ફ્રેન્ડશિપ બેલ્ટ, કપલ બેલ્ટ, બ્રેસલેટ ટાઈપના ફ્રેન્સી બેલ્ટે ઘેલુ લગાડયું
તા.6 ઓગસ્ટે ફ્રેન્ડશિપ ડે છે. મિત્રતાને કોઈ વય હોતી નથી, મિત્રતા ગમે ત્યારે, ગમે તેની સાથે નાત, જાતના ભેદભાવ વગર બંધાઈ જતી હોય છે. ફ્રેન્ડશિપ ડે ને ઉજવવા યુવાધન ઘેલું બન્યું છે. ફ્રેન્ડશિપ ડે ઉજવવા યુવાનો રાજકોટમાં ડો.યાજ્ઞિક રોડ ખાતે આવેલ જોહર કાર્ડ્સવાળા યુસુફઅલી તથા હસનેનભાઈ તેમજ કાલાવડ રોડ, પ્રેમ મંદિર રોડ, ગાર્ડન સામે આવેલ જોહર ગેલેરી વાળા જોહરભાઈએ ફ્રેન્ડશિપ ડેના કાર્ડસ અને ગીફટ આવી ગયેલ છે તેમજ ફ્રેન્ડશીપ બેલ્ટ ઘણા જ પ્રકારના આવેલ છે.
જેમાં આ વખતે કપલ બેલ્ટ ઘણી પ્રકાર બેલ્ટ આવેલા છે જેમાં મેગનેટ વાળા બેલ્ટ આવેલ છે, અલગ અલગ સિમ્બોલવાળા ફેન્સી બેલ્ટ, લેધરમાં અલગ અલગ બેલ્ટ, ક્રીસ્ટલના બેલ્ટ, ફ્રેન્ડ લખેલ બેલ્ટ, બેસ્ટ ફ્રેન્ડના બેલ્ટ, કોટન રેશમની ગૂંથણીવાળા બેલ્ટ, પ્લાસ્ટીકના વોટરપ્રુફ લખાણવાળા બેલ્ટ, સાટીનની પટ્ટીમાં ફ્રેન્ડ લખેલ લીપવાળા બેલ્ટ, ફ્રેન્ડ લખેલ બ્રોકન હાર્ટવાળા બેલ્ટ, લોકેટ, કીચેન. બ્રેસલેટ ટાઈપના ફેન્સી બેલ્ટ, બ્રેસલેટ ટાઈપના ફેન્સી બેલ્ટ, માય ડીયર ફ્રેન્ડ, સુપર ફ્રેન્ડ, ગ્રેટ ફ્રેન્ડ વિ. લખાણવાળા બેલ્ટ, ઘડિયાળ વાળા બેલ્ટ, હાથ ની આંગળી મા પેહેરેવાની ઘડિયાળ તે સિવાય ઘણી ફ્રેન્ડશિપ બેલ્ટમાં વેરાયટીઓ ઉપલબ્ધ છે.