૧૫૦ લોકો થી વધુ લોકોએ કેમ્પ નો લાભ લીધો
હળવદ શહેરમાં ટીકર રોડ પર આવેલ સ્વસ્તિક સાર્વજનિક વ્યાયામ શાળા ખાતે શ્રી સ્વસ્તિક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વ ચંદ્રકાંત દવે ફિઝીયોથેરાપી સેન્ટર દ્વારા નિશુલ્ક ઓર્થોપેડિક અને ફિઝીયોથેરાપી ના કેમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫૦થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.
શહેરના સ્વસ્તિક સાર્વજનિક વ્યાયામ શાળા ખાતે નિશુલ્ક ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપી ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ડો. નિરવ શુક્લા, ડો. કિરણ જે. સોનગ્રા, ડો ફાલ્ગુની બી. પટેલ એ ફેક્ચર મેનેજમેન્ટ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જૂનો કમરનો દુખાવો ,ઘૂંટણ અને સાંધાના દુ:ખાવા ,મણકા ની નસની તકલીફ, મણકા ની ગાદી ની તકલીફ, સાઈટીકા, હાથ પગ માં ખાલી ચડવી ,ઝણઝણાટી થવી,ગરદન નો દુ:ખાવો,સંઘીવા,હાથ પગ ભારે થવા સહિતની સેવાઓ દર્દીઓને આપવામાં આવી હતી આ કેમ્પમાં ૧૫૦ થી વધુ લોકોને નિશુલ્ક સારવાર આપવામાં આવી હતી.
આ તકે કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી બીપીનભાઇ દવે, વિજયભાઈ જાની, વિક્રમભાઈ આચાર્ય ,નવીનભાઈ શુક્લા, નાયબ મામલતદાર ચીંતનભાઈ આચાર્ય સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક ભાઈ ઉપાધ્યાય, જયમલભાઈ ગોહિલ, ડો.ફાલ્ગુની બી.પટેલ, ડો.જે.ડી.સોનગ્રા સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.