રસી મુકાવનાર મહિલાને સોનાની ચૂંક અપાશે: વૈષ્ણવાચાર્ય મધુસુદન લાલજી મહોદય દિપ પ્રાગટય કરશે: 1000 લોકોને રસી આપવાનો ટાર્ગેટ
રાજકોટની સોની સમાજ તેમાં સહયોગી બની સર્વે જન સમુદાયને કોઇપણ જ્ઞાતિબાઘ વગર કોરોના સામે વેકસીનેશન આપી સુરક્ષીત કરવા આગામી તા.2 એપ્રિલ, શુક્રવાર તથા 3 એપ્રિલ, શનિવારે સવારના 9થી સાંજના 6 વાગ્યા સુધી બંને દિવસે કિશોરસિંહજી પ્રા.થ. શાળા કોઠારીયા નાકા, સોની બજાર ખાતે રસિકરણ કેમ્પનું રાજકોટ મ્યુનિ. કોપોરેશન દ્વારા સોની સમાજના સહયોગથી આયોજન કરેલ છે. જેમાં 45 વર્ષથી મોટી ઉમરના કોઇપણ જ્ઞાતિના ભાઇ-બહેન લાભ લઇ શકશે.
વેકસીનેશન લેનારે આધારકાર્ડ સાથે લાવવાનું રહેશે તથા માસ્ક પહેરીને આવવાનું રહેશે. સવારે ચા-પાણી નાસ્તો કરીને આવવું. ભૂખ્યા પેટે ન આવવા જણાવ્યું છે.
આ કેમ્પ અંગે સોની સમાજના અગ્રણી અરવિંદભાઇ પાટડીયાની યાદી જણાવે છે કે વેસિકન મૂકવાનારને સોની સમાજ તરફથી આકર્ષક ગીફટ આપવામાં આવશે.
તા.2 શુક્રવારે સવારે 9 કલાકે વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. મઘુસુદન લાલજી (શ્રી રૂચિરબાવા)મહોદયશ્રી ચરણાટ હવેલી, પ્રહલાદ પ્લોટ, ખાસ પધારી કેમ્પનું દિપ પ્રાગટય કરશે તથા આર્શીર્વચન પાઠવશે. બે દિવસના આ કેમ્પમાં ધારાસભ્ય તથા રાજકીય અગ્રણીઓ તેમજ રાજકોટ મ્યુનિ. કોપોરેશનની જુદી-જુદી સમિતિના આમંત્રિત ચેરમેનો તથા કોપોરેટરઓ તથાની પ્રોત્સાહીત ઉપસ્થિતિ રહેશે.
આ કેમ્પમાં રાજકોટ મ્યુનિ. કોપોરેશનના આરોગ્ય વિભાગના નિષ્ણાંત મેડીકલ સ્ટાફ રસિકરણ માટે સેવા આપશે.
વ્યવસ્થાના ભાવરૂપે વેકસીન લેનાર અગાઉથી નામ નોંધવશે તો સરળતા રહેશે જેથી નામ નોંધણી માટે અરવિંદભાઇ પાટડીયા મો.70164 52611, હસમુખભાઇ આડેસર મો.98245 15005, રવિ રાણીંગા મો. 94262 67159 તથા કૈલાશભાઇ રાજપરા મો. 98248 89945 પર સંપર્ક સાધવા જણાવ્યું છે.
કોપને સફળ બનાવવા માટે સોની સમાજના કોપોરેટર હાઉસીંગ ઇમ્પ્રુ. સમિતિના ચેરેમેન વર્ષામેન રાણપરા, ચીમનભાઇ લોઢીયા, અશોકભાઇ ઝીંઝુવાડીયા (રાધિકા જવે.), મહેશભાઇ લોઢીયા (એડન. ઇલેકટ્રો), ધીરૂભાઇ સાગર, દિનુમામા, ભાયાભાઇ સાહોલીયા (વી.જી. હોલમાર્ક), પ્રભુદાસભાઇ પારેખ (શિલ્પા લાઇફસ્ટાઇ), અરવિંદભાઇ પાટડીયા (બંસરી જવે), વિનુભાઇ પારેખ, હસુભાઇ રાધનપુરા (પંકજ જવે.), મનુભાઇ એ-વન, અશોકભાઇ સોની (જે. પી.), જયેન્દ્રભાઇ રાણપરા (જી. ખુશાલદાસ જવે.), વિરેનભાઇ (એચ. પરસોતમદાસ), રમેશભાઇ ધકાણ (તંત્રી લોક ફરીયાદ), નલિન ઝવેરીસ, પી.આર. ધોળકીયા (સીએ) રમેશભાઇ સાહોલીયા (મધુરમ), મધુભાઇ બારભાયા (સોની સમાજના સીનીયર પત્રકાર), સુરેશભાઇ પારેખ (એએનઆઇ), અશ્ર્વિનભાઇ રાણપરા (અકિલા), રજનીભાઇ કાત્રોડીયા, ભાસ્કરભાઇ ચરાડવા (ડેપ્યુ. મામલતદાર), દિપીલભાઇ આડેસરા, વિનુભાઇ વઢવાણા, અજયભાઇ ફીચડીયા, કમલેશભાઇ ધોળકીયા, મુકેશભાઇ ભુવા, એડ. મનીષભાઇ પાટડીયા, જમનભાઇ (સમ્રાટ), અંતુલભાઇ સોની, ચુનીલાલ દુર્લભજી (અમદાવાદ), જયંતિભાઇ લુણસરવાળા, ચંદુલાલ શાંતિલાલ, છબીલદાસ રાણપરાએ આહવાન કર્યુ છે. અરવિંદભાઇ પાટડીયા, કૈલાસ રાજપરા, મેહુલ રાણપરા, રવિ રાણીંગા, કૃષ્ણકાંત ચોકસી, મિલન રાણપરા, જીજ્ઞેશ કીચડીયા, સુનીલ બારભાયા સહિતના કેમ્પ સફળ બનાવવા જેહમત ઉઠાવે છે.