રેક શેરીંગ વધશે; રેલવેનો ખર્ચ તેમજ સમયની પણ બચત થશે
મહુવા સુપરફાસ્ટ એક્સપ્રેસ સહિતની 6 જોડી ટ્રેનોને રર અથવા તેના કરતા ઓછા કોચથી સ્ટાન્ડર્ડાઈઝ કરતું રેલવે
આજના ટેક્નોલોજીના યુગમાં દરેક ક્ષેત્ર આધુનિકરણ થઈ રહ્યું છે. જેમાંથી રેલ્વે પણ બાકાત નથી. વધુને વધુ ટેકનોલોજીના ઉપયોગથી મુસાફરોનો તેમજ રેલ્વેનો સમય કેવી રીતે બચે ? વધુને વધુ પરિવહન ઓછામાં ઓછા સમયે કઈ રીતે થઈ શેક ? તેમજ ખર્ચ પણ કઈ રીતે બચી શકે ? તે ઉપર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ હવે માલવાહક ટ્રેન હોય કે પેસેન્જર તેમાં હવે 22થી વધુ રેક્સ લગાવવામાં આવશે નહીં.
પશ્ચિમ રેલ્વેએ મહુવા સુપરફાસ્ટ એક્સપ્રેસ સહિતની લાંબા-અંતરની 6 જોડી ટ્રેનોને 22 અથવા તેનાથી ઓછા કોચથી માનક બનાવવાનો નિર્ણય કર્યો છે.
એકવાર કોચની સંખ્યા પ્રમાણિત થઈ ગયા પછી આ રેલવે ટ્રેનો દોડવા સક્ષમ બનશે. રેલવે વિભાગ દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, આ ટ્રેનોના રેક્સને કામગીરીમાં સુગમતા માટે સુધારવા અને રેકસબદ્ધતામાં સુધારો કરવામાં મદદ કરશે. રેક લિંક્સના એકીકરણથી મુસાફરોની મુસાફરી ઝડપી બનશે તો આ સાથે રેલવેનો ખર્ચ તેમજ સમય પણ બચશે. આ અંગે વધુ માહિતી આપતા રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે આનાથી રેકના ઉપયોગમાં સુધારણા થશે, સમયનો સુધારો થશે, રેકની ફરીથી કરવી પડતી ગોઠવણી ઓછી થશે તેમજ સ્લોટ્સની પણ બચત થશે. આ ઉપરાંત રેલવેની એકંદર આવક અને ટ્રેનની કામગીરીની સુગમતા સુધારવામાં ફાયદો થશે.
નવા નિર્ણય મુજબ લાંબા અંતરની જે 6 જોડી ટ્રેનોના કોચ પ્રમાણિત કરવામાં આવી રહ્યા છે તેની વિગત નીચે મુજબ છે.
- ટ્રેન નંબર 19041/19042 બાન્દ્રા ટર્મિનસ-ગાઝીપુર સિટી એક્સપ્રેસ (હાલમાં ટ્રેન નં. 09041/42 સ્પેશ્યલ ટ્રેન તરીકે દોડે છે)
- ટ્રેન નંબર 22993/22994 બાન્દ્રા ટર્મિનસ-મહુવા સુપરફાસ્ટ એક્સપ્રેસ (હાલમાં નં.9293/94 સાથે સ્પેશિયલ ટ્રેન તરીકે)
- ટ્રેન નંબર 22989/22990 બાન્દ્રા ટર્મિનસ-મહુવા સુપરફાસ્ટ એક્સપ્રેસ (હાલમાં નં .9289/90 સાથે સ્પેશિયલ ટ્રેન તરીકે)
- ટ્રેન નંબર 22933/22934 બાન્દ્રા ટર્મિનસ-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ (હાલમાં ન. 09233/34 સાથે સ્પેશિયલ ટ્રેન તરીકે)
- ટ્રેન નંબર 22931/22932 બાન્દ્રા ટર્મિનસ-જેસલમેર એક્સપ્રેસ (હાલમાં નંબર. 02929/30 સાથે સ્પેશિયલ ટ્રેન તરીકે)
- નંબર 22935/22936 બાન્દ્રા ટર્મિનસ-પાલિતાણા સુપરફાસ્ટ એક્સપ્રેસ (ટૂંક સમયમાં ફરીથી શરૂ થશે)