અધૂરૂં જ્ઞાન અને અધૂરૂં રાંધેલુ જ ન્યાયપાલિકાને બદનામ કરી રહ્યું છે: હાઇકોર્ટ
અબતક, નવી દિલ્હી
વાણી સ્વતંત્રતાએ સ્વચ્છંદતામાં ફેરવવાનું હથિયાર નથી. અધૂરું જ્ઞાન અને અધૂરું રાંધેલુ જ ન્યાયપાલિકાને બદનામ કરી રહ્યું છે. તેવું કેરળ હાઈકોર્ટે મલયાલમ અભિનેતા દિલીપના વચગાળાના જામીન કેસમાં સુનાવણી દરમિયાન મીડિયા પર કરી આકરી ટિપ્પણી કરતા જણાવ્યું હતું.કેરળ હાઈકોર્ટે સોમવારે અભિનેતા દિલીપના વચગાળાના જામીન કેસમાં સુનાવણી દરમિયાન મીડિયા પર આકરી ટિપ્પણી કરી હતી. અદાલતે કહ્યું કે લોકશાહી માટે સ્વતંત્ર અને મુક્ત મીડિયા જરૂરી છે, પરંતુ ન્યાયતંત્ર અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે અધકચરા તથ્યો દ્વારા ન્યાયિક પ્રણાલીનો દુરુપયોગ કરવાનું લાયસન્સ આપતું નથી.
વાસ્તવમાં, મલયાલમ સિનેમા એક્ટર દિલીપના કેસની સુનાવણી કરી રહેલી હાઈકોર્ટની આ ટિપ્પણી મીડિયા રિપોર્ટ્સ પછી આવી છે જેમાં કોર્ટને નિશાન બનાવવામાં આવી હતી. અભિનેતા પર વર્ષ 2017માં અભિનેત્રી સાથે મારપીટ કરવાનો આરોપ છે. આ સિવાય દિલીપ પર કેસની તપાસ કરી રહેલા અધિકારીઓને ધમકાવવાનો અને તેને ખતમ કરવાનું કાવતરું ઘડવાનો પણ આરોપ છે.અભિનેતા અને અન્ય આરોપીઓને આગોતરા જામીન આપતી વખતે, કોર્ટે અવલોકન કર્યું કે મુખ્ય પ્રવાહના ટેલિવિઝન મીડિયા અને સોશિયલ મીડિયાએ કેસમાં ન્યાયિક કાર્યવાહીની રીત પર ટિપ્પણી કરી છે.
કેરળ હાઈકોર્ટે મલયાલમ અભિનેતા દિલીપના વચગાળાના જામીન કેસમાં સુનાવણી દરમિયાન મીડિયા પર કરી આકરી ટિપ્પણી
જસ્ટિસ ગોપીનાથ પીએ કહ્યું, “સુનાવણી દરમિયાન કોર્ટમાં કરવામાં આવેલા અવલોકનો વિકૃત હતા, જે ગંભીર ચર્ચાનો વિષય છે.”આવુ કહેવામાં આવ્યું છે.કોર્ટે મુક્ત પ્રેસના મહત્વને વધુ સમજાવ્યું અને કહ્યું, “દેશની બંધારણીય અદાલતો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણ માટે જોરદાર સમર્થન કરે છે. પરંતુ જેમને ન્યાયિક કામગીરી અથવા મૂળભૂત ન્યાયિક સિદ્ધાંતો વિશે થોડું કે ઓછું જ્ઞાન હોય તેમને ન્યાયતંત્રના અધૂરા જ્ઞાનને હકીકતોના આધારે ન્યાયિક પ્રણાલીનો દુરુપયોગ કરવાનું લાયસન્સ આપતું નથી.
ઉલ્લેખનીય છે કે કોઈ ઘટનાઓ અંગે મીડિયા અધુરા જ્ઞાનને લીધે ઘણી વખત ખોટી રીતે મુલવતું હોય છે. ત્યારે આવા મીડિયા સામે કેરળ હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરી છે. વર્તમાન સ્થિતિમાં સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે. ત્યારે આવા સોશિયલ મીડિયામાં પણ સમાચારના નામે કઈ પણ પીરસવામાં આવે છે. આ સ્થિતિ પણ સમાજને જોખમમાં મૂકી રહી છે.