મુસ્લિમ બિરાદરોએ ધંધા-રોજગાર બંધ પાળી કરબલાના 7ર જાંબાઝ વીરોને આંસુની અંજલી અર્પણ કરી
સમસ્ત મુસ્લિમ સમાજ મહોરમ હઝરત ઇમામ હુસેન અને અન્ય કરબલાની શહિદોની સ્મૃતિમાં શોકથી મનાવે છે. આ દિવસે ઠેર ઠેર શબીલોનું આયોજન થાય છે. જેમાં તેઓ ઠંડુ પીણું, શરબત, દુધની વાનગીઓ બનાવીને દાનનું કાર્ય કરી પુણ્યનું ભાથુ બાંધે છે. તેવી જ રીતે ઇમામ હુસેનની યાદમાં તાજિયા બનાવી ઝુલુસ કાઢવામાં આવે છે. ત્યારે ગઇકાલે મહોરમ નીમીતે રાજકોટ શહેરમાં વિવિધ જગ્યાએ તાજિયા જોવા મળ્યા હતા. જો કે ભીડ થવાના ડરે ચાલુ વર્ષે કોરોનાને કારણે ઝુલુસ કાઢવામાં આવશે નહી.
રાજકોટ શહેરમાં સદર વિસ્તાર, ખાટકીવાસ, ફુલછાબ ચોક, બ્રહ્મસમાજ ચોક સહીતના વિસ્તારમાં તાજીયા નીકળ્યા છે. ગઇકાલે સાંજે તાજીયા પડમાં આવ્યા બાદ આજે માતમનો દિવસ મનાવશે અને તાજીયા સાંજે ઠંડા પડશે. તસ્વીરમાં સદર ખાટકીવાસમાં તાજીયો વર્ષોથી બનાવવામાં આવે છે. ફૂલછાબ ચોકમાં ગનીબાપુનો તાજીયો તેમજ બ્રહ્મસમા ચોકમાં બુખારીબાપુ છેલ્લા પ0 વર્ષથી તાજીયા બનાવે છે.
જસદણ
જસદણમાં તાજીયાઓ પડમાં આવતા શહેરની ગેબનશા સોસાયટીમાં હજારો હિન્દુ-મુસ્લિમોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.અનેક તાજીયાએ શહેરની ગેબનશા સોસાયટીના પટાંગણમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં પોલીસના ચાંપતા પોલીસ બંદોબસ્ત હેઠળ લોકોએ દર્શન કર્યા હતા. જસદણ સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા હઝરત ઇમામ હુસૈનની યાદમાં છેલ્લા દસ દિવસથી વાએઝ ન્યાજ સબીલ મજલીસ જેવા અનેકાએક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં આર્થિક સંપન્ન સુન્નિી મુસ્લિમ બિરાદરોએ દિલ ફાડી ખર્ચ કર્યો હતો.
આજે આશુરામાં તાજીયા માતમમાં આવતા સર્વત્ર ગમગીની પથરાઇ હતી ખાસ કરીને શહેરની સરકારી હોસ્પિટલ પાછળ ગરીબ સબીલમાં છેલ્લા દસ દિવસથી અનેક કાર્યકરોએ વિવિધ પ્રકારની ન્યાઝ બનાવી વહેંચી બાળકોથી મોટી વયના લોકોને ખુશખુશાલ કરી દીધા હતા. આમ જસદણના વિવિધ વિસ્તારોમાં રહેતા સુન્ની મુસ્લિમ બિરાદરોએ પોત પોતાના ગજા પ્રમાણે નાત જાતના ભેદભાવ વગર મોહરમના દસ દિવસમાં ખાસ કરીને શ્રીમંતોએ લાખો રૂપિયાનો ખર્ચ હઝરત ઇમામ હુસેનની યાદમાં કરી આજે શુક્રવારે ધંધા રોજગાર બંધ પાળી કરબલાના બોતેર જાંબાઝ વિરોને આંસુની અંજલી અર્પણ કરી હતી.
ગોંડલ
ગોડલ પણ 20 થુ વધુ ગત રાત્રીનાં કલાત્મક તાજીયા યા હુશૈન ના નારા સાથે માતમ આવ્યા હતાં ઈમામ હુશૈન સહિતના 72 જાનીશારો ને પીવાનું પાણી બંધ કરી દેતા. તેમની યાદ માં મુસ્લિમ બિરાદરો દ્વારા ચા પાણી નાસ્તો લચ્છી શરબતોની શબીલો કરી વિતરણ કરવામાં આવે છે તાજીયાના દીદાર કરી હિન્દુ મુસ્લિમ બિરાદરોએ માનતાં ઉતારી હતી આજે આશુરા ના દિવસે પણ તાજીયા માતમમાં રાખીને પૂણોહુતી કરવામાં આવશે ગોડલ સુન્ની મુસ્લિમ જમાત પ્રમુખ સલીમભાઈ ચૌહાણ બાદલભાઈ બેલીમ આમદભાઈ ચૌહાણ સહિતના યંગ કમીટી ના પ્રમુખો ઉ5સ્થિત રહ્યા હતા.
વાંકાનેર
વિતેલા વર્ષની જેમ આ વેળા પણ મુસ્લિમ સમુદાયમાં મોહર્રમના આસુરા પર્વ ટાણે તાજીયાઓનું ઝુલુસ રાજ્ય સરકારની કોરોના ગાઇડ લાઇન અંતર્ગત મોકુફ રહેલ છે. વાંકાનેરમાં ગઇકાલે સાંજે તાજીયાઓ પડમાં આવ્યા હતા. જે આજે શુક્રવારે પણ માત્ર માતમમાં જ રહેશે. ઝુલુસ નીકળશે નહીં. તસ્વીરમાં વાંકાનેર કસ્બા જુમાતના કલાત્મક તાજીયા જોવા મળે છે.