શ્રી પોપટભાઈ ચૌહાણનો ૧૦૩મો બર્થ ડે: તેમના સ્વસ્થ જીવનનો રાઝ દેશપ્રેમ-મહેનત-ઈમાનદારી-સાદગી
સ્વાતંત્ર્ય સેનાની પોપટભાઈ ચૌહાણે આયુષ્યની ‘સેન્ચુરી’ મારી છે. જી હા, આપણને આઝાદી અપાવનારા પોપટભાઈ ચૌહાણનો આજે ૧૦૩મો બર્થ ડે છે. આઝાદીની લડતમાં ભાગ લઈ ચૂકેલા દેશપ્રેમી એવા પોપટભાઈ ચૌહાણનો જન્મદિન પણ પ્રજાસત્તાક દિન એટલે કે તારીખ ૨૬મી જાન્યુઆરીએ છે.
મજાની વાત તો એ છે કે તેઓ આજે પણ સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવી રહ્યાં છે. તેમના સ્વસ્થ દેશપ્રેમ-મહેનત-ઈમાનદારી અને સાદગી.
આર્ય સમાજના પ્રમુખપદે વર્ષો સુધી નિ:સ્વાર્થ સેવા આપ્યા બાદ તેઓ આજે સંસ્થાના ‘મોભી’ તરીકે સર્વે આર્યસમાજીઓમાં પૂજનીય અને આદરણીય છે. એટલું જ નહીં પણ તેઓ ‘પોપટબાપા’ કે ‘પોપટ અંકલ’ તરીકે અત્યંત માન-પાન ધરાવે છે. પોપટભાઈ ચૌહાણ આજે પણ સક્રિય છે. ઈશ્ર્વરની કૃપાના તેમના પર ‘ચાર હાથ’ છે તેઓ રોજિંદા કાર્યો જાતે જ કરે છે. પ્રાર્થના-સંધ્યા વિગેરે કરે છે. મુલાકાતીઓને મુલાકાત આપે છે. હાર્ય સમાજની મીટીંગોમાં હાજરી આપે છે. ફોન કોલ્સના જવાબ આપે છે. વિદેશ વસતા સંતાનો સાથે પણ ફોન પર લંબાણભરી વાતો કરે છે !!!