માનવ કલ્યાણ મંડળ ગુજરાત દ્વારા મોરબીમાં ફ્રી મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સ્વાગત હોલ ખાતે રવાપર ચોકડી પાસે કરવામાં આવ્યું હતુ. મોરબી જિલ્લા કલેકટરઆર.જે. માકડીયા અને નિવાસી જિલ્લા અધિક કલેકટર કેતનભાઈ જોશી અને મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, રઘુભાઈ ગડારા, મુકેશભાઈ મેરજા, ગીતાબેન પટેલ, વિભાબેન પટેલ, પોપટભાઈ કગથરા, સંસ્થાઓ અને મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા હતા.
જેમાં અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના સુપર સ્પેશિયાલીસ્ટડોકટરની અલગ અલગ ટીમો સંસ્થાના ડોકટર્સ અને સીવીલ હોસ્પિટલની ટીમે સેવા આપી હતી જેમાં હૃદય રોગ, પેટ લીવર આંતરડાના કેન્સર, નાક, કાન, ગળાના નિષ્ણાંત, હાડકાના રોગ તથા જોઈન્ટ રિપ્લેસમેન્ય મગજ, કરોડરજજૂ અને મણકા, કિડની સંબંધીત રોગ, મોઢાના કેન્સર,જનરલ ફીઝીશીયન, કાડિયોગ્રામ, ઈસીજી, ડાયાબીટીસ ચેકઅપ જેવા વિભાગોમાં મોરબીની ૯૦૦થી વધુ જનતાએ આ ફ્રી મેગા હેલ્થ કેમ્પનો લાભ લીધો છે જેમાં દરેકને દવા લેબોરેટરી, ઈસીજી, પણ મફત કરી આપવામાં આવી હતી.
આગામી દિવસોમાં માનવ કલ્યાણ મંડળ દ્વારા મોરબીમાં સેવાઓ ચાલુ કરવામાં આવશે જેમાં બીજા સેવા કેમ્પો સમાધાન પંચ, મેરેજ બ્યુરો, પ્લેશમેન્ટ સર્વીસ, ફ્રી સ્કીલ ટ્રેનીંગ સેન્ટરનું આયોજન કરશે. આ ટ્રસ્ટમાં જોડાઈ અને માનવ સેવા આપવા માંગતા ભાઈઓ બહેનો મોરબી માનવ કલ્યાણ મંડળ સંસ્થાના પ્રમુખ ચંદ્રેશ ઓધવીયા મો.નં. ૯૭૨૪૦૦૮૬૬૬ પર સંપર્ક કરવા સંસ્થાના ચેરમેન મુકેશભાઈ મેરજાએ જણાવ્યું હતુ.