હાલ લોકોની રોજીંદી લાઇફ સ્ટાઇલની વાત કરીએ તો લોકોનું જીવન બેઠાડુ થતું જાય છે અને યોગ્ય આહાર તેમજ એકસરસાઇઝના અભાવે મેદસ્વીતા વધતી જાય છે. જેના લીધે શ્વસનતંત્રની બીમારી, બ્લડ પ્રેસશ, હ્રદયના રોગો કેન્સર ડાયાબીટીસ, મેટાબોલિક ડિસઓર્ડર, વંઘ્યત્વ, સાંધાની તકલીફોનો સામનો કરવો પડે છે તેને લઇને ડો. કાર્તિક સુતરીયાએ અબતકની ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે બેરિયાટ્રીક સર્જરી તેમજ તેના ઇલાજને લઇને રાજકોટના હોટલ સરોવર પોર્ટીકો, શાસ્ત્રી મેદાન સામે મેદસ્વીતાની સારવાર પર ફ્રી સેમીનારનું ર૭ જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

જેના વિવિધ શેસન અંતર્ગત ખોરાક વિશે સંપૂર્ણ માહીતી વજન ઘટાડવા માટે એકસાઇઝનો રોલ, બેરિયાટ્રીક સર્જરી વિશે માહીતી તેમજ ઓપરેશન કરાવી ચૂકેલ દર્દીઓના અભિપ્રાયો જાણવા મળનાર છે. આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું હતું કે સીઆઇજીઆઇએસ બેરિયાટીક સર્જરી સેન્ટરએ સૌરાષ્ટ્રનું એક માત્ર સેન્ટર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.