ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અધ્યાપક થવા માટે જીસેટ પરીક્ષા ફરજિયાત કરી છે. આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર તથા ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અધ્યાપક થવા માટે જીસેટ પરીક્ષા ફરજિયાત કરી છે. અધ્યાપક તરીકે કારકિર્દી ઘડવા માંગતા ઉમેદવારો માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિનામૂલ્ય તાલીમમાં જોડાવા માટેની ઉત્તમ તક આવી છે.
નેટ/જીસેટ કોચીંગ સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુ.જી.સી.ની 12મી યોજનાની માર્ગદર્શિકા મુજબ જઈ/જઝ/ઘઇઈ (નોન-ક્રિમિલેયર) પી.એચ. માઇનોરીટી તથા ઓપન કેટેગરીના આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્ય જીસેટ જનરલ પેપર નં. 1ના ઓફલાઈન તાલીમવર્ગ માટેની ત્રીજી બેચ તા. 18/10 થી સમય સવારે 9 થી 11 ના સમયમાં શરૂ થશે. જીસેટ કોચીંગ સેન્ટરના વર્ગોમાં પી.જી.ના ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓ તેમજ અનુસ્નાતક/એમ.ફિલ. તથા પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ જોડાઈ શકશે.
ઉપરોક્ત તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા આર્ટ્સ, કોમર્સ વગેરે વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ પ્રવેશ માટે નેટ/જીસેટ કોચીંગ સેન્ટર, સી.સી.ડી.સી., ગ્રાઉન્ડ ફલોર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તા. 16/10 સુધીમાં તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ સાથે એક પાસપોર્ટ સાઈઝનો ફોટો, જીસેટનું ઓનલાઈન ભરેલ ફોર્મની ઝેરોક્ષ, છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ, જાતિનો દાખલો તથા ક્રિમીલેયર સર્ટીફિકેટ સાથે લાવવાનું રહેશે. મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.