કરોડો રૂપિયાના આંધણ બાદ ઈન્ટરનેટની ગોકળગતિથી પરેશાન લોકો: અનેક શહેરીજનોને ફ્રી વાઈફાઈ સુવિધાથી પણ અજાણ
રેસકોર્સ ગ્રાઉન્ડમાં આરએમસી દ્વારા ફ્રી વાઈફાઈ ઝોનની સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે મળતી માહિતી અનુસાર આ સુવિધાથી ઘણા લોકો અજાણ છે. તેમજ આ સુવિધાનો ઉપયોગ કરનારાઓના મત અનુસાર ધીમા નેટવર્કની સ્પીડની સમસ્યા છે. જેથી સ્ટુડન્ટોના જ‚રી એવા પ્રેઝન્ટેશન વર્ક પુરા થઈ શકતા નથી.
ત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડના રેગ્યુલર નેટયુઝર અક્ષયભાઈ જણાવે છે કે, તે બીએસએનએલ અને આઈડીયાના નેટવર્કનો ઉપયોગ કરે છે. તેમજ તેના કહેવા અનુસાર સન્ડે અથવા વધારે નેટયુઝર્સના કારણે સ્પીડ ઓછી આવે છે તેમજ તેનું કહેવું છે કે વધારે યુઝર્સ હોવાથી નેટની સ્પીડમાં થોડોક વધારો થાય તેવી તેમની ઈચ્છા છે.
તેમજ બીજા એવા નેટયુઝર્સ વિશાલભાઈ છે જેને રેગ્યુલર નેટયુઝ કરે છે તે એરટેલના નેટવર્કનો ઉપયોગ કરે છે. તેને આરએમસીના નેટવર્ક વિશે ખબર નથી. તેમજ ત્રીજા નેટયુઝર્સ પાર્થ ત્રિવેદીના મત અનુસાર વિકેન્ડ અથવા ત્રણ ચાર વખત મુલાકાત લે છે તે તેમજ આરએમસી નેટવર્ક વિશે માહિતી નથી.
રાવલ મૌલિક વોડાફોનનું નેટ યુઝ કરે છે તેમજ આરએમસીના ધીમા નેટવર્કના કારણે ક્વિક અસાઈમેન્ટ વર્ક ઝડપથી થતુ નથી. તેમજ જો સ્પીડ વધે તો પ્રેઝન્ટેશન વર્ક સારી રીતે કરી શકે તેવી તેમની ઈચ્છા છે. તેમજ વાઈફાઈના ઈન્ચાર્જ એવા સંજયભાઈ ગોહિલના જણાવ્યા અનુસાર આરએમસી દ્વારા ગત વર્ષથી ૧૧ લોકેશન ઉપર આ નેટવર્કની સુવિધા આપવામાં આવી છે. તેમજ તા.૧૦ના ફીગર અનુસાર ૧૧૨૨ સેશન હતા જેમાં યુઝર્સના ૫૨ જીબી ડેટા ડાઉનલોડ કરેલ છે. તેમજ સ્પીડ ૩ એમબીપીએસ પર સીમ પર ડે યુઝર્સને એટલે કે ૩૦૦ એમબી પર સીમ આપવામાં આવે છે. તેમજ માર્કેટમાં ઉપલબ્ધ એવા એડવેન્ચર પ્લાનના કારણે યુઝર્સની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ તેઓની જાણકારી માટે એલઈડી સ્ક્રીન દ્વારા તેમની જાહેરાત અત્યારે કરવામાં આવી છે.
તેમજ યુઝર્સની વાત કરીએ તો છેલ્લા બે-ત્રણ દિવસના ડેટા અનુસાર એસ્ટ્રોન ચોકના-૧૦૩ યુઝર્સ, ભક્તિનગર સર્કલના-૧૫૬ યુઝર્સ, સોરઠીયાવાડી ગાર્ડનના-૨૬૦ યુઝર્સ, શારદાબાગ ગાર્ડના-૧૦૮ યુઝર્સ, જયુબેલી ગાર્ડનના-૮૪ યુઝર્સ તેમજ શેઠ હાઈસ્કુલ સામેના-૮૨ યુઝર્સ, ટોટલ ૧૮.૯૭ જીબી ડેટા નેટવર્કનો ઉપયોગ કર્યો હતો.