પુલવામા શહીદ થયેલા યુવાનોને શ્રદ્ધાંજલી અર્પણની સાથે દેશના રક્ષક આર્મીની કોઈ પણ શાખામાં યોગદાન આપતા હોય તેમના બાળકોને વર્ષ ૨૦૧૯ થી નિ:શુલ્ક શિક્ષણ અપાશે
પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોને ઠેર ઠેર શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટની સનરાઈઝ સ્કુલ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણની સાથે સ્કુલના સંચાલક દાનાભાઈ હુંબલ, દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે જે ભારત દેશના રક્ષણ આર્મીની કોઈપણ શાખામાં સર્વીસ આપતા હોય તો તેના બાળકોનાં શિક્ષણની શિક્ષણ ફી લેવામાં આવશે નહી જે જૂન ૨૦૧૯થી શરૂઆત નવા સત્રથી લાગૂ પડશે. રાજકોટ સહિત આસપાસના વિસ્તારમાં આર્મીની નોકરી કરતા હોય તેવા જવાનોના બાળકોની ફી લેવામાં આવશે નહી સનરાઈઝ સ્કુલના ટ્રસ્ટી દાનાભાઈ હુંબલે આઅંગે જણાવ્યું હતુ કે પુલવામામાં જે આતંકવાદી હુમલો થયો હતો તેમાં આપણા વિર જવાનો શહીદ થયા છે. તો અમને થયું કે આપણે સૈનિકો માટે કાંઈક કરવું જોઈએ તે લાગણીથી રાજકોટ સહિત આજુબાજુનાં ગામ રહેતા સૈનિકોના પરિવારોના બાળકોને એજયુકેશન આપીશું ધો.૫ થી ૧૨ સુધી તેમને ફી એજયુકેશન આપવામાં આવશે. સનરાઈઝ પરિવારથી જે કાંઈ ભારતના સૈનિકો માટે કરી શકીએ તેજ હેતુથી અમે આ નિર્ણય લીધો છે.
સનરાઈઝ સ્કુલના પ્રિન્સીપાલ પ્રિતીબેનએ જણાવ્યું હતુકે અમારી સ્કુલના ટ્રસ્ટી દાનાભાઈ હુંબલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે પુલવામાં થયેલા હુમલા બાદ આર્મીમાં નેવીમાં, કે એરફોર્સ કોઈપણ ત્રણ શાખામાંથી કોઈ પણ ભારતીય જવાનોના બાળકોને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ તે હેતુથી નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજકીય સહિતા આજુબાજુનાં વિસ્તારમાં સૈનિકના પરિવારોના બાળકોને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે. અમારી સ્કૂલમાં ધો.૧ થી ૧૨ સુધી અભ્યાસ કરાવીશું અમારો હેતુ તેમને મદદરૂપ થવાનો છે.