રજીસ્ટ્રેશન શરૂ: બહોળી સંખ્યામાં લોકોને લાભ લેવા અનુરોધ; આયોજકો ‘અબતક’ના આંગણે
વિદ્યાર્થી, યુવાનો, બહેનો, સમાજ સેવકો માટે યુવા ભીમ સેના દ્વારા નિ:શુલ્ક કાયદા કલાસીસ તા.૩-૨-૨૦૧૯ને રવિવારથી દર રવિવારે ડો.આંબેડકર ભવન રાજકોટમાં શરૂ થઈ રહ્યાં છે તો રાજકોટના દરેક સમાજના લોકો વધુમાં વધુ લાભ લેવા એવા શુભ આશયથી આ કાયદા કલાસીસનું સુંદર આયોજન કરેલ છે અને દરેક સમાજના લોકોમાં વધુને વધુ કાયદા પ્રત્યેની જાગૃતિ આવે એવા ઉદેશ્ય સાથે યુવા ભીમ સેના દ્વારા કાયદા કલાસીસની શરૂઆત કરેલ છે. ગર્વમેન્ટ જોબ, જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને કાયદાના તજજ્ઞો પાસેથી કાયદાઓ વિશેની જાણકારી પ્રાપ્ત કરવાની સોનેરી તક ઉપલબ્ધ થશે.
કાયદા કલાસીસને સફળ બનાવવા આયોજકો ડી.ડી.સોલંકી, રમેશભાઈ મુછડીયા, ગૌતમીબેન બૌદ્ધ, સંતોષભાઈ મહાલીયા, યોગેશભાઈ વઘેરા, અરવિંદભાઈ મુછડીયા, હેમંતભાઈ સોઢા, પ્રવિણભાઈ રાઠોડ, સંજયભાઈ સોલંકી, અરવિંદ પરમાર, ભીખુભાઈ દાફડા, રણમલ શેખવા વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે. કલાસીસમાં જોડાવા રજીસ્ટ્રેશન માટે મો.૯૯૧૩૮ ૨૭૦૧૨, ૯૭૨૪૧ ૨૦૧૧૯, ૯૩૨૮૭ ૧૪૧૪૫ પર સંપર્ક સાધવો. કલાસીસનો બહોળી સંખ્યામાં લોકો લાભ લ્યે તે માટે આયોજકો ‘અબતક’ના આંગણે પધાર્યા હતા.