રાજકોટ કલેકટર કચેરી ખાતે ગઇ કાલ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત શાળા આરોગ્ય તપાસણીની સંકલન સમીતીની બેઠક કલેકટર રૈમ્યા મોહનની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

દર વર્ષની માફક આ વર્ષે પણ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અન્વયે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ કે જે આગામી તા. ૨૫ નવેમ્બર થી તા. ૩૦/૦૧/૨૦૨૦ નવેમ્બર સુધી ચાલનાર છે. તેની સંકલન સમીતીની બેઠક યોજાઇ હતી. જેમાં સમીતીના ચેરપર્સન અને કલેકટર રૈમ્યા મોહને આ અન્વયે થનાર કામગીરીના આયોજનની સમિક્ષા કરી હતી. કલેકટર રૈમ્યા મોહને આ તકે ખાસ શ્રમજીવી વિસ્તાર અને વાડી વિસ્તારમાં અન્ય રાજયોમાંથી આવતાં શ્રમીકોના બાળકોને આવરી લેવા તથા એક પણ બાળક આ આરોગ્ય તપાસણીમાંથી બાકાત ન રહે તે માટે ઉપયેાગી સુચનો કર્યા હતા. આ આરોગ્ય તપાસણી કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કુલ ૩૪૫ ટીમો બનાવી સતત પાંચ થી સાત દિવસ સુધી દરેક શહેરી અને ગ્રામ્ય  વિસ્તારની શાળાઓ ખાતે ખાસ ઝૂંબેશ સ્વરૂપે કારમગીરી કરી બાળકોના પ્રાથમિક આરોગ્યની તપાસ કરી જરૂર પડયે નિષ્ણાંત તબીબો દ્વારા ચકાસણી કરી જરૂરી સારવાર આપવા તથા આગળ ધનિષ્ટ સારવાર માટે ભલામણ કરવાની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત બાળકોમાં અને વાલીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અંગે કામગીરી કરાશે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક, માધ્યમીક, આંગણવાડી તથા અન્ય શાળાઓ મળી કુલ ૩૨૨૪ સંસ્થાના કુલ ૪,૧૮,૩૩૩ બળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવશે. તેજ રીતે શહેરી વિસ્તારમાં પણ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા કુલ ૧૬ ટીમો બનાવી તેમને તાલીમબધ્ધ કરી દરેક ૧૮ વોર્ડમાં કામગીરી કરવામાં આવશે.

7537d2f3 3f16 418c 8e45 6b879e722c20 1

ઉલ્લેખનીય છેકે ગત વર્ષે આ કાર્યક્રમ અંતર્ગત તપાસાયેલા કુલ ૪૧૦૦૫૬ બાળકો પૈકી ૨૯૪૬ બાળકોને ચાલુ વર્ષે ઓગષ્ટ-૨૦૧૯ સુધીમાં સંદર્ભ સેવાઓ મળેલી છે. જેમાં ૮૨૯ બાળકોને બાળરોગ નિષ્ણાત, ૯૧૬ બાળકોને આંખરોગના નિષ્ણાત, ૪૭૯ બાળકોને દંતરોગ નિષ્ણાત, ૩૭ર બાળકોને ચામડીના રોગના નિષ્ણાત, ૧૭૫ બાળકોને કાન, નાક,ગળાના નિષ્ણાંત તથા ૧૭૫ અન્ગ રોગના નિષ્ણાત તબીબો પાસે સારવાર પાઇ હતી. જેમાં હદય રોગના ૧૪૭ બાળ દર્દીઓ, કીડનીના ૩૩, કેન્સરના ૪૧ તથા થેલેસેમીયાના ૩૭ બાળ દર્દીઓને સુપર  સ્પેશીયાલીટી સારવાર રાજય સરકાર દ્વારા વિનામુલ્યે પુરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત ૩૯ બાળકોને કલબફુટ, ૧૮ બાળકોને કલેફટ લીપ પેલેટ તથા ૪ બાળ દર્દીઓને કોકલીયર ઇમ્પ્લાન્ટની સારવાર વિનામુલ્યે પુરી પાડવામાં આવી હતી. કેન્દ્ર અને રાજય સરકારના આ મહત્વાકાંક્ષી કાર્યક્રમ અન્વયે બાળકો કે જે દેશનું ભવિષ્ય છે તેને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવાની શુભઆશયથી કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત કોઇપણ બાળક વંચિત ન રહે તે માટે દર વર્ષે સધન ઝુંબેશ સ્વરૂપે આ કામગીરી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.