યોગ જાગૃતિ મિશન દ્વારા રવિવારે બપોરે ૩ થી સાંજે પ વાગ્યા દરમ્યાન નિ:શુલ્ક નેચરોપેથી કેમ્પ યોજાશે. જેમાં કુદરતી ઉપચાર દ્વારા દવા રહિત નિદાન પઘ્ધતિથી સારવાર આપવામાં આવશે. નેચરોપેથીના નિષ્ણાંત દિક્ષેશ પાઠક અને માધવીબેન ખાસ ઉ૫સ્થિત રહી માર્ગદર્શન દેવામાં આવશે. તેમની સાથે નેચરોપેથીના નિષ્ણાંત પહ્માબેન રાચ્છ, નીતાબેન મહેતા, રેખાબેન કુંડલીયા વગેરે નેચરોપથી ના ડોકટરો પણ સેવા આપશે.
ધારેશ્ર્વર મંદીર, ભકિતનગર ર્સકલ પાસે રાજકોટ ખાતે યોજાનારા આ કેમ્પમાં પેટને લગતા રોગ, ખીલ, કાળા ડાઘ, સ્ત્રી રોગ, સાંઘાના દુ:ખાવા, એસીડીટી, કબજીયાત, મોટાપો, બી.પી. ડાયાબીટીસ, વાળની સમસ્યા જેવા રોગોમાં દવા વગર સ્વસ્થ થવા માટે સારવાર આપવામાં આવશે. રસ ધરાવતા તમામને નિ:શુલ્ક કેમ્પનો આપ સર્વેને લાભ લેવા અપીલ કરાઇ છે. કેમ્પ માટે નીતીનભાઇ કેશરીયા, કમલભાઇ વડનગરા, પ્રવીણભાઇ લાલકીયા, દિનેશભાઇ શીશાંગિયા, માલતીબેન પારેખ, દિવ્યાબેન માણેક, રીંકલબેન વડનગરા તથા જીજ્ઞાબેન પાટડીયા વગેરે જહેમત ઉઠાવી હતી.