મહિલાને નવા કપડા પહેરાવી માનવતા મહેકાવી: હાઇ-વે પરથી પસાર થતા રાહદારીઓએ પોલીસને બિરદાવ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ સતત સારી એવી કામગીરી કરી રહી છે ત્યારે કાયદાકીય કામગીરી ઉપરાંત સામાજિક કામગીરીમાં પણ સુરેન્દ્રનગરની પોલીસ સારો એવો ભાગ ભજવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીબડી હાઇવે ઉપર પોલીસની માનવતા મહેકાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની લીબડી પોલીસ બંદોબસ્ત માટે જન આશીર્વાદ યાત્રામાં જઈ રહી હતી તે સમયે વડોદ ગામના પાટિયા નજીક હાઈવે ઉપર નગ્ન હાલતમાં મહિલા જોતા પોલીસ દ્વારા પોતાની ગાડી ઉભી રાખવામાં આવી હતી અને આ મહિલા પાસે જઈ અને તેની પૂછપરછ કરવામાં આવી હતી.
ત્યારે આજુબાજુના લોકો દ્વારા આ મહિલા અસ્થિર મગજની હોય અને છેલ્લા ઘણા સમયથી વડોદ ગામ ના હાઇવે ઉપર આજુબાજુમાં રહેતી હોય તેવું જણાવવામાં આવ્યું હતું પરંતુ આ મહિલા નગ્ન હાલતમાં હોવાના કારણે કોઈ તેની મદદે જઈ રહ્યું ન હતું ત્યારે પોલીસ તેની મદદથી જઈ અને તેને લીબડી પોલીસની સરકારી ગાડીમાં પડેલા પીવાના પાણીના જગ થી આ મહિલાને નવડાવવામાં આવી હતી.
પોલીસ મથકમાં મહિલા પોલીસ તરીકે ફરજ બજાવતી મહિલાઓએ આ યુવતીને નવડાવી અને તેને તદ્દન નવા કપડા ની ખરીદી કરી આપી અને તેને કપડાં પહેરાવવામાં આવ્યા હતા ત્યારે લીંબડી-રાજકોટ હાઇવે પર વડોદ ગામના પાટિયા પાસે નગ્ન હાલતમાં ફરતી અસ્થિર મગજની મહિલાને કપડાં પહેરાવી માનવતા દર્શાવી હતી. ત્યારે લીંબડી પોલીસે આ ભગીરથ કાર્ય કરતા હાઈવે ઉપરથી પસાર થઇ રહેલા વાહનચાલકોએ પણ પોલીસની આ કામગીરીને બિરદાવવા માં આવી હતી. ત્યારે સાચા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર એ સુત્રને સાર્થક લીંબડી પોલીસે કરી છે.