિંગ કરે છે. સ્વિમિંગ પુલની ઇન્ટરલોક જારી જે ઓલ ઇન્ડિયામા ઇન્ટરલોકીંગ સિસ્ટમ ની જારી ફક્ત અમારી કંપીની બનાવે છે.આમાં 15 વર્ષનિ વોરંટી આપવામા આવે છે. હાલ માર્કેટમા પ્લાસ્ટિકની જારી મળે છે જે થોડો સમયમા સળી જતી હોય છે પણ અમારી પ્રોડક્ટ એફઆરપી મટીરીયલથી બનેલી જારી છે. જે 125 કિલોની વજનની ક્ષમતા ધરાવે છે. આ જારી પાણીથી સડતી નથી. ઇન્ટર લોકીંગ સિસ્ટમના કારણે મજબૂતાઇ વધૂ હોય છે.
ટેકનો કવાર્ટ્સ મટીરીયલ કિચનમાં વધૂ ઉપયોગ: દીપક મહેતા
ટેકનો કવાર્ટ્સ મટીરિયલ ઈન પ્રોડક્ટ છે આ મટીરીયલ કિચનમા વધૂ ઊપયોગ થતો હોઈ છે ક્રિસ્ટલ ક્વાર્ટ્સ મટીરીયલ ઊપયોગ થયો છે જે ખુબ મજબૂત મટીરિયલ છે આ મટીરીયલમા તેલ કે અન્ય કોઇ પણ વસ્તુ પડે તો સહેલાઈથી પાણીથી સાફ થય જય છે કોઈ પ્રકારના દાગ રહેતા નથી. સૌરાષ્ટ્ર કચ્છમાં મોડયુલર કિચનનો કંસેફ્ટ અમે લઇને આવ્યાં છી. ક્વાર્ટરસ, સરફેસ, અલ્ટ્રા કોમ્પેક્ટ સરફેસ, સોલિડ સરફેસ, સ્ટોન પોલિમર કમ્પોસીટ ઉપલબ્ધ છે.
ઇટાકા પ્રોડક્ટ સીમેન્ટ બેઝ પ્રોડક્ટ છે: પાર્થ જોશી
રાજકોટમા પ્રોપર્ટી એક્સ્પો ચાલુ રહ્યો છે. આમાં અમારો સ્ટોલ ઇટાકા છે. ઈન્ટીરિયર પ્રોડક્ટ લઈને આવ્યાં છીએ . સિમેન્ટ બેજ પ્રોડક્ટ છે. ઈન્ટરિયર અને એક્સટીરિયર બનેમા આ પ્રોડક્ટનો ઉપયોગ થાય છે. આ પ્રોડક્ટ્સથી ઘરની સજાવટમા વધારો થશે. બીજી ઘણી ઈન્ટિરિયર વસ્તુ છે. ઈટાકા પ્રોડક્ટ્સ બેલીફોર્મની છે. આ પ્રોડક્ટની ખાસિયત સિમેન્ટ બેઝ પ્રોડક્ટ્સ છે.
ફાયર ફાયટર તેમજ સબમર્સિબલ પમ્પ આધુનિક ટેકનોલોજીથી સજજ: દેવાંગભાઈ જોશી
સરધારા એન્જિન મેન્યુફેક્ચરસના ઓનર દેવાંગ જોશીએ જણાવ્યું કે અમારી બ્રાન્ડ ચેતક છે. અમારાં સ્ટોલમા ફાયર ફાયટરના પંપ તેમજ રેસીડેન્સીયલ માટે ઓપન વેલ પંપ અને સબ મર્સિબલ પમ્પ, સેન્ટ્રિ ફ્યુગલ પમ્પ, મોનોબ્લોક પમ્પસેટ, વોટર પમ્પ ઉપલબ્ધ છે. પ્રોપર્ટી એક્સ્પો 6 જાન્યુઆરી થી 11 જાન્યુઆરી સુધી શરુ રહેશે. અમારી કંપનીનું મેન્યુફેક્ચરિંગ રાજકોટમા જ છે. હાલ રાજકોટ દિન-પ્રતિદિન ખુબ ઝડપે વિકસિત થઈ રહ્યું છે ત્યારે વધતા જતા ઈન્ફ્રાસ્ટ્રકચર વચ્ચે સબ મર્શિબલ પમ્પ તથા ઓપનવેલ પમ્પની ખુબ જરૂરીયાત રહેતી હોય છે ત્યારે અમારી પેઢી ગુણવતાયુકત પમ્પ આપવા કટીબઘ્ધ છે.
ફર્નિચર ડેકોર, આઉટડોર લાઈટિંગ પ્રોડક્ટ ઉપલબ્ધ: વિરલભાઈ
સ્ટુડિયો 21 રેડ બ્રિક્સ મટીરીયલ કનેક્શન કંપની છે. ફર્નિચર ડેકોર, આઉટડોર લાઈટિંગ ઉપલબ્ધ છે. ઈન્ટરિયર, એક્સટીરિયર, બને માટે પ્રોડક્ટ નો ઉપયોગ કરી શકાઈ છે. મટીરિયલ કનેકશન કંપની વુડવિનિયર, ફર્નિચર ડેકોર અને પ્લાયવુડ કરે છે.
ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ છે રાજકોટમા ભક્તિ નગરમા અમારો સ્ટુડિયો છે. પ્રોપર્ટી એક્સ્પોમા આવો અને ઘરની સજાવટ માટેની વસ્તુ વિસે જાણો. રેસ્પિસેફ પેઇન્ટ એર પ્યૂરીફાઈ પેઇન્ટ છે. આર્કીટેક ડિઝાઇનર, ઇન્ટરિયર ડિઝાઇનર, ડેવલપર હોય બધાએ આ પ્રોડકટનો ઊપયોગ કરવો જોઈએ.