લાભુભાઇ જેવુ મિત્રતાનું સુખ અને ભાગ્યે જ અન્ય મિત્રો પાસેથી સાંપડ્યું હશે. મિત્રતા નિભાવવામાં તેનો જોટો જડવો મુશ્કેલ છે.
મનસુખભાઇ પટેલ લાભુભાઇના અંગત મિત્રોમાંના એક હતા.મિત્રતાની સાચી વ્યાખ્યા કાં તો કૃષ્ણ-સુદામાની કથાઓમાં જોવા મળે, કાં તો અમારી મિત્રતામાં એમ જણાવતા મનસુખભાઇએ જણાવ્યું કે લાભુભાઇ એક ઉમદા મિત્ર બની રહ્યા અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેમણે હંમેશા મિત્રતા નિભાવી જાણી હતી.મારા ઘરમાં એક વખત સર્પ ઘુસી ગયો હતો. હું પણ ઘરેથી બહાર હતો.
મને જાણ થતાં જ ઉતાવળે ઘેર પહોંચ્યો અને સર્પ પકડનારાઓનો સંપર્ક કરવા લાગ્યો.આ વાતની લાભુભાઇને ખબર પડતા સાત કામ પડતા મુકીને તે અમારા ઘેર દોડી આવ્યા હતા અને જ્યાં સુધી સર્પ પકડનારા એ સાપને લઇને ના ગયા ત્યાં સુધી તેઓ અમારા ઘેર રોકાયા હતા.મિત્રોની આવી દરેક મુશ્કેલીમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા.