એક વિચિત્ર મોટા અવાજથી વરસાદના આગમનની છઠી પોકારે તે દેકો પૂંછડી વગરની આ પ્રજાતિઓ વિશ્ર્વભરમાં ૬૩૦૦ જેટલી જોવા મળે છે. સંશોધનકારના મત મુજબ પૃથ્વી પર ૨૬૫ કરોડ વર્ષ પહેલા પણ તેનું અસ્તિત્વ જોવા મળ્યું હતું, પ્રાચિન ગ્રીકમાં જોવા મળતાં હતાં, સમગ્ર દુનિયા સાથે ભારતમાં પણ વિવિધ કલરના ચિત્ર-વિચિત્ર દેડકા જોવા મળે છે, તેમનું વિચિત્ર શરીર માનવ રચના સાથે મળતું હોવાને કારણે સંશોધનમાં તબિબ શિક્ષણમાં તેનો ઉપયોગ ઊંદર, સસલુ અને ગીની પીંગ સાથે થાય છે. તબિબી શિક્ષણમાં બેઝીક સમજણ માટે તેનો ઉપયોગ આજકાલ થતો જોવા મળે છે.ગ્રંથીઓની ચામડીને કારણે આપણને ગમતું નથી વિવિધ કલરો સાથે રંગ બદલતા ડેડકા પણ પૃથ્વી પર છે. ભૂરા, લીલા, ચમકતા લાલ-પીળા અને કાળા રંગના દેડકા શિકારીથી બચવા છલકપણ પણ કરતાં જોવા મળે છે. કેટલીક પ્રજાતિ વૃક્ષ પર પણ રહે છે, તે સામાન્ય રીતે પાણીમાં ઇંડા આપે છે, તે શાકાહારી સાથે સર્વાહરી પણ છે. મોટા ભાગે નાના જીવ-જંતુ તેનો મુખ્ય ખોરાક છે. આપણા સાહિત્ય, ધર્મ, સંસ્કૃતિમાં તેનું મહત્વ વિશેષ જોવા મળે છે. ૧૯૫૦ તેની વસ્તીમાં ઘણી ગીરાવટ જોવા મળી હતી. આ ગાળામાં ૧ર૦ જેટલી પ્રજાતી નષ્ટ પામી હતી. વિશ્ર્વમાં અમુક જગ્યાએ ૩૨૫ કિલોના વિશાળ દેડકા પણ જોવા મળે છે.
દેડકા વિશે અવનવી વાતો સાથે ઘણી લોક વાયકા પણ આમ જનતામાં જોવા મળે છે. તે પૃથ્વી પર ર૬ કરોડ વર્ષ પહેલા જોવા મળ્યાના અશ્મિઓ રૂપે પૂરાવા છે. દેકડો પૂંવડી વગરનું કરોડરજજુવાળી પ્રાણી છે. તેમના ઇંડામાંથી ટેકપોલ તરીકેે નીકળે છે અને પાણીમાં જીવે છે તેને ત્યારે પૂંછડી હોય છે. દેડકો ચામડી દ્વારા શ્ર્વાસ લેવાની ક્રિયા કરે છે. ૭.૭ મી.મી. થી ૧ર ઇંચના દેકડા પણ જોવા મળે છે.
દેડકો ખોરાક, પાણી વગર બેભાન અવસ્થામાં જમીન નીચે પડયો રહે છે. અને પાણી મળતાં જાગૃત બને છેે તે સુસુપ્ત અવસ્થામાં મહિનો સુધી પડયો રહે છે. તેમનો ડ્રાંઉ ડ્રાંઉ અવાજ જાણીતો છે, ઘણીવાર ગળું ફૂલાવીને દૂર સુધી સંભળાય તેમ અવાજ કરે છે. તેને કાન હોતા નથી પણ આંખ પાસેના છિદ્રોથી તે સાંભળી શકે છે. તેની આંખ ઉ૫ર ત્રણ પોપચાના પડ હોય છે જે પૈકી પારદર્શક પડ પાણીમાં ડૂબકી લગાવે ત્યારે બંધ કરે છે. આગળના ટુંકા અને પાછળના લાંબા પગ તેને લાંબા કૂદકા લગાવવામાં મદદ કરે છે. તે થોડા સમયે ચામડી ઉતારે છે જે બાદમાં નવી આવી જાય છે. તેને જડબામાં ઉપર બે દાંત હોય છે. તેનાથી તે ખોરાકને પકડી ગળે ઉતારે છે. દેડકો કયારેય ખોરાક આવતો નથી.દેડકાની આંખો મોટી હોવાથી અને માથા ઉપર બંને તરફ ઉપસેલી હોવાથી તે ચારે દિશામાં જોઇ શકે છે. તે જમીન અને પાણી એમ બન્નેમાં રહી શકેછે. પૂંછડી વાળા ટેડપોલનો વિકાસ થતાં ચાર પગ આવે છે. પૂંછડી નાશ પામે છે. હાલ વિશ્ર્વમાં છેલ્લા સંશોધન મુજબ ૪૮૦૦ થી વધુ પ્રકારનાં દેકડા દુનિયામાં વસવાટ કરે છે. જાંબુડીયા કાચબા તેમનું આખું જીવન ભૂગર્ભમાં જ વિતાવે છે. તે થોડા દિવસ જ જમીન સપાટી પર આવે છે.