૨૦૨૫ સુધીમાં દેશ ટીબી મુકત તરફ
છ માસની સારવારમાં રૂ ૨૦ થી ૨૫ લાખનો ખર્ચ: મહત્ત્વના નિર્ણયને આવકારવા તબીબી અધિક્ષક સ્ટેટ ટીબી ઓફીસર રહ્યા ઉપસ્થિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારા ર૦રપ સુધીમાં ભારતને ટીબી મુકત કરવાની જાહેરાત કરી હતી. ટીબીએ ચેપી અને રોજરોગ હોવાથી ગામડાઓમાં ટીબીનું પ્રમાણ ખુબ જોવા મળે છે. દેશને ટીબી મુકત કરવા માટે સરકાર દ્વારા એક મહત્વનું પગલુ લેવામાં આવ્યું છે. જેના ભાગરુપે ગઇકાલે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં એમટીઆરટીબી ટ્રીટમેન્ટ સાથે ખુબ જ ખર્ચાળ એવી પેડાકયુબીન દવાઓ નિ:શુલ્ક દર્દીઓને આપવામાં આવશે. જેના ભાગરુપે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં રીવાઇઝડ નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત બે દર્દીઓને સારવાર શરુ કરવામાં આવી હતી.
દેશભરમાં પોલીયો સંપૂર્ણ પણે નાબુદ થયા બાદ રીવાઇઝડ નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ ભાગરુપે ટીબીઓના દર્દીઓને સરકાર દ્વારા હર મહિને રૂ ૫૦૦ આપવાની સાથે એમડીઆરટીબી સારવારમાં રૂ ૧૦ હજારની એક ગોળી કે જેનો કોર્ષ ૬ માસ સુધી કરવાનો હોય છે. અને તેની સાથે પાંચ અન્ય દવાઓ પણ આપવામાં આવે છે. આ તમામ સારવાર પાછળ કુલ રૂ ૨૦ થી રર લાખનો ખર્ચ થતો હોય છે. જે સરકાર દ્વારા નિ:શુલ્ક રાજકોટ સીવીલ હોસ્પિટલના બે દર્દીઓને આપવામાં આવશે. એક મહત્વના પગલારુપે લેવામાં આવેલા નિર્ણયને વધાવવા માટે સીવીલ હોસ્પિટલ ડો. એસ.જી. લકકકડ સહીત તમામ વોર્ડના તબીબોએ આ પગલાને આવકારી બે દર્દીઓને ગોળીઓને સારવાર શરુ કરાવી તેમને ટીબી મુકત થવા માટે પ્રોત્સાહીત કર્યા હતા.
અબતક સાથેની વાતચીતમાં ડીસ્ટ્રીકટ ટીબી ઓફીસર ડો. એસ.જી. લકકકડએ જણાવ્યું હતું કે ટીબીએ રાજરોગ અને ચેપી રોગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યા મુજબ ર૦રપ સુધીમાં ટીબી રોગને દેશમાંથી નાબુદ કરવા માટે પ્રયત્નોના ભાગ રુપે પ્રાયમરી ટયુબકકયુ
લોસિસમાં જો નોંધણી હોય તો તેવા દર્દીઓને એમડીઆરટીબી કયુલોસીસ તરીકે માનવામાં આવે છે. આવા ટીબીના દર્દીઓને સ્પેશીયલ આજથી એમડીઆરટીબી માટે પેડાકયુલીન નામની ખર્ચાળ દવાઓ ફકત ગર્વમેન્ટ સેકટરમાં ઉપલબ્ધ છે.
આ દવાઓનો દર્દીઓની શારીરીક જાચ પડતાલ પછી છ મહીના સુધી આ કોર્ષ કરવાનો હોય છે. આ દવા સાથે કોઇ અન્ય દવાઓ જરુર પડતી નથી. પરંતુ હાયરએન્ટીબાયોટીક દવાની જરુર સાથે રહે છે. પેડાકયુલીન છ મહીના સુધી આપવાની રહે છે. સ્ટેટ અને નેશનલ લેવલે જે ડેટા એનાલીસીસ ફાઇનલ થયા છે. તેમાં પેટાકયુલીન એમડીઆરટીબી દર્દીઓમાં ૯૦ ટકા વધુ દર્દીઓની સારવારમાં સુધારો આવે છે.
સરકાર તરફથી નિ:શુલ્ક આપવામાં આવતી આ પેડાકયુલીન દવામાં એક ગોળી રૂ ૧૦ હજારની આવે છે જે લગભગ છ મહિના સુધીમાં ૧૮૦ ગોળીઓ આપવાની રહે છે સાથે આપવામાં આવતી અન્ય પાંચ દવાઓ પણ મોંધી હોય છે. છ મહીનાની અંદર દર્દીનો માટે રૂ ૨૦ થી રપ લાખનો ખર્ચ એમડીઆર સારવારમાં થાય છે. પણ અહીં રાજકોટ સીવીલ હોસ્પિટલમાંથી બે દર્દીઓને આ સારવાર ફીમાં આપવામાં આવશે. સરકાર દ્વારા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સ્વપ્ન જોયું છે કે ર૦રપ સુધીમાં ટીબીને દેશભરમાંથી નાબુદ કરવાનો છે તેના સ્વપ્નમાં સોપ સાથે મળીને પ્રયત્નો કરીએ અને ટીબી નાબુદ કરી છે.