ઉપેન પટેલ, શિવ દર્શન, નતાશા ફર્નાન્ડીઝ, રુમી ખાનનિર્માતાસુનિલ દર્શનનિર્દેશકસુનિલ દર્શનમ્યુઝિકનદીમ સૈફી ફિલ્મ ટાઈપ: લવ ટ્રાયેન્ગલ સિનેમસૌજન્ય: કોસ્મોપ્લેકસરેટિંગ: ૫ માંથી ૨ સ્ટાર
સાંસો કી જરૂરત હૈ જૈસે… સંગીતકાર નદીમની વાપસી
સાંસો કી જ‚રત હૈ જૈસે જીંદગી કે લિયે બસ ઈક સનમ ચાહિયે આશિકી કે લિયે. ૧૯૯૦ના દશકામાં મેલોડીઅસ મ્યુઝિકથી ધમાલ મચાવનાર અને સતત ત્રણ વર્ષ સુધી સર્વશ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મ કેર એવોર્ડ જીતનારા સંગીતકાર નદીમ-શ્રવણ પૈકી નદીમ સૈફીએ બોલીવુડમાં વાપસી કરી છે. તેઓ લંડન રહે છે. કેમ કે, ગુલશન કુમાર હત્યા કેસમાં વોર્ન્ટ છે.
નદીમ સૈફીએ ફિલ્મ એક હસીનાથી એક દીવાના થામાં મેલોડીઅસ સંગીત આપ્યું છે. જો કે, આજના દૌરમાં નદીમ ફરી ૧૯૯૦ના દશકા જેવો જાદુ જગાવી શકશે ?
સ્ટોરી: સન્ની (ઉપેન પટેલ) અને નતાશા (નતાશા ફર્નાન્ડીઝ)ની સગાઈ થઈ ગઈ હોય છે અને નજીકના દિવસોમાં તેમના લગ્ન થવાના હોય છે. દરમિયાન, એક ઘટનામાં અકસ્માતમાંથી નતાશાને સામાન્ય ઘરનો યુવક દેવધર (શિવ દર્શન) બચાવે છે. નતાશાને દેવધર માટે પ્યાર જાગે છે પરંતુ નતાશાના પરિવારજનો કહે છે કે, રહસ્યમય જગ્યાએ રહેતો દેવધર એક આત્મા છે. નતાશાને કોઈ અકળ કારણસર અજાણ્યો હુમલાખોર હત્યા કરવા ચાહે છે ત્યારે દેવધર ઢાલની માફક નતાશાની આડે ઉભો રહી જાય છે. ફિલ્મના કલાઈમેકસમાં શું થાય છે ? નતાશાના લગ્ન કોની સાથે થાય છે ? સન્ની સાથે કે દેવધર સાથે?
એકિટંગ: ફિલ્મમાં મુખ્ય કલાકારો શિવ દર્શન, નતાશા ફર્નાન્ડીઝ કે ઉપેન પટેલ ત્રણેયમાંથી કોઈપણની એકિટંગમાં દમ નથી. નતાશાની આ પહેલી ફિલ્મ છે. તેની શ‚આત બિલકુલ કમજોર થઈ છે. શિવ દર્શને એકિટંગના પાઠ ભણવાની જ‚ર છે. ઉપેન પટેલની ડાયલોગ ડીલીવરી નબળી છે. તેના હિન્દી સંવાદોમાં અંગ્રેજી છાંટ છે.
ડાયરેકશન: જેમ ફિલ્મની સ્ક્રિપ્ટ કમજોર છે તેમ સુનિલ દર્શનનું ડાયરેકશન પણ કમજોર છે. કોઈ પણ કિરદારનું ચિત્રાંકન કે રજુઆત ઠીક નથી. સુનિલ દર્શન એક સાથે ઘણી જવાબદારી ઉઠાવવા ગયા તેમાં એક પણ ડીપાર્ટમેન્ટ તેઓ સાચવી શકયા નથી.
મ્યુઝિક: ફિલ્મમાં મ્યુઝિક નદીમ-શ્રવણ ફેઈમ નદીમ સૈફીએ તૈયાર કર્યું છે. ફિલ્મના સ્તરની તુલનામાં મ્યુઝિક મેલોડીઅસ છે. ફિલ્મના ગીતો પલક મુછાલ અને હૃતિક દેસાઈએ ગાયા છે. ફિલ્મનું એક પણ ગીત લોકપ્રિય થઈ શકયું નથી. રાજુ ખાનની કોરિયોગ્રાફી અને રોહિત કુલકર્ણીનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક એવરેજ છે.
ઓવરઓલ: ફિલ્મ એક હસીના થી એક દીવાના થા એક વાહિયાત કક્ષાની લવ ટ્રાયેન્ગલ મુવી છે. ફિલ્મના શો અમુક મલ્ટીપ્લેકસમાં તો શ‚ પણ થઈ શકયા ન હતા. આ ફિલ્મ ન જોવામાં જ સાર છે. આવતા અઠવાડીયે તારીખ ૭ જુલાઈને શુક્રવારે શ્રીદેવી અને નવાઝુદીન સિદિકીની ફિલ્મ મોમ રીલીઝ થઈ રહી છે તે જોવી બહેતર રહેશે.