સીસીટીવી ઈન્સ્ટોલેશન અને ઈલેકટ્રીશીયન સોલ્યુશન કોર્ષ પર વિદ્યાર્થીઓને તાલીમ અપાશે
બન્ને કોર્ષમાં ૧૮૦ કલાક થીયરી અને ૧૮૦ કલાક પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવશે
પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા સરકારી પોલિટેકનિક કોલેજ રાજકોટ ખાતે રોજગારલક્ષી ટેકનીકલ કોર્ષનું વિનામૂલ્યે ૧૫મી સપ્ટેમ્બરથી તાલીમ આપવાનું શરૂ કરાશે. કોર્ષમાં પ્રવેશ મેળવવા તેમજ રજીસ્ટ્રેશન માટે પોલીટેકનીક કોલેજનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. આ કોર્ષ અંતર્ગત પ્રથમ કોર્ષ સીસીટીવી ઈન્સ્ટોલેશન ટેકનીશીયન જે ધો.૧૦ પાસ ધરાવતા ઉમેદવારો તેમજ ઈલેકટ્રીશીયન ડોમેસ્ટીક સોલ્યુશન જે ધો.૮ પાસ ધરાવતા ઉમેદવારો પ્રવેશ મેળવી શકશે.
સરકારી પોલીટેકનીકનાં પ્રિન્સીપાલ પરેશભાઈ કોટકે ‘અબતક’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર સ્કીમ આપેલી છે જેને કહેવાય છે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ દરેક ટેકનીકલ સંસ્થા કે જે પછી ડિગ્રી હોય કે ડિપ્લોમાંને અમુક ટુંકાગાળાના કોર્ષ માટે કૌશલ્યલક્ષી કાર્યક્રમ માટે ભારત સરકારે યોજના બનાવી છે. જેમાં વિદ્યાર્થીઓ એપ્લાય કરતા હોય છે. આ યોજનામાં વિદ્યાર્થીઓને બે કોર્ષ આપવામાં આવ્યા છે જેમાં પ્રથમ છે સીસીટીવી ઈન્સ્ટોલેશન અને ટેકનીશીયન જે કુલ ૩૬૦ કલાકનો પ્રોગ્રામ છે અને ૨૫ વિદ્યાર્થીઓની ઈન્ટેક છે અને બીજો જે કોર્ષ છે તે ઈલેકટ્રોનીક સોલ્યુશન જેનો ૧૫ સપ્ટેમ્બરથી કોર્ષ શરૂ થશે. આ કોર્ષમાં ૩૬૦ કલાક છે જેમાં ૧૮૦ કલાક થીયરી અને ૧૮૦ કલાક પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવશે.
આ કોર્ષનું મુખ્ય કારણ એ છે કે આ કોર્ષથી સ્કિલ ડેવલપ થાય. હાલ ભારત સરકાર દ્વારા મેક ઈન ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા અંતર્ગત વિદ્યાર્થીઓ પ્રેકટીકલી કામ શીખી શકે તે મુખ્ય હેતુ છે અને તેઓ સ્વનિર્ભર બને. નવકાર નામની કંપની સાથે એમઓયુ સાઈન કરવામાં આવ્યું છે કારણકે નવકાર એન્ટરપ્રાઈઝ છેલ્લા ૨૫ વર્ષથી સીસીટીવી ઈન્સ્ટોલેશનમાં બહોળો અનુભવ ધરાવે છે. જે વિદ્યાર્થીઓને પ્રેકટીકલ એકસ્પોઝર આપશે. અત્યાર સુધીમાં ૩ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને આશા છે કે તા.૧૫ સપ્ટેમ્બર પહેલા બેચ ભરાઈ જશે. વિદ્યાર્થીઓના માતા-પિતામાં એક ગેર સમજણ એ છે કે ડિપ્લોમાંનો કોર્ષ ન કરવો જોઈએ અને સરકારી હોવાથી લોકોને ભરોસો નથી રહ્યો પરંતુ સાચું શિક્ષણ જે છે તે સરકારી પ્રાધ્યાપકો દ્વારા જ સારી રીતે આપી શકાય. જે અન્વયે સરકારી પોલીટેકનીક દ્વારા ઘણી વખત પ્લેસમેન્ટ કરવામાં આવતી હોય છે. જેમાં રિલાયન્સ એસ્સાર અને અદાણી જેવી કંપનીઓ ભાગ લે છે અને વિદ્યાર્થીઓનાં ઈન્ટરવ્યુ કરી તેમને નોકરી પણ આપે છે જે એક સારી વાત કહી શકાય. સરકારી પોલીટેકનીકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્ટાઈપન્ડ પણ આપવામાં આવે છે જે વાત એમ છે કે વિદ્યાર્થીઓએ ખરાઅર્થમાં રૂચી કેળવવી પડે.
કોર્ષનું નામ |
શૈક્ષણિક લાયક |
તાલીમના કલાકો
|
સીસીટીવી ઈન્સ્ટોલેશન ટેકનીશીયન | ધો.૧૦ પાસ | ૩૬૦
|
ઈલેકટ્રીશીયન ડોમેસ્ટીક સોલ્યુશન | ધો.૮ પાસ
|
૩૫૦
|