જીવરાજ ચેરીટેબલ ટ્રસ્ટ અને આપાગીગાના ઓટલા દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ સમારોહનું આયોજન કરાયું હતુ. આ સમારોહમાં આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકી, વિજયબાપુ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના અપુવમુની સ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા.આ સમારોહનું આયોજન ગાયત્રીનગર મેઈન રોડ ખાતે સવારે ૯ વાગ્યે કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉમટયા હતા.આ નોટબુક વિતરણ સમારોહ વિશે જણાવતાં અપૂર્વમૂનિ સ્વામીએ કહ્યું હતુ કે આ યુગમાં ભણતર સૌથી વધારે અગત્યનું છે. ભણતર વિનાની જીંદગીને તેમણે નકામી ગણાવી હતી. તે ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતુ કે આજના આ યુગમાં પાન, માવા, ફાકી જેવા વ્યસનોથી દૂર રહેવું, અતિની ગતિ ન હોય તો મોબાઈલ નો જ‚ર પૂરતો જ ઉપયોગ કરવો તેમણે એક ઉદાહરણ વડે જણાવ્યું હતુ કે લોકોની માનસીકતા એવી હોય છે કે જે કયાંય ન ચાલે તે સાધુ બની જાય પરંતુ પ્રમુખ સવામીના અમે ૧૧૦૦ શિષ્યોમાંથી ૨૫૦થી પણ વધારે એન્જીનીયર્સ છીએ, કોઈ ડોકટર છે, તો કોઈ એડવોકેટ છે.નોટબુક વિતરણ સમારોહ વિશે જણાવતા વિજય બાપુએ જણાવ્યું હતુ કે દર વર્ષે વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે નોટબુક વિતરણ સમારોહનું આયોજન જીવરાજ ચેરીટેબલ ટ્રસ્ટ અને આપાગીગા ઓટલાના સંયુકત ઉપક્રમે કરાય છે. જેમાં આ વર્ષે વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે તે માટે ૧૫ કાઉન્ટરો રાખવામાં આવ્યા છે. તથા સમગ્ર દિવસ આ નોટબુક વિતરણ શ‚ રહેશે.આ ઉપરાંત તેમણે જણાવ્યું હતુ કે આ વર્ષે અંદાજે ૨૦ હજાર વિદ્યાર્થીઓ આ નોટબુક વિતરણનો લાભ લેશે તેમજ આ નોટબુક કયાંક ને કયાંક તેમની કારકીર્દીમાં ભાગ ભજવશે.
જીવરાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને આપાગીગાના ઓટલા દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ
Previous Articleઅનોખુ ગુજરાતી રોમેન્ટીક મૂવી ‘લવની ભવાઈ’ થશે ૧૭મીએ રિલીઝ
Next Article આમીરે દિવાળી સાચવી સલમાન ક્રિસમસ સાચવશે