Abtak Media Google News

નવા વર્ષના પ્રારંભથી જ શિયાળો પણ બરાબર જામ્યો છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.ગુજરાતના 10 શહેરોમાં 13 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે, હજુ પણ પાંચ દિવસ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. આજે નલીયાનું 10 ડિગ્રી જયારે રાજકોટ લધુતમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું છે જે સીઝનનું રેકોર્ડબ્રેક તાપમાન છે. રાજ્યમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગે પાંચ દિવસ સુધી કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ છે.

રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તરપૂર્વી તરફ: રાજ્યના 10 શહેરોનુ તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું: હજુ ઠંડીનું જોર વધશે

આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતાં તાપમાન ઊંચું નોંધાયું હતું. ગુજરાતમાં આ વર્ષે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડી નથી પડી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી ઓછી પડી છે. જો કે હવે બરાબરનો શિયાળો જામ્યો છે. રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરુ થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને, કચ્છમાં કાતિલ ઠંડીની આગાહી છે. જોકે, આ વર્ષે કોલ્ડવેવની શક્યતા નહિવત છે. મોટાભાગના શહેરો અને ગામોમાં ગાઢ ધૂમમ્સની ચાદર ફેલાયેલી જોવા મળી છે. આ કારણે વિઝીબલિટી ઘટી છે. વાહન ચાલકો હેડ લાઈટ શરૂ રાખી આગળ ધીરે ધીરે વધી રહ્યા છે. તો વહેલી સવારે વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે.

ગુજરાતના અનેક શહેરોમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો છે. જોકે, આગાહી મુજબ હજી ઠંડીનું જોર વધશે. ગુજરાતનું કોઈ શહેર બાકી નહિ હોય, જ્યાં રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા ન મળ્યો હોય. હવામાન વિભાગના ગુરુવારે સવાર સુધીના લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો, રાજ્યના સાત વિસ્તારોમાં તાપમાન 12 ડિગ્રીથી નીચે નોંધાયું છે. સૌથી નીચું તાપમાન નલિયામાં 10.0 ડિગ્રી નોંધાયું છે.

ભુજમાં 10.9 ડિગ્રી, ડીસામાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું. સૌરાષ્ટ્રના ચાર સ્થળોએ તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જેમાં અમરેલીમાં 13.2 ડિગ્રી, પોરબંદરમાં 13.0 ડિગ્રી, રાજકોટમાં 10.5 ડિગ્રી અને કેશોદમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદવાદમાં લઘુત્તમ તાપમાન 14.3 ડિગ્રી જયારે ગાંધીનગરમાં 12.5 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહિવત છે. બે દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતા ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તરપૂર્વી તરફ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.