કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલની મહત્વની જાહેરાત; વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન શરૂ થઈ જશે
બુલેટ ટ્રેનના પ્રારંભથી માત્ર ૩ કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી જવાશે; ૧૦ કોચમાં એક સાથે ૭૫૦ મુસાફરો કરી શકશે મુસાફરી
ભારતીય રેલવે માળખાને આધુનિક કરવા સરકાર સતત પ્રયત્નોમાં જુટાઈ છે. ગુજરાતમાં કયારે બુલેટ ટ્રેન શરૂ થશે એ માટે ગુજરાતવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગુજરાતવાસીઓની આતુરતાનો અંત વર્ષે ૨૦૨૨ સુધીમાં આવી જશે જી.હા, બુલેટ ટ્રેનનો મોદી સરકારનો આ મહ્ત્વકાંક્ષી પ્રોજેકટ વર્ષ ૨૦૨૨ સુધીમાં અમલી બનાવવા રેલવે મંત્રાલયે કવાયત હાથ ધરી છે. ભારતની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે શરૂ થનાર છે. તેમાં પણ મહત્વની અને રસપ્રદ વાતએ છે કે, અમદાવાદથી મુંબઈ જવા માટે દર ૨૦ મીનીટે બુલેટ ટ્રેન મળશે.
અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થવાથી સૌ પ્રથમનો અમદાવાદથી મુંબઈ જવું સરળ બનશે. અને મુસાફરીમાં લાગતો સમય ઘટશે. અત્યારે અમદાવાદથી મુંબઈ જવા માટે ટ્રેન દ્વારા સાત કલાકનો સમય લાગે છે જે બુલેટ ટ્રેન શરૂ થવાથી માત્ર ત્રણ લાખમાં પહોચી જવાશે આ વિશે જાહેરાત કરતા કેન્દ્રીય રેલવે મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ પૂર્ણ થઈ જશે અને દેશની સૌથી પ્રથમ હાઈસ્પીડ બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે દોડશે.
જણાવી દઈએ કે, આ બુલેટ ટ્રેનમાં દસ કોચ હશે જેમાં આશરે ૭૫૦ મુસાફરો એક સાથે મુસાફરી કરી શકશે અને દર વીસ મીનીટે અમદાવાદથી મુબંઈ જવા માટે પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. રેલવે મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું કે, બુલેટ ટ્રેનનો મુખ્ય હેતુ વધુ અંતર ટુંક સમયમાં કાપવાનો છે.
એટલે કે અમદાવાદથી મુંબઈ જતા લાગતો સમય ઘટાડવાનો છે. આ બુલેટ ટ્રેન માટે બાર સ્ટેશનો ઉભા કરાશે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં બુલેટ ટ્રેનની શરૂઆત કરવાની પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. ગયા વર્ષે જાપાનના સિંઝો આબેની ભાગીદારીની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન પ્રોજેકટ લોન્ચ કર્યો હતો. અને અત્યાર સુધીમાં ટ્રેનની ડીઝાઈન, સાધન સરંજામ ખરીદવાની પ્રક્રિયા ટનલ વગેરેનું કામ પૂર્ણ થઈ ચૂકયું છે. બુલેટ ટ્રેનને લઈ લોકોમાં અનોખી આતુરતા જોવા મળી રહી છે. તો બીજી તરફ વીપક્ષો બુલેટ ટ્રેનને લઈ પીએમ મોદી પર આકરા પ્રહારો કરવાનું ચૂકયા નથી.
શિવસેનાએ શાબ્દિક પ્રહારો કરતા કહ્યું હતુ કે, બ્રિંજના સમારકામ કે નવ નિર્માણ માટે કેન્દ્ર સરકાર પાસે રૂપીયા નથી તો માત્ર એક દિવસમાં બુલેટ ટ્રેન પર રૂપીયા ૩૦ હજાર કરોડ કેવી રીતે ફાળવ્યા? આ સામે વળતો પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું હતુ કે બુલેટ ટ્રેનનો વિરોધ કરનારા લોકો બળદ ગાડા પર જ બેસવા માંગે છે.