રેલ મંડળ આયોજીત વેબ કોન્ફરન્સ અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી
વ્યાપારીઓ સાથે વિવિધ ઉત્પાદનોના માલ પરિવહનમાં વ્યવસ્થિત અને બહેતર તાલમેલ માટે તથા માલ પરિવહનની માત્રામાં વધારો થાય તે સંદર્ભે રેલ મંત્રાલયના નિર્દેશનુસાર રાજકોટ રેલમંડળના એક બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટનું ગઠન કરવામાં આવ્યું છે.
રાજકોટ મંડલ રેલ પ્રબંધક પરમેશ્ર્વર ફુંકવાલના માર્ગદર્શન હેઠળ આયુનિટનું ગઠન કરાયું છે. જેના સંયોજક વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક તરીકે અભિનવ જેફની વરણી કરવામાં આવી છે. આ યુનિટમાં વાણીજય, નાણા, મિકેનીકલ અને એન્જીનીયરીંગ વિભાગના અધિકારીઓ સામેલ છે.
યુનિટ દ્વારા મંડળના કાર્યક્ષેત્ર અંતર્ગત તથા અન્ય વ્યાપારીઓ, શ્રમિકો સાથે સંપર્ક કરી મંતવ્ય પ્રસ્તાવ લેવામાં આવશે તથા વ્યાપરી વાતાવરણને વધુ અનુકુળ બનાવવાનો સમાવેશ થાય છે. અને આ દરેક પર તુરંત કાર્યવાહી પણ કરવામાં આવશે. આ યુનિટ દ્વારા વર્ષ ૨૦૨૪ સુધીમાં માલ પરિવહનની ક્ષમતાને બે ગણી કરવાનું લક્ષ્ય છે.
આ અંગેની વધુ જાણકારી આપતા રાજકોટ મંડળના વરિષ્ઠ મંડળ વાણીજય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવે જણાવ્યું હતુ કે રાજકોટ મંડળના ફેટ કસ્ટમર્સની સાથે આ યુનિટની પ્રથમ બેઠક વેબ કોન્ફરન્સનાં માધ્યમથી અપર મંડળ રેલ પ્રબંધક ગોવિંદ પ્રસાદ સૈનીની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાઈ ગઈ જેમાં માલ પરિવહન કેવી રીતે વધારી શકાય તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી. અને આ કાર્યને વધારે સરળ બનાવવા માટે મંડળના વિવિધ સ્થાનોથી સ્લીપર એકત્ર કરીને માલ ગોદામના હેડલીંગ એરિયામાં સરફેસીંગ કરવામં આવશે તેનો ઉલ્લેખ કરાયો હતો. આ વેબ કોન્ફરન્સમાં વિવિધ વિભાગોનાં વરિષ્ઠ રેલવે અધિકારીઓ સહિત બોમ્બે મિનરલ્સ જીએસએફસી, ટાટા કેમિકલ્સ, ડિસ્ટ્રીબ્યુશન લોજિસ્ટીક અને મોરબી સિરામીક એસોસીએશનનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.