આર્યુવેદિક યોગ યુનાની સિઘ્ધ હોમિયોપેથી એટલે આયુષ ચિકિત્સા
બ્લોક હેલ્થ મેળા અંતગત 4396 આયુષ લાભાર્થીઓએ સારવાર મેળવી: 630 આશાવર્કર બહેનો આયુષ તાલીમ અને કિટ સહિત સજજ: આયુષના પાંચ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કચ્છમાં કાર્યરત
સમગ્ર માનવજાતના કલ્યાણ અર્થે પાંચ હજાર વર્ષ પહેલાં ઋષિમુનિઓના પ્રસાદરૂપે સમગ્ર માનવજાતના કલ્યાણ અર્થે ભારતવર્ષે દુનિયાને આપેલા આયુર્વેદ, યોગા જેવા ચિકિત્સાના વિવિધ માર્ગોને આજે વિશ્વ અનુસરી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતીય સંસ્કૃતિના પ્રાચીન જીવન વિજ્ઞાન-આર્યુવેદથી સ્વસ્થ ભારત નિર્માણ માટે આયુષને લોક કલ્યાણ માટે આરંભ કર્યું છે.
આયુષ એટલે અઢઞજઇં-આયુર્વેદ, યોગા, યુનાની, સિદા, હોમિયોપેથી- ચિકિત્સા.આયુષ ચિકિત્સા પદ્ધતિ. સમગ્ર ભારત જ નહિ વિશ્વ પણ જેને અનુસરી રહ્યુ છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આયુષ પ્રભાગ દ્વારા કચ્છ જિલ્લામાં આર્યુવેદના 20 અને હોમિયોપેથીના 13 થઈ કુલ 33 દવાખાના તમામ રોગોનોની નિ;શુલ્ક સારવાર આપી રહ્યા છે એમ જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. પવન મકરાણીએ જણાવ્યું છે. વિશાળ અને અંતરિયાળ વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લાના છેવાડામાં પણ નેશનલ આયુષ મિશન અનુદાનિત આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા આયુર્વેદ અને હોમિયોપેથીના તમામ રોગોની સારવાર વિનામૂલ્યે કરી રહ્યાં છે જિલ્લા આયુષ સોસાયટી આયુષ વિભાગના કુલ તેત્રીસ દવાખાનાના કાર્યરત છે.
તો ભુજ તાલુકાના હાજાપર અને લોડાઈ, અંજાર તાલુકાના વરસામેડી અને ચંધિયા, નખત્રાણા તાલુકાના રામપર રોહા ખાતે થઇ કુલ પાંચ આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સારવાર આપી રહ્યા છે.જ્યારે તાજેતરમાં જિલ્લામાં યોજાયેલા બ્લોક હેલ્થ મેળામાં કુલ 4396 આયુષ લાભાર્થીઓએ સારવારનો લાભ મેળવ્યો છે. 103 જેટલા આયુષ નિદાન સારવાર કેમ્પ તેમજ દવાખાના દીઠ 30 આશાબેન પૈકી કુલ 630 આશા બહેનોને આયુષની તાલીમ અને કીટ આપી તેની ચિકિત્સા પદ્ધતિથી જિલ્લાવાસીઓના આરોગ્યને મજબુત કરવામાં આવી રહ્યું છે.
આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ( કચ્છ ) સરકારી આયુર્વેદ દવાખાનાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ અનેક રોગોનું આયુર્વેદ પધ્ધતિથી નિદાન સારવાર તથા પથ્યાપથ્ય માર્ગદર્શન છે .પેટનાંરોગ: ગેસ , એસિડિટી , કબજિયાત , કૃમિ , મરડો , પેટનાં ચાંદા વગેરે . સાંધાનાંરોગો : સંધિવા , સાયટિકા , ગાઉટ , સ્નાયુ – સાંધા મણકાની તકલીફો , કમરની તકલીફો . ચામડીનાં – વાળનાંરોગો : ખીલ , ખરજવું , સોર્યાસીસ , શીળસ , દાદર , કોઢ , ખરતાવાળ , ખોડો વગેરે છે. શ્વસનતંત્રનાંરોગ : જુની શરદી – ખાંસી એલર્જી દમ જેવા રોગો . છે જરા – ચિકિત્સા 60 વર્ષથી ઉપરનાં વ્યક્તિ માટે વિશેષ સારવાર મળી શકશે . છ પ્રકૃતિ – પરીક્ષણ વ્યક્તિદીઠ પ્રકૃતિ પરીક્ષણ તથા એ અનુસાર આહાર વિહારનું માર્ગદર્શન આપવામાં આવે છે . દિનચર્યા – ઋતુચર્ચા : નિરોગી જીવન માટે દિનચર્યા – ઋતુચર્યા મુજબ આહાર – વિહારનું માર્ગદર્શન આપવામાં આવે છે . આ સિવાય બહેનોનાં રોગો , વંધ્યત્વ , પથરી , કોલેસ્ટેરોલ , ડાયાબિટીસ વગેરે માટે નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન તથા સારવાર ઉપલબ્ધ છે.