પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક, ઈન્ડિયન બેંક, અને એસબીઆઈનું કદ વધી જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર ભારતના અર્થતંત્રને ૫ ત્રીલિયન અમેરિકન ડોલર નું કદ આપવા પ્રતિબદ્ધ બન્યું છે સાથે સાથે ભારતનું અર્થતંત્ર વ્યાપાર વ્યવહાર અને કર માળખું પણ વિશ્વ સમાજ સુસંગત કરવા માં આવી રહ્યું છે ગુડ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી નું કર માળખું પણ ભારત સાથે વેપાર વ્યવહાર કરતા વિશ્વના અન્ય દેશોની સરળતા માટે અમલમાં આવ્યું છે. હવે સરકાર ભારતની બેન્કોને પણ વૈશ્વિક માપદંડો કદ અને કાર્યક્ષમતા કાર્યપ્રણાલીને સુસંગત બનાવવા બેંકોના એકીકરણની પ્રક્રિયા હાથ ધરી ને બેંકોનું કદ વધારવા નું કામ શરૂ કરી ચૂકી છે ,ભૂતકાળમાં સૌપ્રથમ વાર દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ બેન્કોના રાષ્ટ્રીયકરણની નું હિંમતભર્યું પગલું ઉઠાવ્યું હતું ,નરેન્દ્ર મોદી સરકાર પણ નાની-નાની બેંકોના સમૂહને એકત્રિત કરીને બેંકો ની કાર્યક્ષમતા અને આર્થિક ક્ષમતા વધુ વિસ્તૃત બનાવવા આગળ વધી રહી છે.
મંત્રી નિર્મલા સીતારામને બુધવારે જાહેર કર્યું હતું કે દેશની દસ જાહેર ક્ષેત્રની બેંકો નું એકીકરણ કરી ને ચાર મોટી બેંક માં રૂપાંતર કરવાનું અમલ એપ્રિલ ૧ ૨૦૨૦ થી શરૂ થઇ જશે કેન્દ્રીય કેબિનેટ મંત્રાલયએ બેંકોના એકત્રીકરણ ની દરખાસ્ત મંજૂર કરી ને સરકારે આ અંગે ની પ્રક્રિયા આગળ વધારી છે આ મુદ્દે કાયદાકીય મુદ્દો હવે બાકી રહ્યો નથી. દેશની ૧૦ નાની બેંકોનું એકીકરણ કરીને ચાર મોટી બેંકો બનાવવાનું નીતિવિષયક નિર્ણય અગાવજ બેંક બોર્ડ લઈ ચૂક્યું હતું બેંકોના એકીકરણ ભારતમાં વૈશ્વિક કક્ષાની બેંકોનું નિર્માણ કરવા માટે થયું હોવાનું મંત્રીએ જણાવ્યું હતું બેંકોના મહા એકીકરણની કવાયતની બેંકિંગ ક્ષેત્રમાં આવશ્યકતા હતી સરકારે ફીલીતિં ૨૦૧૯ માં નાની નાની બેંકોના એકીકરણથી ચાર મોટી બેન્ક નું નિર્માણ કરીને દેશની ૨૭ મોટી બેંકનો આંકડો બાર સુધી લઈ જવાનું ૨૦૧૭માં નક્કી કરી લીધું હતું સરકારી બેન્કોને વૈશ્વિક કક્ષાની બેંકો સાથે સુસંગત હોય તેવા માપદંડ સાથે બનાવવા આ કવાયત શરૂ કરવામાં આવી છે યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સને પંજાબ નેશનલ બેંકમાં સામેલ કરી લેવામાં આવશે સિન્ડિકેટ બેન્ક ને કેનેરા બેન્ક માં અલ્હાબાદ બેન્ક ને ઇન્ડિયન બેંક માં આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્ક ને ઇન્ડિયન બેંક ઓફ ઇન્ડિયા માં સામેલ કરી લેવામાં આવશે.
ગયા વર્ષે દેના બેન્ક અને વિજ્યાં બેંકને બેંક ઓફ બરોડા સાથે મેળવી લેવામાં આવી હતી સરકાર ૫ સંલગ્ન એસબીઆઇની બેંકો અને ભારતીય મહિલા બેંકને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માં ભેળવી હતી સરકારના બેંકોના એકીકરણની આ યોજનાનો અમલ એપ્રિલની પહેલી તારીખથી શરૂ થઇ જશે દેશની ૨૭ મોટી બેંકોની બેંકિંગ વ્યવસ્થામાં હવે નાની નાની બેંકોને મોટી બેંકોમાં સામેલ કરી દેશની મૂળભૂત મોટી બેંક નો આંકડો બાર સુધી સીમિત કરવામાં આવ્યો છે ભારતમાં બેન્કિંગ ક્ષેત્રે ધરમૂળમાંથી પરિવર્તન લાવવા સરકારે ફીલીતિં ૨૦૧૯ થી બેંકોમાં એકીકરણની કવાયત શરૂ કરી દીધી હતી ભારતમાં વિશ્વ કક્ષાની બેંકોના કદ આકાર અને કાર્યક્ષમતા વાળી બેન્ક નું નિર્માણ કરવા માટે આ કવાયત હાથ ધરી હોવાનું નાણામંત્રીએ પોતાનો મત વ્યક્ત કર્યો હતો.