આલૂને ડાઉટ છે કે બોયફ્રેન્ડ સિધ્ધાર્થ મલ્હોત્રા વચ્ચેની દૂરિયા માટે જેકી જવાબદાર છે

ખાસ બહેનપણીઓ આલિયા ભટ્ટ અને જેકલિન ફર્નાન્ડીઝની દોસ્તીમાં દરાર પડી ગઈ છે. તેમની વચ્ચે કીટ્ટા થઈ ગઈ છે. એટલે જ તો જેકીએ સોશિયલ મીડિયા પર આલૂને અનફોલો કરી દીધી છે.આલૂ ઉર્ફે આલિયાને ડાઉટ છે કે બોયફ્રેન્ડ સિધ્ધાર્થ મલ્હોત્રા વચ્ચેની દૂરિયા માટે જેકી ઉર્ફે જેકવેલિન જવાબદાર છે. હજુ હમણાં જ સિધ્ધાર્થ મલ્હોત્રા અને જેકવેલિન રીલીઝ થઈ છે. આ સિવાય પ્રમોશન માટે બન્ને ઘણા દિવસે સાથે હર્યા ફર્યા. આથી સ્વાભાવિક રીતે જ આલિયા ઈન સિકયોર થઈ ગઈ. તેને સિડ ઉર્ફે સિધ્ધાર્થ સાથે સારી ફ્રેન્ડશીપ છે. ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર વખતથી બન્નેના દિલ મળી ગયા છે.આલિયાની આગામી ફિલ્મનું નામ ‘રાઝી’ છે તેમાં તે પાકિસ્તાનના આર્મી કમાન્ડરની બેવા એટલે કે વિધવા પત્નીની ભૂમિકા ભજવે છે. એમ કહી શકાય કે આલિયા આ ફિલ્મની ‘હીરો’ છે. ખૂબ જ સશક્ત ભૂમિકાવાળી આ ફિલ્મનું ડાયરેકશન ગીતકાર ગુલઝારની પુત્રી મેઘના ઉર્ફે બોસ્કીએ કર્યું છે.આલિયાના પપ્પા મહેશ ભટ્ટ અને શૌતેલી બહેન પૂજા ભટ્ટ મળીને અત્યારે ફિલ્મ સડક પાર્ટ-૨ની તૈયારી કરી રહ્યાં છે. આમાં આલિયા હશે કે કેમ તે હજુ નક્કી નથી પરંતુ તેના કાકા મુકેશ ભટ્ટની ફિલ્મ આલિયા ક્ધફર્મ છે. આમા હીરો તરીકે સિધ્ધાર્થ મલ્હોત્રાનું નામ ચર્ચામાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.