હિમાચલમાંથી આવતા ઉત્તર પશ્ચિમના પવનોને કારણે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં બરફવર્ષા સાથે શીત લહેર જોવા મળી રહી છે
ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના કારણે ભારતીય ઉપખંડના વાતાવરણમાં ભારે ફેરફારો જોવા મળી રહ્યા છે. ચાલુ વર્ષે ભારતમાં મોડેથી આવેલી ચોમાસાની ઋતુએ પાછોતરી જમાવટ લીધી હતી જેથી લાંબા સમય સુધી દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ વરસ્યો હતો ચોમાસા બાદ મોડેથી આવેલા શિયાળાએ પણ ઉતરભારતના મોટભાગના વિસ્તારમાંહાડ થીજાવતી ઠંડી ફેલાવી દીધી છે. હિમાલય પવર્તમાળામાં આવેલા અનેક વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. ભારે ઠંડીથી લડાખના લેહમાં ગરમીનો પારો માઈનસ ૧૫ ડીગ્રીએ પહોચી જતા લેહવાસીઓ થર થર ધ્રુજી ઉઠ્યા હતા. લેહ, શ્રીનગર અને જમ્મુમાં મોસમની સૌથી ઠંડી રાત્રીના નોંધાતા ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં તાપમાનમાં ઘટાડો થતો રહ્યો છે. દિલ્હીમાં મંગળવારે લઘુતમ તાપમાન ૯.૧ ડીગ્રી સેલ્સીયસ હતુ પરંતુ હવામાન અધિકારીઓએ જણાવ્યું હતુ કે શુક્રવાર સુધીમાં તે ૭ ડીગ્રી સેલ્સીયસ સુધી પહોચવાની સંભાવના છે. પર્વત પરથી ભારે વેગથી આવતા ઉત્તર પશ્ર્ચિમ પવનોના કારણો તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. પવનની ગતિમાં ઘટાડો એ રાષ્ટ્રીય રાજધાનીમા પ્રદુષણના સ્તરને આગળ ધપાવી શકે છે. દિલ્હીમાં બુધવારે સવારે મધ્યમ ધુમ્મસની સંભાવના વૈજ્ઞાનિકોએ વ્યકત કરી છે. લદાખના લેહમાં લઘુતમ તાપમાન માઈનસ ૧૫.૬ ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઈનસ ૩ ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ. જે સામાન્ય કરતા ૨.૧ ડીગ્રી ઓછું છે. જમ્મુમાં લઘુત્તમ તાપમાન સરેરાશ ૨.૬ પોઈન્ટની નીચે ૭.૨ ડીગ્રી નોંધાયું હતુ જમ્મુમાં સવારના સમયે ધુમ્મસ છવાઈ રહ્યં હતુ.
ઉત્તર કાશ્મીરનાં ગુલમર્ગનો પ્રખ્યાત સ્કી રિસોર્ટ અનેક ફૂટ બરફથી ઢંકાયેલ જોવા મળી રહ્યું છે. કાશ્મીર ખીણમાં માઈનસ ૮.૬ ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ. હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં તીવ્ર શીત લહેર યથાવત છે. પરંતુ ૯ ડીસે. સુધી રાજયમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. હીલ સ્ટેશન તરીકે પ્રખ્યાત મનાલીમાં શૂન્ય ડીગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું હતુ.