વાણી સ્વતંત્રતા અને અભિવ્યકિતના નામે વધી રહેલા સોશ્યલ મીડિયાના અતિરેકને અંકુશમાં લાવવો ખૂબ જરૂરી !!
રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે મુખ્યમંત્રી જેવા બંધારણીય હોદા ધરાવનાર વ્યકિતઓની કાર્યકાળ દરમિયાન ધરપકડ પણ થઈ શકતી નથી….
જો કાયદો આટલું માન-સન્માન આપે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવારા તત્વોની અપમાનજનક ટીપ્પણી જરા પણ સાંખી ન લેવાય
આજના આધુનિક યુગમાં ડીજીટલ સેવાનો વ્યાપ-વિસ્તાર વધતા દૂર સંચાર વ્યવહાર પણ ડીજીટલ બન્યો છે. જે માટે ઉપયોગમાં લેવાતા માધ્યમ એટલે ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, યુટયુબ અને વોટસએપ સહિતના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ, યુઝર્સ રાત-દિવસ સોશ્યલ મીડીયા પર રચ્યા-પચ્યા રહે છે.
સિકકાની બે બાજુની જેમ સોશિયલ મીડીયાના સારા અને નરસા એમ બંને પ્રકાર છે. સામાન્ય માણસથી માંડી રાજકીય નેતા કે અભિનેતાને આ સોશ્યલ મીડીયા જ ઉપર લઈ જાય છે અને એજ રીતે વિરૂધ્ધ દિશામાં ધડામ દઈ નીચે પણ પાડી શકે છે. એટલે કે વ્યકિતની સારી-નરસીઓળખ આ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર નકકી થઈ રહી છે. કોઈપણ વ્યકિત વિરૂધ્ધ ગમે તેવી કોમેન્ટ, પોસ્ટ થાય છે. અને એમાંપ ણ લોકો આમ કરવાને પોતાનો ‘સ્વતંત્રતાનો હક’ માને છે.
વાલી સ્વતંત્રતા અને અભિવ્યકિતના અધિકારના નામે જ આજે સોશિયલ મીડીયા પર ગીધડાઓ ‘પાંખો’ પોળી કરી રહ્યા છે. ભારતીય બંધારણના ભાગ-૩માં આપણને મૂળભૂત અધિકો આપેલા છે તેમાં વાણી સ્વતંત્રતા અને અભિવ્યકિતનો હકક પ્રાપ્ત છે. પરંતુ હાલ સ્થિતિ ઉભી એવી થઈ છે કે આ સ્વતંત્રતા ‘સ્વછંદતા’માં પરિણમી રહી છે જે માત્ર જે તે વ્યકિત કે સમુહ માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે હાનિકારક છે.
સરકાર વિરૂધ્ધ ટીપ્પણી કરવાનો, વિરોધ રોષ વ્યકત કરવાનો સૌ કોઈને હકક છે. પરંતુ આ હકકની આડમાં દેશના સર્વોચ્ચ નાગરિક ગણાતા એવા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન મુખ્યમંત્રી કે અન્ય બંધારણીય હોદો ધરાવતા વ્યકિતઓની ગરીમાને ઠેસ પહોચે એનું શું?? જયારે કોઈ વ્યકિત બંધારણીય હોદો ધારણ કરે ત્યારે તે માત્ર વ્યકિત વિશેષથી ઓળખાતો નથી. પરંતુ આ સાથે તે દેશના અને બંધારણના પ્રતિનિધિ તરીકે ઓળખાય છે.
આપણા દેશના બંધારણમાં એમ પણ ઉલ્લેખ છે કે, જયારે કોઈ વ્યકિત રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ હોદા પર બિરાજતા નહોય અને કોઈ ગુનામાં સપડાયેલા હોય તો તેમની ધરપકડ થઈ શકતી નથી. કારણ કે અહી વ્યકિત વિશેષથી પણ વધી બંધારણીય હોદાની ગરીમાને મહત્વ આપવામાં આવે છે. જો કાયદો આટલું માન સન્માન આપતો હોય તો સોશ્યલ મીડીયા પર રહેલા આવારા તત્વો કેમ નહીં?? દરેકે એ સમજવાની જરૂર છે કે તેઓ જેની ટીકા કરે છે. તે રામનાથ કોવિદ નરેન્દ્ર મોદી કે વિજય રૂપાણીકરતા પણ અનેકગણા વધુ મહત્વ ધરાવતા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્યમંત્રી છે.
સોશ્યલ મીડીયા પર થતા આ અતિરેક અને આઉપરાંત પણ ખોટા સમાચારો ખોટી માહિતીઓ પણ એટલા જ દુષણ વધારી રહ્યા છે.જેને રોકવા અતિજરૂરી બન્યા છે. જે તરફ મહત્વનું ધ્યાન દોરી કેન્દ્ર સરકારે ત્રણ માસ અગાઉ નવા આઈટી નિયમો જારી કર્યા હતા. જેની અમલવારીનો હવે, સમય પાકી ગયો છે. ફેક ન્યુઝ ફેલાતા રોકવા,ખાસ કરી બાળકો અને સ્ત્રીઓના સન્માન વિરૂધ્ધ થતી પોસ્ટ, ક્ધટેન્ટ, કમેન્ટ, રોકવા સરકારે પગલા ભર્યા છે. સોશ્યલ મીડીયામાં વાયરલ થતા ક્ધટેન્ટ ‘વાયરસ’ની જેમ ફેલાય એ પહેલા સરકારે લગામ ખેંચી નવા દિશા-નિર્દેશ જારી કરી તેના અમલીકરણ પર ભાર મૂકયો છે.