છેલ્લા ૮ વર્ષથી અવિરત સેવા…
૨૪ માર્ચથી ‘ભોજન યજ્ઞ’ શરૂ કરીને પ્રારંભે એક હજારથી શરૂ કરીને આજે ૭ હજાર લોકોને જમાડે છે
રાજકોટમા: ‘સેવા’ સંસ્થાની સંખ્યા સમગ્ર દેશમાં વધારે છે ત્યારે હોદા-નામ-પ્રસિધ્ધી વગર વિનામૂલ્યે સેવાયરી ચલાવતી સંસ્થા “સાથી ગ્રુપ મોખરે છે. ૨૪મી માર્ચ લોકડાઉનનાં પ્રારંભથી આજ મને જયાં સુધી લોકડાઉન ચાલુ રહે ત્યાં સુધી વિનામુલ્યે ભોજન સેવા કરનાર સંસ્થાને દાતા તરફથી વસ્તુના સ્વરૂપે દાનનો અવિરત પ્રવાહ મળી રહ્યો છે.
પ્રારંભે ૧ હજાર લોકોને ભોજનની શરૂઆત કરનાર સાથી ગ્રુપ આજે દરરોજ નિયમિત સવાર-સાંજ મુંદર સામાજીક અંતરની વ્યવામાં ૧૦ હજાર જેટલા જરૂરિયાત મંદોને ભોજન કરાવી રહી છે.
એક વાર તો સતત ત્રણ દિવસ ૧૫ હજારથી વધુ લોકોને ભરપેટ ભોજન કરાવીને રાજકોટની શ્રેષ્ઠ સેવાની સરાહના મેળવી છે. કેટલીક સંસ્થાઓ પણ ત્યાંથી ભોજન મેળવીને જરૂરિયાત મંદોને ભોજન વિવિધ વિસ્તારોમાં કરાવે છે. ૩૫થી વધુ ‘સાથી’ ગ્રુપનાં કાર્યકરો દિવસ-રાત મહેનત કરીને પ્રોજેકટ ચલાવી રહ્યા છે તેમ જલ્પાબેન પટેલ જણાવે છે.
સાથી ગ્રુપની વિવિધ સેવાઓમાં બીનવારસી-મંદબુધ્ધ, રખડતા-ભટકતા લોકોને સ્નાન કરી, હેર કટીંગ કરીને નવા વસ્ત્રો પહેરાવીને તેમની મેડીકલ તપાસ પણ વિનામૂલ્યે કરાવી આપે છે. તેમની પાસેથી સમગ્ર રાજયમાં તેની નોંધ લેવાય છે. એવરેજ દરરોજ ૧૦ પુરૂષ-સ્ત્રીને આવી સેવામાં ‘સાથી’ ગ્રુપ આવરી લઇને સેવા કરી રહ્યા છે.
લાઇવ બ્લડ ડોનર ગ્રુપ-કપડાં વિતરણ-શિયાળામાં ધાબળા વિતરણ સાથે તમામ પ્રકારની મેડીકલ હેલ્પ કરી રહ્યા છે. સાથી ગ્રુપનો મંત્ર છે. ” ભોજન ટુકડો ત્યાં હરિ ઢુંકળો જલ્પાબેન તથા કેતનભાઇ પટેલ સાથે તેમની યુવા ટીમ પ્રર્વતમાન સમયમાં અનેરી સેવા કરીને જનસમુદાયની મધ્યમ વર્ગની મુશ્કેલીમાં આંશિક રાહત કરી રહ્યા છે.
હોદા વગરની આ સંસ્થાએ કયારેય ડોનેશન માટે દાતોને તથા પ્રસિધ્ધ માટે ફોટા આપ્યા નથી. તે ભોજન પિરસે તેના ફોટા પણ કયારેય પાડતા નથી. જે પવર્તમાન સમયમાં સેવા સંસ્થા માટે અંગુલી નિર્દેશ છે.
જરૂરિયાત મંદોએ ‘સાથી’ ગ્રુપનો ૯૯૦૯૩ ૯૦૯૦૯ ઉપર ભોજન જરૂરિયાત માટે સંપર્ક કરવો. દાતાઓએ પણ જોડાવવા કે મદદરૂપ થવા સંપર્ક કરવો તેમ અબતક સાથેની વાતચિતમાં ચોવિસ કલાક સેવામાં કાર્યરત કેતન પટેલે જણાવેલ છે.