કેશોદ શહેરમાં આવેલ સાંગાણી હોસ્પિટલના ડો.અજય સાંગાણી અને ડો.રાજેશ સાંગાણી તા ડો.વૈશાલી સાંગાણી દ્વારા જૂનાગઢ જિલ્લાનું એકમાત્ર ડાયાલીસીસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવતા આસપાસના દર્દીઓને ખુબજ આર્થિક અને માનસીક ફાયદો થયો છે. કાન-નાક-ગળાની બિમારીઓમાં રેકર્ડબ્રેક પાંચ હજારથી વધારે દર્દીઓની સફળતાપૂર્વક સર્જરી કરીને દર્દમુક્ત કરેલ છે. સરકારના ધારા-ધોરણ મુજબના સાધનો અને સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ હોવાથી રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢ જિલ્લામાં પ્રથમ સાંગાણી હોસ્પિટલને મા-અમૃતમ કાર્ડહેઠળ સમાવેશ કરવામાં આવતા કેશોદ આસપાસના પાંચ તાલુકાના દર્દીઓને વિનામુલ્યે સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

IMG 20190628 174244 IMG 20190628 174321

દર્દીઓ સાથે પ્રેમાળભાવે ચર્ચા કરતાં કરતાં નિકટતા વધારીને પારિવારીક સમસ્યાઓ કે સામાજીક પ્રશ્ર્નોથી ઘેરાયેલા હોય અને બિમારીના ભોગ બન્યા હોય એવા દર્દીઓને દવાઓની સાથે ચર્ચાઓ કરતા કરતાં મોટીવેશન કરી દર્દી અને દુ:ખ બને દૂર કરી હસતો કરવામાં આવે છે. દર્દીને પૂરું સન્માન આપીને સંબધોના તાંતળે સુવાળો હાથ ફેરવીને આત્મીયતા કેળવીને સાચા દુ:ખનું પીડાવું નિદાન કરીને સારવાર કરવામાં આવતા કેશોદ પંથકમાં સાંગાણી હોસ્પિટલનું નામ મોખરે આવેલું છે. આજે ડોકટર્સ દિને ડોકટર એ વ્યવસાયીક વ્યક્તિ નહીં પરંતુ ઈશ્ર્વરે આપેલી શક્તિથી માનવ જીવનમાં આવતી બિમારીઓમાંથી આકસ્મીક ઈજાઓથી શરીરમાં ક્ષતિઓ ઉદભવે છે ત્યારે પીડામુક્ત બનાવવામાં આવતા ઈશ્ર્વરનો  અવતાર માનવામાં આવે છે. આઝાદીના સમયમાં આધુનિકતા કે ટેકનોલોજી ઓછી હતી ત્યારે આયુર્વેદિક ડોકટરો તથા ગામઠી ભાષામાં કહીએ તો પેટી ડોકટરો હતા. સમયાંતરે આધુનિક હોસ્પિટલો, ટેકનોલોજી સાથેનું શિક્ષણ ઉપલબ્ધ તાંની સાથે જુદા જુદા રોગના સર્જન ડોકટરોનું નિર્માણ થવા લાગ્યું અને જે બિમારીઓ પડકાર હતા તેની સારવાર મળે એવી સુવિધાઓ ઉપલબ્ધ થવા લાગી.

દાકતરીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી અને શરીરના વિવિધ અંગો અને ઉદભવતા રોગોની માહિતી મળતા કોમળતા આવી જતાં ડોકટરના વ્યવસાય સાથે જોડાયેલા દર્દી સાથે પ્રેમભરી વાતો કરતા કરતા તપાસીને ગંભીર બિમારીને પણ મામુલી બનાવી દર્દીને પોતાના દર્દ ભુલાવી સામાન્ય જીવનમાં પરત લાવે છે જે પરિવાર ચિંતાગ્રસ્ત હોય છે ત્યારે ફરીથી ખુશાલીમાં ફેરવાય જાય છે. કેશોદ શહેરમાં પણ મેડિકલ ક્ષેત્રે સારા સારા સર્જન ડોકટરો દ્વારા આધુનિક સાધનોથી ઉપલબ્ધ વિવિધ મશીનોી દર્દીઓને તપાસવાની સો સારવાર ઉપલબ્ધ તાં કેશોદ પંકના દર્દીઓને દોડધામ કરવી પડતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.