ખાનગી હોસ્ટેલ કે પી.જી.માં નિયંત્રણ વગર રહ્યા પછી વિદ્યાર્થીઓને ઘરે સમાંયોજન કરવામાં સમસ્યા અનુભવાય છે
મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની દેવધરીયા નિરાલી અને સવાડીયા માનસીએ અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 1260 વિદ્યાર્થીઓ પર સર્વે કર્યો જેમાં જોવા મળ્યું કે હોસ્ટેલ કે પી.જી.માં રહેતા વિદ્યાર્થીઓને ઘરે સમાયોજન કરવામાં તકલીફ વધુ પડે છે
સમાયોજનનો સામાન્ય અર્થ સુમેળ સાધવો એવો કરી શકાય. માણસ પોતાના જીવનમાં અનેક ઈચ્છાઓ અભિલાષાઓ ધરાવે છે. પણ ઘણી વાર સંજોગો એવા હોય છે જેમાં વ્યક્તિની જરૂરિયાતનો સંતોષ થઈ શકતો નથી. ત્યારે વ્યક્તિએ ના છૂટકે તે પરિસ્થિતિ સાથે સુમેળ સાધવો પડે છે. તેને સમાયોજન કહી શકાય. સમાયોજન એ આપણી અને આપણા વાતાવરણ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા છે.
આ પ્રક્રિયામાં ક્યારેક આપણે વાતાવરણ ને અનુકુલિત બનીએ છીએ અને ક્યારેક વાતાવરણ ને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે બદલીએ છીએ. ટુંકમાં વ્યક્તિ જ્યારે પોતાની જરૂરિયાત અને ઈચ્છાની પૂરતી હેતુ વાતાવરણ સાથે ક્રિયા પ્રતિક્રિયા કરે છે તેને સમાયોજન કહેવામાં આવે છે.
સમાયોજન પર ઘણી બધી બાબતો અસર કરે છે. જેમ કે વ્યક્તિની ઉંમર , જાતિ, બુદ્ધી , શારીરિક બાંધો, સંસ્કૃતિ , સમુદાય, ઉછેર પદ્ધતિ વગેરે. સમાયોજનના વિવિધ પ્રકારો છે ખાસ કરીને અહીં વિદ્યાર્થી સમાયોજન વિશે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની દેવધરીયા નિરાલી અને સવાડીયા માનસીએ અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 1260 વિદ્યાર્થીઓ પર સર્વે કર્યો જેમાં જોવા મળ્યું કે હોસ્ટેલ કે પી.જી.માં રહેતા વિદ્યાર્થીઓ મેં ઘરે સમાયોજન કરવામાં તકલીફ વધુ પડે છે
હોસ્ટેલ કે પીજીમા રહેતા વિદ્યાર્થીમાં જોવા મળતી બાબતો
- વિદ્યાર્થીઓમાં અનેક સમસ્યાઓ હોય છે.આ સમસ્યા માટે વિવિધ કારણો જવાબદાર હોય છે.
- સમાજિક જીવનમાં ઓછો રસ હોય છે.પોતે પોતાના જ જીવનમાં વ્યસ્ત હોય છે.
- સમાજ કરતાં તેને પોતાના મિત્રો કે બહારના લોકો સાથે સમય પસાર કરવામાં વધારે રસ હોય છે.
- સામજિક પ્રસંગોમાં રહેવાનું તે ઓછું પસંદ કરે છે.
- પોતાને સ્વતંત્રતાથી રહેવું વધુ ગમતું હોય છે.
- સમાયોજનમાં તેઓ મુશ્કેલી અનુભવે છે.
- ખોટા મિત્રોની સંગતે વ્યસની બનવા તરફ આગળ વધે છે
આધુનિક સમયમાં વિદ્યાર્થીઓમાં જોવા મળતા પ્રશ્નો
- વધારે પડતાં ભણવાને લગતા કામથી સતત ચિંતાનો અનુભવ કરે છે.
- પરીક્ષાઓમાં પોતે સારું લખી શકતા નથી.
- સામાજિક પ્રસંગોમાં રહેવાનું તે ઓછું પસંદ કરે છે.
- વધારે સ્વતંત્રતામાં રહેવું ગમતું હોય છે.પરંતુ ક્યારેક તેને મળતી નથી .
- મોબાઇલનો ઉપયોગ વધ્યો છે.
- સમાયોજનનો અમુક અંશે અભાવ જોવા મળે છે.
- વ્યસન વધારે પડતું જોવા મળે છે.
- સહનશકિતનો અભાવ જોવા મળે છે.
વાલીઓ અને વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવા જેવી બાબતો
- ઘરથી જયારે દૂર રહીને અભ્યાસ કરો ત્યારે જવાબદારીઓ વધુ હોય છે માટે સાવચેત રહો
- વાલીઓએ સમયાંતરે પોતાના બાળકોને મળવા જવું
- ખોટી સોબત થી બચવું
- વાલીઓએ પોતાના બાળકને સમજાવવું કે તે એની સાથે છે માટે સમસ્યા કોઈપણ આવે પહેલા માતાપિતા પાસે આવે
ઘરથી દૂર રહીને મળતી છૂટછાટ ઘરે મળતી નથી સર્વેમાં નીચે મુજબ પ્રશ્નો પૂછવામાં આવ્યા
- તમે જ્યારે કુટુંબ સાથે હોવ છો ત્યારે તમે ખુશ રહી શકો છો?
જેમાં હોસ્ટેલ કે પી.જી.માં રહેતા 37% વિદ્યાર્થીઓ એ ના જણાવી કે જે મજા અને આનંદ હોસ્ટેલ કે.પી.જી..માં આવે એ ઘરે જઈને નથી આવતી. - વેકેશનમાં સમાયોજન કરવામાં તકલીફ પડે છે?
જેમાં હોસ્ટેલ કે પી.જી.માં.રહેતા 56% વિદ્યાર્થીઓ એ હા જણાવી.રજાઓમાં ઘરનું વાતાવરણ બોજારૂપ લાગે છે?જેમાં હોસ્ટેલ કે પી.જી.તરીકે રહેતા 45% વિદ્યાર્થીઓ એ હા જણાવી. - હાલમાં તમને તમારા રહેઠાણમાં સ્વતંત્રતા અનુભવાય છે?
જેમાં હોસ્ટેલમાં કે પી.જી.તરીકે રહેતા 64% વિદ્યાર્થીઓ એ હા જણાવી કે અહીં જેવી છૂટ ઘરે નથી મળતી. - શુ તમે તમારા પરિવાર સાથે ખુલ્લીને તમારા વિચારો રજૂ કરી શકો છો?
જેમાં 72%વિદ્યાર્થીઓ એ ના જણાવી કે ઘરે વાત કરવામાં સમસ્યાઓ અનુભવાય છે. - ઘરનું વાતાવરણ બંધનયુક્ત લાગે છે?
જેમાં 69% વિદ્યાર્થીઓ એ હા જણાવી. - કોઈ પ્રસંગમાં જાવ ત્યારે સમાયોજનની ખામી વર્તાય છે?
જેમાં 55% વિદ્યાર્થીઓ એ હા જણાવી. - જવાબદારીથી દુર ભાગવાનું મન થાય છે?
જેમાં 44% વિદ્યાર્થીઓ એ હા જણાવી - સ્વતંત્ર રહીને તમે કોઈ કાર્ય કરી શકો છો?
જેમાં 76% હોસ્ટેલ કે પી.જી.ના વિદ્યાર્થીઓ એ હા જણાવી જ્યારે માત્ર 33% ઘરે રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ હા જણાવી
- રજાઓ દરમિયાન બેચેની અનુભવાય છે?
જેમાં હોસ્ટેલ અને પી.જી.માં રહીને અભ્યાસ કરતા 53.44% વિદ્યાર્થીઓ એ હા જણાવી
- હોસ્ટેલ કે પી.જી. મૂકીને ઘરે જાવ ત્યારે અણગમો અનુભવાય છે?
જેમાં 22%વિદ્યાર્થીઓ એ હા જણાવી - ઘરે રહો ત્યારે મિત્રની યાદ સતત સતાવે છે?
જેમાં 81% વિદ્યાર્થીઓ એ હા જણાવી.