દિલ્હીથી લઈ હિમાચલ અને ઉત્તરાખંડ સુધી ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું

દિલ્લીમાં કલમ 144 લાગુ : આશરે 17 હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા

દિલ્હીમાં ભારે વરસાદ બાદ હવે યમુના જળ સપાટીને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હરિયાણામાંથી પાણી છોડવાને કારણે યમુના નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને આજે સવારે યમુનાએ નવો રેકોર્ડ બનાવ્યો હતો. સવારે 7 વાગ્યા સુધીમાં નદીની જળ સપાટી 208.46 મીટર નોંધાઈ હતી. દિલ્હીમાં યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે ત્યારે કાશ્મીરી ગેટ વિસ્તારમાં કોઈપણ પરિસ્થિતિમાં ધ્યાને રાખી બચાવ માટે એનડીઆરએફની ટીમ તૈયાર રાખવામાં આવી છે.

yamuna2

દિલ્‍હીમાં ભારે વરસાદને કારણે યમુના નદી ગાંડીતૂર બની છે. દિલ્‍હીમાં પૂરની સ્‍થિતિ સર્જાય છે. યમુના નદીનું જળસ્‍તર વધવાના કારણે અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા છે. કેજરીવાલે આપાત બેઠક બોલાવી છે તેમજ 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. 45 બોટ અને 16 કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્‍યા છે. ઘરોમાં પાણી ઘુસી જતા તારાજીના દ્રશ્‍યો સામે આવ્‍યા છે. પહાડી રાજ્‍યોમાં સતત વરસાદના કારણે યમુના નદી ખતરાના નિશાન પર છે. આજ કારણ છે કે દિલ્‍હીમાં તેનું જળસ્‍તર 45 વર્ષનો રેકોર્ડ તોડીને 208.46 મીટરે પહોંચી ગયો છે. દિલ્‍હીમાં મુશળધાર વરસાદને કારણે પૂરને કારણે યમુના નદીનું જળસ્‍તર વધીને 208.46 મીટર થઈ ગયું છે, જે 1978માં અત્‍યાર સુધીમાં નોંધાયેલા 207.49 મીટરના સર્વોચ્‍ચ જળ સ્‍તરની નજીક છે. સરકારી એજન્‍સીઓએ આ જાણકારી આપી છે. સેન્‍ટ્રલ વોટર કમિશનના ફલડ-મોનિટરિંગ પોર્ટલ અનુસાર, જૂના રેલ્‍વે બ્રિજ પર યમુનાનું પાણીનું સ્‍તર 2013 પછી પ્રથમ વખત સવારે 4 વાગ્‍યે 208 મીટરના આંકને વટાવી ગયું અને સવારે ૮ વાગ્‍યે વધીને 208.46 મીટર થયું.  દિલ્‍હીમાં છેલ્લા ત્રણ દિવસમાં યમુનાના જળસ્‍તરમાં ઝડપથી વધારો થયો છે.

મળતી માહિતી મુજબ દિલ્લીના યમુના બજાર, મોનેસ્ટ્રી માર્કેટ, નિગમબોધ ઘાટ લ, જોહરી ફાર્મ, ખડ્ડા કોલોની, બાટલા હાઉસ સહીતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં આશરે 17 હજાર જેટલાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

એક અધિકારીએ જણાવ્‍યું હતું કે દિલ્‍હી અને આસપાસના વિસ્‍તારોમાં સતત ભારે વરસાદને કારણે ઉપલા કેચમેન્‍ટ વિસ્‍તારોમાં પાણીનું સ્‍તર વધવાથી અને સંતૃપ્ત જમીનને કારણે યમુનાના જળસ્‍તરમાં અચાનક વધારો થયો હતો. વિભાગે કહ્યું કે નીચાણવાળા વિસ્‍તારોમાં રહેતા લોકોને ઊંચા વિસ્‍તારોમાં સુરક્ષિત સ્‍થાનો પર ખસેડવામાં આવ્‍યા છે. તેમણે માહિતી આપી હતી કે જાગૃતિ, સ્‍થળાંતર અને બચાવ કાર્ય માટે 45 બોટ તૈનાત કરવામાં આવી છે અને સ્‍થળાંતરિત લોકોને રાહત આપવા માટે એનજીઓની મદદ લેવામાં આવી રહી છે.

વિભાગે કહ્યું, ‘જૂનો રેલવે બ્રિજ વાહનવ્‍યવહાર માટે બંધ કરી દેવામાં આવ્‍યો છે. ઓખલા બેરેજના તમામ દરવાજા વધારાનું પાણી છોડવા અને લાંબા સમયથી ઊંચા પાણીના સ્‍તરને રોકવા માટે ખોલવામાં આવ્‍યા છે.વિભાગે જણાવ્‍યું હતું કે આ કામ માટે સંબંધિત જિલ્લાના તમામ જિલ્લા મેજિસ્‍ટ્રેટ અને તેમની સેક્‍ટર સમિતિઓ સતર્ક છે અને તેની સાથે વ્‍યવહાર કરવા માટે તૈયાર છે. સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગ દિલ્‍હી પોલીસ, દિલ્‍હી જલ બોર્ડ, દિલ્‍હી શહેરી આશ્રય સુધારણા બોર્ડ અને અન્‍ય હિસ્‍સેદારો સાથે સંકલનમાં કામ કરી રહ્યું છે.

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે  અધિકારીઓને સાવચેત રહેવા અને સંવેદનશીલ વિસ્‍તારોમાં જરૂરી પગલાં લેવા કહેવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત ક્‍વિક રિસ્‍પોન્‍સ ટીમ અને બોટ તૈનાત કરવામાં આવી છે.

દિલ્લી હાઈ એલર્ટ પર : ઉપરાજ્યપાલે તાકીદે બેઠક બોલાવી

દિલ્હીમાં મુશળધાર વરસાદ બાદ પૂરનો ખતરો છે. યમુના નદીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યા સુધીમાં દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 208.05 મીટરે પહોંચી ગયું હતું. આ બાદ યમુનાનું પાણી બજારની દિવાલમાંથી નીકળવા લાગ્યું છે. આજે સવારે 7 વાગ્યા સુધીમાં યમુનાનું જળસપાટી 208.46 મીટર નોંધાઈ હતી. આ સ્થિતિમાં પૂરના જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની એક બેઠક બપોરે 12 વાગ્યે બોલાવી છે.

ઉત્તર ભારતમાં આકાશી પ્રકોપના લીધે 91 લોકોના મોત

ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હાલ ભયંકર વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં પણ વરસાદે તબાહી સર્જી છે. અનેક રસ્તાઓ અને પુલ તૂટી ગયા છે. જેના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે. અનેક ગુજરાતીઓ સહિત પર્યટકો અને અમરનાથ યાત્રા તથા ચાર ધામની યાત્રાના શ્રદ્ધાળુઓ ફસાયા છે. ઉત્તરાખંડમાં મંગળવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ, ભૂસ્ખલન અને મોટા મોટા પથ્થરો પહાડો પરથી ઘટનાઓ બની ચૂકી છે. ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જેમાં મધ્ય પ્રદેશથી ગંગોત્રી દર્શન કરવા માટે આવેલા શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. જો કે, હાલ હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં વરસાદે થોડી રાહત આપી છે. જેના કારણે સ્થાનિક તંત્રને રાહત અને બચાવ કાર્ય તથા રોડ રસ્તાના સમારકામ માટે મંજૂરી પણ મળી ગઈ છે. ભારે વરસાદના કારણે મગળવારે વધુ 21 લોકોનાં મોત થયા હોવાનો આંકડો સામે આવ્યો છે. એક્સીડન્ટ, ભૂસ્ખલન અને પૂરના કારણે ગઈ 8 જુલાઈથી અત્યાર સુધીમાં કુલ 91 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

રોડ રસ્તા સહીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કરોડો રૂપિયાનું નુકસાન

07 1

ઉત્તર ભારતમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલન જેવી ઘટનાઓના કારણે અનેક રસ્તાઓ તબાહ થઈ ચૂક્યા છે. 800થી પણ વધુ રસ્તાઓને નુકસાન થયુ છે. કેટલાંય પુલો તૂટી ગયા છે. ઠેર ઠેર નુકસાન થયું હોવાથી રાજ્યને કરોડોનું નુકસાન થયું છે. બીજી તરફ, અહીં અનેક લોકો ફસાયા છે. કેટલાંય મકાનો પણ તૂટી ગયા હોવાના અહેવાલ મંગળવારે સામે આવ્યા હતા. જેના કારણે સ્થાનિકો સહિત અહીં ફરવા કે દર્શન કરવા માટે કે પછી ટૂરમાં આવેલા અસંખ્ય લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

હરિયાણાના 10 જિલ્લામાં પૂરપ્રકોપ : 8 લોકોના મોત, જનજીવન અસ્ત વ્યસ્ત

પહાડો પર તબાહી સર્જ્યા બાદ હવે નદીઓના પાણી મેદાની વિસ્તારોમાં તબાહી મચાવી રહ્યા છે. યમુનાનગરમાં હથિનીકુંડ બેરેજમાંથી સતત પાણી છોડવાના કારણે યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર રહ્યું છે. યમુનાનું પાણી રાજ્યના વધુ ત્રણ જિલ્લા સોનીપત, ફરીદાબાદ અને પલવલમાં પ્રવેશ્યું છે. હવે હરિયાણાના 10 જિલ્લા પંચકુલા, યમુનાનગર, અંબાલા, કરનાલ, કૈથલ, કુરુક્ષેત્ર અને પાણીપત પૂરની ઝપેટમાં આવી ગયા છે. રાજ્યના વિવિધ ભાગોમાં પૂર અને પાણી ભરાવાને કારણે આઠ લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી મનોહર લાલે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પરિવારોને 4 લાખ રૂપિયાની સહાય અને મકાનોના સમારકામ માટે સહાયની જાહેરાત કરી છે. બુધવારે પાનીપતમાં યમુનાના પાણીએ ફરી પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવ્યું હતું. અહીં ગટર નંબર-2 તૂટી ગઈ છે. જેના કારણે ભલ્લૌર ગામ સહિત અડધો ડઝન ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. પત્થરગઢ પાસે મંગળવારે અહીં યમુના બંધ તૂટી ગયો હતો. જેના કારણે નદીનું પાણી પાણીપત-હરિદ્વાર સ્ટેટ હાઈવે સુધી પહોંચી ગયું હતું અને લગભગ 15 ગામોનો 25 હજાર એકર પાક ડૂબી ગયો હતો.ચોટલી : દિલ્હીથી લઈ હિમાચલ અને ઉત્તરાખંડ સુધી ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું

દિલ્હીમાં ભારે વરસાદ બાદ હવે યમુના જળ સપાટીને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હરિયાણામાંથી પાણી છોડવાને કારણે યમુના નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને આજે સવારે યમુનાએ નવો રેકોર્ડ બનાવ્યો હતો. સવારે 7 વાગ્યા સુધીમાં નદીની જળ સપાટી 208.46 મીટર નોંધાઈ હતી. દિલ્હીમાં યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે ત્યારે કાશ્મીરી ગેટ વિસ્તારમાં કોઈપણ પરિસ્થિતિમાં ધ્યાને રાખી બચાવ માટે એનડીઆરએફની ટીમ તૈયાર રાખવામાં આવી છે.

દિલ્‍હીમાં ભારે વરસાદને કારણે યમુના નદી ગાંડીતૂર બની છે. દિલ્‍હીમાં પૂરની સ્‍થિતિ સર્જાય છે. યમુના નદીનું જળસ્‍તર વધવાના કારણે અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા છે. કેજરીવાલે આપાત બેઠક બોલાવી છે તેમજ 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. 45 બોટ અને 16 કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્‍યા છે. ઘરોમાં પાણી ઘુસી જતા તારાજીના દ્રશ્‍યો સામે આવ્‍યા છે. પહાડી રાજ્‍યોમાં સતત વરસાદના કારણે યમુના નદી ખતરાના નિશાન પર છે. આજ કારણ છે કે દિલ્‍હીમાં તેનું જળસ્‍તર 45 વર્ષનો રેકોર્ડ તોડીને 208.46 મીટરે પહોંચી ગયો છે. દિલ્‍હીમાં મુશળધાર વરસાદને કારણે પૂરને કારણે યમુના નદીનું જળસ્‍તર વધીને 208.46 મીટર થઈ ગયું છે, જે 1978માં અત્‍યાર સુધીમાં નોંધાયેલા 207.49 મીટરના સર્વોચ્‍ચ જળ સ્‍તરની નજીક છે. સરકારી એજન્‍સીઓએ આ જાણકારી આપી છે. સેન્‍ટ્રલ વોટર કમિશનના ફલડ-મોનિટરિંગ પોર્ટલ અનુસાર, જૂના રેલ્‍વે બ્રિજ પર યમુનાનું પાણીનું સ્‍તર 2013 પછી પ્રથમ વખત સવારે 4 વાગ્‍યે 208 મીટરના આંકને વટાવી ગયું અને સવારે ૮ વાગ્‍યે વધીને 208.46 મીટર થયું.  દિલ્‍હીમાં છેલ્લા ત્રણ દિવસમાં યમુનાના જળસ્‍તરમાં ઝડપથી વધારો થયો છે.

મળતી માહિતી મુજબ દિલ્લીના યમુના બજાર, મોનેસ્ટ્રી માર્કેટ, નિગમબોધ ઘાટ લ, જોહરી ફાર્મ, ખડ્ડા કોલોની, બાટલા હાઉસ સહીતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં આશરે 17 હજાર જેટલાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

એક અધિકારીએ જણાવ્‍યું હતું કે દિલ્‍હી અને આસપાસના વિસ્‍તારોમાં સતત ભારે વરસાદને કારણે ઉપલા કેચમેન્‍ટ વિસ્‍તારોમાં પાણીનું સ્‍તર વધવાથી અને સંતૃપ્ત જમીનને કારણે યમુનાના જળસ્‍તરમાં અચાનક વધારો થયો હતો. વિભાગે કહ્યું કે નીચાણવાળા વિસ્‍તારોમાં રહેતા લોકોને ઊંચા વિસ્‍તારોમાં સુરક્ષિત સ્‍થાનો પર ખસેડવામાં આવ્‍યા છે. તેમણે માહિતી આપી હતી કે જાગૃતિ, સ્‍થળાંતર અને બચાવ કાર્ય માટે 45 બોટ તૈનાત કરવામાં આવી છે અને સ્‍થળાંતરિત લોકોને રાહત આપવા માટે એનજીઓની મદદ લેવામાં આવી રહી છે.

વિભાગે કહ્યું, ‘જૂનો રેલવે બ્રિજ વાહનવ્‍યવહાર માટે બંધ કરી દેવામાં આવ્‍યો છે. ઓખલા બેરેજના તમામ દરવાજા વધારાનું પાણી છોડવા અને લાંબા સમયથી ઊંચા પાણીના સ્‍તરને રોકવા માટે ખોલવામાં આવ્‍યા છે.વિભાગે જણાવ્‍યું હતું કે આ કામ માટે સંબંધિત જિલ્લાના તમામ જિલ્લા મેજિસ્‍ટ્રેટ અને તેમની સેક્‍ટર સમિતિઓ સતર્ક છે અને તેની સાથે વ્‍યવહાર કરવા માટે તૈયાર છે. સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગ દિલ્‍હી પોલીસ, દિલ્‍હી જલ બોર્ડ, દિલ્‍હી શહેરી આશ્રય સુધારણા બોર્ડ અને અન્‍ય હિસ્‍સેદારો સાથે સંકલનમાં કામ કરી રહ્યું છે.

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે  અધિકારીઓને સાવચેત રહેવા અને સંવેદનશીલ વિસ્‍તારોમાં જરૂરી પગલાં લેવા કહેવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત ક્‍વિક રિસ્‍પોન્‍સ ટીમ અને બોટ તૈનાત કરવામાં આવી છે.

દિલ્લી હાઈ એલર્ટ પર : ઉપરાજ્યપાલે તાકીદે બેઠક બોલાવી

દિલ્હીમાં મુશળધાર વરસાદ બાદ પૂરનો ખતરો છે. યમુના નદીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યા સુધીમાં દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 208.05 મીટરે પહોંચી ગયું હતું. આ બાદ યમુનાનું પાણી બજારની દિવાલમાંથી નીકળવા લાગ્યું છે. આજે સવારે 7 વાગ્યા સુધીમાં યમુનાનું જળસપાટી 208.46 મીટર નોંધાઈ હતી. આ સ્થિતિમાં પૂરના જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની એક બેઠક બપોરે 12 વાગ્યે બોલાવી છે.

ઉત્તર ભારતમાં આકાશી પ્રકોપના લીધે 91 લોકોના મોત

ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હાલ ભયંકર વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં પણ વરસાદે તબાહી સર્જી છે. અનેક રસ્તાઓ અને પુલ તૂટી ગયા છે. જેના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે. અનેક ગુજરાતીઓ સહિત પર્યટકો અને અમરનાથ યાત્રા તથા ચાર ધામની યાત્રાના શ્રદ્ધાળુઓ ફસાયા છે. ઉત્તરાખંડમાં મંગળવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ, ભૂસ્ખલન અને મોટા મોટા પથ્થરો પહાડો પરથી ઘટનાઓ બની ચૂકી છે. ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જેમાં મધ્ય પ્રદેશથી ગંગોત્રી દર્શન કરવા માટે આવેલા શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. જો કે, હાલ હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં વરસાદે થોડી રાહત આપી છે. જેના કારણે સ્થાનિક તંત્રને રાહત અને બચાવ કાર્ય તથા રોડ રસ્તાના સમારકામ માટે મંજૂરી પણ મળી ગઈ છે. ભારે વરસાદના કારણે મગળવારે વધુ 21 લોકોનાં મોત થયા હોવાનો આંકડો સામે આવ્યો છે. એક્સીડન્ટ, ભૂસ્ખલન અને પૂરના કારણે ગઈ 8 જુલાઈથી અત્યાર સુધીમાં કુલ 91 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

રોડ રસ્તા સહીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કરોડો રૂપિયાનું નુકસાન

ઉત્તર ભારતમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલન જેવી ઘટનાઓના કારણે અનેક રસ્તાઓ તબાહ થઈ ચૂક્યા છે. 800થી પણ વધુ રસ્તાઓને નુકસાન થયુ છે. કેટલાંય પુલો તૂટી ગયા છે. ઠેર ઠેર નુકસાન થયું હોવાથી રાજ્યને કરોડોનું નુકસાન થયું છે. બીજી તરફ, અહીં અનેક લોકો ફસાયા છે. કેટલાંય મકાનો પણ તૂટી ગયા હોવાના અહેવાલ મંગળવારે સામે આવ્યા હતા. જેના કારણે સ્થાનિકો સહિત અહીં ફરવા કે દર્શન કરવા માટે કે પછી ટૂરમાં આવેલા અસંખ્ય લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

હરિયાણાના 10 જિલ્લામાં પૂરપ્રકોપ : 8 લોકોના મોત, જનજીવન અસ્ત વ્યસ્ત

પહાડો પર તબાહી સર્જ્યા બાદ હવે નદીઓના પાણી મેદાની વિસ્તારોમાં તબાહી મચાવી રહ્યા છે. યમુનાનગરમાં હથિનીકુંડ બેરેજમાંથી સતત પાણી છોડવાના કારણે યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર રહ્યું છે. યમુનાનું પાણી રાજ્યના વધુ ત્રણ જિલ્લા સોનીપત, ફરીદાબાદ અને પલવલમાં પ્રવેશ્યું છે. હવે હરિયાણાના 10 જિલ્લા પંચકુલા, યમુનાનગર, અંબાલા, કરનાલ, કૈથલ, કુરુક્ષેત્ર અને પાણીપત પૂરની ઝપેટમાં આવી ગયા છે. રાજ્યના વિવિધ ભાગોમાં પૂર અને પાણી ભરાવાને કારણે આઠ લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી મનોહર લાલે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પરિવારોને 4 લાખ રૂપિયાની સહાય અને મકાનોના સમારકામ માટે સહાયની જાહેરાત કરી છે. બુધવારે પાનીપતમાં યમુનાના પાણીએ ફરી પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવ્યું હતું. અહીં ગટર નંબર-2 તૂટી ગઈ છે. જેના કારણે ભલ્લૌર ગામ સહિત અડધો ડઝન ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. પત્થરગઢ પાસે મંગળવારે અહીં યમુના બંધ તૂટી ગયો હતો. જેના કારણે નદીનું પાણી પાણીપત-હરિદ્વાર સ્ટેટ હાઈવે સુધી પહોંચી ગયું હતું અને લગભગ 15 ગામોનો 25 હજાર એકર પાક ડૂબી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.