સામગ્રી
- ૨૦ બદામ
- ૩ ચમચી ખસખસ
- ૨ ચમચી ગુલકંદ
- ૧૫-૨૦ મરી
- ૫ ઇલાયચી
- ૨ ચમચી વરીયાળી
- ૬-૭ કિસમિસ
- ૧ મોટુ તળબુચનું બીજ
- ૮ ચમચી ખાંડ
- ૪ ગ્લાસ ઠંડુ દૂધ
- ૧ કપ સંતરાનો રસ
બનાવવાની રીત:
સૌથીપહેલાં એક વાટકીમાં બદામ, ખસખસ, કાળા મરી, ઇલાયચી, વરિયાળી, કિસમિસ, તળબુચનું બીજ અને ખાંડ મિક્સ કરીને ૬ી ૭ કલાક પલાડી રાખો. નીશ્ચિત સમય બાદ બધી જ વસ્તુઓ ચાળી લો. હવે બધી જ સામગ્રીને ગુલકંદ સો મિક્સ કરી લો. ક્રશ કરેલા મિશ્રણને ઠંડા દૂધમાં મિક્સ કરીને ગાળી લો. સંતરાના રસ અને ખાંડને મિક્સ કરીને સતત હલાવો. ફ્રૂટ ઠંડાઇ તૈયાર છે. જેને ફ્રિજમાં ઠંડુ કરો. બાદમાં સર્વ કરો.