દામનગર શહેર ના વાંકડિયા પરિવાર નું ઉત્તમ પરમાર્થ પંદર વર્ષ પૂર્વે માત્ર પાંચ નોટબુક વિદ્યાર્થી ઓ માં વિતરણ કરી શરૂઆત કરી હતી. પંદર વર્ષે પહેલા માત્ર પાંચ નોટબુક થી શરૂઆત થયેલ પ્રવૃત્તિ આજે વટવૃક્ષ સમી બનાવતા વાંકડિયા પરિવાર ની વંદનીય સેવા પંદર હજાર નોટબુક સુધી પહોંચાડી નાની પણ અનુકરણીય વ્યવસ્થા પ્રેરણાત્મક છે
વાંકડિયા પરિવાર હાલ સુરત દર વર્ષે ચેત્ર માસ માં કુળદેવી માતાજી ધામેલ ખાતે આવી દામનગર શહેર માં જરૂરિયાત મંદ વિદ્યાર્થી ઓ માં ખૂબ મોટા પ્રમાણ માં મફત નોટબુક વિતરણ રહ્યા છે પરમાર્થ ભલે નાનું હોય પણ નાવીન્ય છે સારા કાર્ય ની શરૂઆત કરનાર વાંકડિયા પરિવાર સામાન્ય લેબર કાર્ય કરી સુરત માં સ્થાયી થયા નામ દામ કમાયા વ્યક્તિ ગમે એટલો વિકસે વિસ્તરે પણ વતન ને ક્યારેય વિસરી ન શકે માદરે વતન માં આવી સુંદર પ્રવૃત્તિ કરતા વાંકડિયા પરિવાર ની નાની પણ વંદનીય પ્રવૃત્તિ છે આજે સવારે દામનગર બહાર પરા માં ધીરુભાઈ પુનાભાઈ નારોલા ના નિવાસ સ્થાને થી મફત નોટબુક વિતરણ કરાય હતી સમસ્ત વાંકડિયા પરિવાર દામનગર દ્વારા સવાર ના આઠ કલાકે નોટબુક વિતરણ બપોર સુધી અવરીત ચાલ્યું મિત્રો પરિચિતો સ્વંયમ સેવકો સાથે સ્વંયમ વાંકડિયા પરિવાર પણ નોટબુક વિતરણ વ્યવસ્થા માં જોડાયો હતો જરૂરિયાત મંદ વિદ્યાર્થી ઓ માટે આશીર્વાદ રૂપ સેવા સમસ્ત સમાજ માટે પથદર્શક છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com