કુસ્તરીની કિંમત વધતા તસ્કરોએ ડુંગળીની ચોરી તરફ વળ્યા: યાર્ડના સિક્યુરિટીમેને ઝડપી પોલીસ હવાલે કર્યા
સમગ્ર દેશમાં ડુંગળીના વધેલા ભાવના કારણે ગોકીરો ચાલી રહ્યો છે ત્યારે તસ્કરોને પણ કસ્તુરીની ચોરી કરી માલમાલ થવાના અભરખા સાથે ભાવનગરના ચિત્રા ખાતે આવેલા માકેર્ટીંગ યાર્ડમાં આવેલી શિવ શક્તિ ઓનીયન નામની પેઢીમાંથી રૂપિયા .૪૪ હજારની કિંમતની ૫૦ કિલો ડુંગળીની બોરી ચોરી કરતા બે તસ્કરોને સિક્યુરિટી ગાડે ગેઇટ પાસેથી ઝડપી બંને તસ્કરોને પોલીસ હવાલે કર્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદકા ગામે વેલનાથ જગ્યા પાસે રહેતા અશ્ર્વિન જસમત વાઘેલા અને તેનો ભાઇ ગોપાલ જસમત વાઘેલા ભાવનગર ચિત્રા ખાતે આવેલા માકેર્ટીંગ યાર્ડમાંથી ડુંગળીની બોરી સાથે બહાર નીકળ્યા ત્યારે ગેઇટ પરના સિકયુરિટી ગાર્ડે બંને પાસે ડુંગળી ખરીદીના બીલ અને ગેઇટ પાસ જોવા માગતા તેઓ પાસે ન હોવાથી ડુંગળી ચોરાઉ હોવાનું જણાતા સિકયુરિટી ગાર્ડના ઇન્સ્પેકટર પંકજભાઇ, યાર્ડના ડાયરેકટર દશરથસિંહ રમજુભા, વાઇસ ચેરમેન છોટુભા રવુભા, સેક્રેટરી દોલુભાને જાણ કરતા તેઓએ ડુંગળીની બોરી પરના માર્કાના આધારે પેઢીના માલિક રોશનલાલ કનૈયાલાલને યાર્ડે બોલાવી ડુંગળી વેચાણ અંગે પૂછતા તેઓએ ડુંગળી વેચાણથી નહી પણ ચોરી લીધાનું બહાર આવતા બંને તસ્કરોને પોલીસ હવાલે કરવામાં આવ્યા છે.