સૌરાષ્ટ્રના પાટનગર અને કલાના ઉપાસક રાજકોટમાં નિયો રાજકોટ ફાઉન્ડેશન દ્વારા હેમુ ગઢવી હોલમાં આયોજજીત સપ્ત સંગીતી કલા મહોત્સવમાં બીજો દિવસ ભારે રસીક બન્યો હતો. સમાજ સેવા તથા રચનાત્મક કાર્યના પ્રકલ્પોને કંઇક અનોખી રીતે કરી છુટવાના ધ્યેયથી રચાયેલ નીઓ રાજકોટ ફાઉન્ડેશન અયોજીત શાસ્ત્રીય સંગીતના મેઘધનુષ્ય સમાન સપ્ત સંગીતિ 2024 કલા મહોત્સવના બીજા દિવસની સાંજ સ્વર સમ્રાજ્ઞી પદ્મશ્રી શુભા મુગલે શાસ્ત્રીય ગાયન થકી અલૌકિક માહોલ સર્જયો.
હેમુ ગઢવી ઓડીટોરીયમમાં રાગ શ્યામ કલ્યાણ બાંસુંરીવાદની થઇ જમાવટ: આજે કંઠીય સંગીતનો જલસા
રાજકોટના શાસ્ત્રીય સંગીતના ભાવકો થયા શાસ્ત્રીય કંઠય સંગીતમાં રસતરબોળ. આ સુરીલી સાંજની શરુઆત દીપ પ્રાગટય દ્વારા કરાઇ, જેમાં બીજા દિવસના મુખ્ય પેટ્રન ઓમની ટેક એન્જિનિયરિંગ લિ. પરિવારના ઉદયભાઇ પારેખ સાથે શુભેચ્છકો ડો સલોની શાહ, ડો નિર્ભય શાહ તથા ડો. ગઢે દિપ પ્રાગટયમાં જોડાયા હતા. નીઓ રાજકોટ ફાઉન્ડેશને દાતાઓની દિલાવરીનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના માસ્ટર ઓફ સેરેમની તરીકેની જવાબદારી નીઓ સજકોટ ફાઉન્ડેશનના ડિરેક્ટર વિક્રમભાઇ સંઘાણીએ નીભાવી હતી.કાર્યક્રમના પ્રથમ ચરણમાં વિપુલ વોરાનું બાંસુરીવાદને સાંજનો સાંગીતિક માહોલ સર્જયો હતો. વિપુલભાઈ પં. રોણું મજુમદારજીના ગંડાબંધ શિષ્ય છે
તેમજ સમ સંગીતિ 2020 માં રાજકોટ ખાતે તેમણે રોણુંજી (ગુરુજી) સાથે સ્ટેજ પર બાંસુરી સાથ આપ્યો હતો. તેમની સાથે તબલા ઉપર યશ પંડયાએ તબલા સંગત કરી હતી. યશભાઇ તબલા સાથે શ્રીમતી પિયુબહેન સરખેલ પાસે ગાયનની પણ તાલીમ લઈ રહ્યા છે. વિપુલભાઇ વોરા એ બાંસુરી પર રાગ મારવા અને ત્યારબાદ રાગ પૂરિયા કલ્યાણ પ્રસ્તુત કર્યો હતો. તેમની સાથે યશ પંડયા એ ખુબ સુંદર તબલા વાદન નિભાવ્યું હતું. કલ્યાણ થાટ માં પ્રવેશ પહેલા જોલ રાગ વગાડવો જઈજરૂરી ડોય તેમણે ખૂબ પ્રચલિત પુરિયા કલ્યાણ ની બંદિશ ’બહોત દિન બીતે બીતે રી’ મધ્યલય તીનતાલમાં પ્રસ્તુત કરી હતી.