સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં વિચરતી અને વિમુકત જાતિના લાભાર્થીઓ સ્થિર વસવાટ કરી શકે તે
હેતુથી જીલ્લા પ્રભારી સચિવ અનુરાધા મલ્લ અને જીલ્લા કલેકટર કે. રાજેનના હસ્તે ૨૦૮ લાભાર્થીઓને રહેેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યા હતા.
પ્લોટની સનદ હર્ષભેર સ્વીકારતા આ લાભાર્થીઓએ રાજય સરકારનો આભાર માન્યો હતો. અને જોગવાઇ મુજબ તેઓ રહેણાંક તૈયાર કરીને સ્થિર જીવન જીવશે. આથી તેમના બાળકોને સારુ શિક્ષણ અને કુટુંબીજનોને સારી આરોગ્ય સેવાઓ મળી શકશે. તેમ જણાવ્યુૅ હતું.
જીલ્લા કલેકટર કે. રાજેશ લાભાર્થીઓને જે હેતુ માટે પ્લોટ ફાળવવામાં આવ્યો છે તે જ હેતુ માટે તેનો ઉપયોગ કરશે તેવી આશા વ્યકત કરીને શુભેચ્છા પાઠવી હતી અને હજી પણ જરુરીયાત મંદોને પ્લોટ ફાળવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ જમીનનો ઉપયોગ લાભાર્થીઓ મકાન બનાવવા જ કરી શકશે આ સિવાય અન્ય કોઇ હેતુ માટે ઉપયોગ કરી શકશે
નહી ફાળવેલ જમીનની સરકારી ખર્ચે માપણી કરવાની રહેશે. તથા આ જમીન સરકારની અથવા કલેકટરની મંજુરી વગર વેચાણ, ગીરો કે તબદીલ થઇ શકશે નહીં. પ્લોટ ફાળવણીના હુકમથી મકાનનું બાંધકામ બે વર્ષમાં પુરુ કરવાનું રહેશે.આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી મનીષ બંસલ જીલ્લા પોલીસ વડા દિપકકુમાર મેધાણી, નિવાસી અધિક કલેકટર ચંન્દ્રકાંત પંડયા તેમજ પ્લોટ મેળવનાર લાભાર્થીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com