- કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય અનુસાર જીએનએસએસ આધારિત ટોલિંગ સિસ્ટમ
- એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવશે: હાલમાં ચાલી રહેલી ફાસ્ટેગ સિસ્ટમ સમાપ્ત થશે
હવે તમારે ટોલ પ્લાઝા અને એક્સપ્રેસ વે પરથી પસાર થવા માટે રાહ જોવાની જરૂર રહેશે નહીં, કારણ કે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે આ મામલે એક મોટો નિર્ણય લીધો છે. જે અનુસાર વર્તમાનમાં ચાલી રહેલ ફાસ્ટેગ સિસ્ટમ સમાપ્ત થશે અને તેની જગ્યાએ (ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ) સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જો તમારું વાહન જીએનએસએસ સાથે જોડાયેલ હશે તો તમારે ટોલ પ્લાઝા પર રાહ જોવી પડશે નહીં. તમે અટક્યા વિના આગળ વધી શકશો અને પૈસા આપોઆપ કપાઈ જશે. હાલમાં ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ સિસ્ટમ અમલમાં છે. આ માટે તેનો ઉપયોગ કરનારને વાહન રોકવું પડે છે અને ત્યારબાદ બારકોડ વાંચવામાં આવે છે. કેટલીકવાર આમાં એક મિનિટ જેટલો સમય પણ લાગે છે.
જીએનએસએસએ સેટેલાઇટ આધારિત રોડ ટોલ કલેક્શન સિસ્ટમ છે.તેના દ્વારા ટોલ અથવા હાઇવે પર રોકાયા વિના બારકોડ વાંચવામાં આવશે. જેમ જેમ જીએનએસએસ વાહન ટોલ ગેટ પસાર કરે છે ચાર્જરને (ઓન-બોર્ડ યુનિટ) દ્વારા પિંન પ્રાપ્ત થશે અને નાણાં સંબંધિત ફિનટેક કંપનીઓ દ્વારા પ્રાપ્ત થશે.
વોલેટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ વોલેટમાં પૈસા જમા કરાવવાના રહેશે. વોલેટ બેંક ખાતા સાથે લિંક કરવામાં આવશે. કોઈપણ વાહને માત્ર નિર્ધારિત લેનમાંથી જ પસાર થવાનું રહેશે. તમારે તમારા વાહનમાં ઓન-બોર્ડ યુનિટ ફીટ કરવું પડશે. તે ટ્રાન્સફરેબલ નથી. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય અનુસાર જીએનએસએસ આધારિત ટોલિંગ સિસ્ટમ એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમ લાગુ થયા બાદ ફાસ્ટેગ સિસ્ટમ ખતમ થઈ જશે.જીએનએસએસ દ્વારા દરેક વાહનને ટ્રેક કરવામાં આવશે.
તેથી વપરાશકર્તાઓને કોઈપણ હાઇવે પર તેઓ જેટલા અંતરે મુસાફરી કરે છે તેટલી જ રકમ વસૂલવામાં આવશે. આ સમયે એક નિશ્ચિત રકમ વસૂલવામાં આવે છે પછી ભલે તમે ગમે તેટલી મુસાફરી કરો.
જીએનએસએસ સિસ્ટમ ન હોય તો ડબલ ટોલ વસૂલવામાં આવશે
જીએનએસએસ ઉપકરણ બિન-તબદીલીપાત્ર છે. તે ફી વસૂલવા માટે વપરાશકર્તાઓના વાહનોમાં ફિટ થશે. તેમના માટે અલગ લેન નક્કી કરવામાં આવશે. જો જીએનએસએસ સિસ્ટમ ન હોય તેવા વાહનો જીએનએસએસ લેનમાં જાય તો તેમની પાસેથી ડબલ ટોલ વસૂલવામાં આવશે.
ફાસ્ટેગ સિસ્ટમ પણ થોડા દિવસો સુધી ચાલુ રહેશે
બંને વ્યવસ્થા હવે થોડા દિવસો સુધી અમલમાં રહેશે. ત્યારબાદ ફાસ્ટેગ સિસ્ટમ ધીમે ધીમે નાબૂદ કરવામાં આવશે. ફાસ્ટેગ સિસ્ટમમાં રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તેની શરૂઆત 2015માં કરવામાં આવી હતી. તે ફેબ્રુઆરી 2021 થી ફરજિયાત કરવામાં આવ્યું હતું. રોકડમાં ચૂકવણી કરવા પર પણ ડબલ દંડ લાદવામાં આવે છે.માર્ચ 2024ના આંકડા દર્શાવે છે કે 98 ટકા ટોલ યુઝર્સ ફાસ્ટેગનો ઉપયોગ કરી રહ્યા છે. જો નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વેને જોડીએ તો કુલ 45 હજાર કિલોમીટરના અંતર માટે 1200 ટોલ પ્લાઝા છે.