જયોતિષશાસ્ત્રની આ આગાહી વિષે સમીક્ષા અસંભવ, પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનનું સિંહાસન ડોલમડોલ છે એ નિર્વિવાદ: જરૂર પડશે તો યુધ્ધ કરવાની વિદ્રોહીઓની ચેતવણી પડોશી દેશનો આંતરિક ભડકો ભારતે પણ સાવધ રહેવા જેવો ?
જયોતિષની આગાહીઓ સાચી જ પડે એમ કહી શકાય તેમ નથી. અને ખોટી જ પડે એમ પણ કહીશકાય તેમ નથી…
પાકિસ્તાનની હમણા સુધીની રાજકીય ઘટનાઓ એવું માનવા પ્રેરે છે કે, હિન્દુસ્તાનના ભાગલાના વખતથી હમણા સુધી આ કટ્ટરપંથી પડોશી દેશ કદાપિ સ્થિર થયો નથી…
પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારની અત્યારે તો એની હાલત અતિ અસ્થિર છે. ઈમરાન ખાનના રાજીનામાની માગ સાથે જમિયત ઉલેમા-એ-ઈસ્લામ ફઝલના નેતા મૌલાના ફઝલુર રહેમાનના નેતૃત્વમાં વિરોધ પક્ષની આઝાદી માર્ચ ઈસ્લામાબાદ પહોચી ગઈ છે. જુલુસની આગેવાની કરી રહેલા મૌલાના ફઝલુર રહેમાને કહ્યું કે તેમની પાર્ટી દ્વારા પીટીઆઈ સરકારને અલ્ટીમેટમ આપી દેવાયું છે. કે, તેમનો સમય હવે સમાપ્ત થઈ ગયો છે.
તેની સામે વડાપ્રધાન ઈમરાન ખાને સ્પષ્ટ કરી દીધું છે કે, રાજીનામું આપવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી જો આઝાદી માર્ચવાળાને જમવાનુંજોઈતુ હશે તો અમે તે પહોચાડીશું પરંતુ રાજીનામાની વાત તેમની તદન નિરર્થક છે.
બીજી બાજુ, અમેરિકા ખૂલ્લેઆમ કહી રહ્યું છે કે, પાકિસ્તાનમાં આતંકી રંજાડ સાથે ઉકળતા ચરૂ જેવી હાલત છે. વોશિંગ્ટનનો અહેવાલ દર્શાવે છે કે, અમેરિકન વિદેશ વિભાગે ક્ધટ્રી રિપોર્ટ ઓન ટેરરિઝમ ૨૦૧૮ જાહેર કર્યો છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન તેમની જમીન પર આતંકીઓને ફન્ડીંગ, ભરતી અને ટ્રેનીંગ રોકવામાં નિષ્ફળ રહ્યો છે. રિર્પોમાં પાકિસ્તાનને અફઘાન તાલીબાન અને હકકાની નેટવર્ક માટે સુરક્ષીત આશરો મનાયો છે. અહીના રાજકીય નેતાઓએ તાલીબાનોને જાહેરમાં સમર્થન આપ્યું છે.
પાકિસ્તાનમાં જબરી ઉથલપાથળને ટાંકણે જ કેન્દ્ર શાસીત ચંદીગઢમાં સેકટર ૩૬માં આવેલી સેન્ટ્રલ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી બિલ્ડીંગના નીચે બંક્ર મળ્યા પછી શહેરવાસીઓ અચંબીત થઈ ગયા છે.
આ બધુ દર્શાવે છે કે, જબરી સનસનાટીઓને આરે ઉભેલા પાકિસ્તાનની ઘટનાઓને અનુલક્ષીને ભારતે પણ સાવધ રહેવું પડશે !
અત્યારે જે વિદ્રોહી પરિબળોએ ઈમરાનને પદભ્રષ્ટ, સત્તાભ્રષ્ટ કરવા તેના ઉપર કરેલું દબાણ રકતપાતની સંભાવનાની ચરમસીમાએ પહોચ્યું છે. આમાં લશ્કરની ભૂમિકા કેવી રહેશે તે જોવાનું રહે છે. છતા પાકિસ્તાન ગમે ત્યારે ફાટે એવા જવાળામુખીના શિખરે હોવાનું જણાઈ આવે છે. એમાં અમેરિકા અને ચીનની ભૂમિકા તેમજ કટ્ટરપંથી ઈસ્લામિક રાષ્ટ્રોનીક ભૂમિકાકેવી રહેશે એ પણ જોવું પડશે !..
જો ઈમરાન-સરકાર પદભ્રષ્ટ થાય તો શું થાય એ તરફ નજર રાખવાનું અને જરૂર પડયે તાકીદનાં પગલાં માટે સજજ રહેવાનું ભારત સરકાર માયે અનિવાર્ય બનશે !