જરુરીયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધન સહાય અને કન્યા કેળવણીને પ્રાધાન્ય આપવા શિષ્યવૃત્તિ અર્પણ કરાશે
ફ્રિડમ યુવા ગ્રુપ દ્વારા આગામી તા.૨૮ ને રવિવારે સવારે ૯.૩૦ વાગે હેમુ ગઢવીમીની ઓડીટોરીયમ ખાતે રાજકોટ શહેરનાં ૧૩ ઘરદિપડાઓ કે જેઓએ પોતાના ક્ષેત્રમાં આગવુ પ્રદાન કરી રાજકોટનું ગૌરવ વ. રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ વધાર્યું તેઓને ‘સોસીયો પ્રાઈડ ઓફ રાજકોટ ૨૦૧૯’ પારિતોષીક અર્પણ કરી સન્માનવાનો ગરીમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન છે. તેમ સંસ્થાના સંસ્થાપક ભાગ્યેશભાઈ વોરા તથા મનોજભાઈ ડોડીયાએ જણાવ્યું હતુ.
કાર્યક્રમની વધુ વિગત આપતા પ્રવીણભાઈ ચાવડા અને સંજયભાઈ પારેખ દ્વારા જણાવ્યું હતુ કે છેલ્લા ૧૬ વર્ષથી અવિરત ૧૫૦ થી વધુ જરુરીયાતમંદ વિદ્યાર્થીઓને સ્કુલબેગ, લંચ બોકસ, વોટર બોટલ, ફૂલસ્કેપ બુકસ સહિતની શૈક્ષણીક કીટ સ્વ. અરુણાબેન વિનોદરાય ઉદાણી પરિવાર, પંકજભાઈ ચગ પરિવાર તરફથી આપવામાં આવશે. આ સાથે કન્યા કેળવણીને પ્રાધાન્ય મળે એ હેતુથી સંસ્થાની પરંપરા મુજબ દર વર્ષે ૨ વિદ્યાર્થીની દત્તક લઈએ ભણે ત્યાં સુધીનો તમામ ખર્ચ સંસ્થા ભોગવે છે. તે શિષ્યવૃત્તિ પણ અર્પણ કરવામાં આવનાર છે.
‘સોસીયો પ્રાઈડ ઓફ રાજકોટ ૨૦૧૯’ પારિતોષીકથી જેઓનું સન્માન થવાનું છે તે ૧૩ ઘરદિવડાની વિગતો આપતા અલ્પેશભાઈ પલાણ, કિરીટ ગોહેલ તથા નીમેશ કેસરીયાએ જણાવ્યું હતુ કે અલગ અલગ ક્ષેત્રમાંથી મંત્ર જીતેન્દ્રભાઈ હરખાણી, પ્રભુદાસભાઈ તન્ના, રોહન કમલેશભાઈ મીરાણી, વિજયભાઈ ડોબરીયા, જીતેન્દ્રભાઈ ગોટેચા, મહેન્દ્રસિંહ જાડેજા, ભાસ્કરભાઈ પારેખ, વૈશાલીબેન જોષી, અનુપમભાઈ દોશી, મીતલભાઈ ખેતાણી, મીતાલીબેન ઠાકર, વીભાબેન પરમાર તથા ઈશાબેન પાઠકનું બહુમાન કરવામાં આવશે.
આ ગરીમાપૂર્ણ સમારોહમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, વિનુભાઈ ઉદાણી, બીપીનભાઈ પલાણ, નલીનભાઈ વસા, કૌશિકભાઈ શુકલ, રાજુભાઈ ભંડેરી, પુરુષોતમભાઈ પીપરીયા, પંકજભાઈ ચગ, ગુણવંતભાઈ ડેલાવાળા, મુકેશભાઈ દોશી, રમેશભાઈ ઠકકર, કુંજલતાબેન ઘોડાદ્રા, રમાબેન હેરમા, કિરીટભાઈ પટેલ, કિરેનભાઈ છાપીયા, રોહિતભાઈ સિધ્ધપુરા, રાજુભાઈ ઘુટલા, સાવનભાઈ ભાડલીયા, એચ.એ. નકાણી, સહિતનાઓની પ્રેરણાત્મક ઉપસ્થિત રહેશે.
‘સોસીયો પ્રાઈડ ઓફ રાજકોટ ૨૦૧૯’ પારિતોષીક કંચન બોટલીંગ પ્રા.લી.ના એમ.ડી. બીપીનભાઈ દામોદરદાસ પલાણના સૌજન્યથી અર્પણ કરવામાં આવનાર છે.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભાગ્યેશભાઈ વોરાની રાહબરીમા, ચેરમેન મનોજભાઈ ડોડીયા, પ્રવિણભાઈ ચાવડા, સંજયભાઈ પારેખ, કિરીટ ગોહેલ, ચંદ્રેશ પરમાર, રીતેશ ચોકસી, રોહીત નીમાવત, નીમેષ કેસરીયા, સુરેશ રાજપુરોહિત, અલ્પેશ પલાણ, અલ્પેશ ગોહેલ, રસીક મોરધરા, રાજનભાઈ સૂરુ, ધવલ પરીયા, જયપ્રકાશ ફૂલારા, પારસ વાણીયા, અજીતસિંહ ડોડીયા, સંજય ચૌહાણ, વિશાલ અનડકટ, પુનિત બુંદેલા, જય આહિર, જય દુધેયા, દિલજીત ચૌહાણ, મયંક ત્રિવેદી, જીતેશ સંઘાણી, ધૃમિલપારેખ, જીજ્ઞેશ પાઠક, કૌશિક દવે, અર્થ વોરા, રાજુભાઈ સચદે, મયંક પાઉ, દિનેશ ભલસોડ, મિલન વોરા, સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આ માટે આગેવાનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.