યુઝર્સના ડેટાનું વર્ગીકરણ કરી જાહેરાતોના માઘ્યમથી કરોડોની કમાણી કરતા સોશિયલ નેટવર્કો: ફેસબુક સૌથી અવલ્લ નંબરે:
ફેસબુક ૯૮ ટકા આવક ઓનલાઇન જાહેરાતોમાંથી મેળવે છે: ગ્લોબલ ઓનલાઇન એડવર્ટાઇઝીંગ માર્કેટમાં ફેસબુકનો હિસ્સો ૨૦ ટકા એ પહોચ્યો
મહત અમુલ્ય હોય છે તેમ ફેસબુક સાબિત કરી બતાવ્યું હતું કે અહીં અમુલ્ય એટલે કિંમતી નહિ પણ અમુલ્ય એટલે કે જેનું મુલ્ય નથી હોતું. સોશ્યલ મીડીયા પ્લેટફોર્મમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પ્લેટફોર્મ એટલે ફેસબુક આજના આધુનિક યુગમાં દરેકના સ્માર્ટફોનમાં ફેસબુક એપ્લીકેશન હોય જ છે. જે આપણે બધા સરળતાથી ઇન્સ્ટોલ કરી શકીએ છીએ અને એક રૂપિયો પણ ચુકવ્યા વગર વાપરી શકીએ છીએ. આપણને બધાને લાગે છે કે ફેસબુક મફત સેવા આપે છે. અને હા આપે જ છે તેમાં કોઇ નવાઇ પણ નથી પરંતુ આપણા થકી ફેસબુક કરોડોની કમાણી કરે છે. જેનાથી ધાનાખરા યુઝર્સો અજાણ છે. ફેસબુક ડેટાનું વર્ગીકરણ કરી તેના આધારે ઓનલાઇન જાહેરાતો મેળવી બહોળા પ્રમાણમાં આવક મેળવે છે.
આજના સમયે ઓનલાઇન બિઝનેસનો ક્રેઝ વઘ્યો છે. તેમાં કોઇએ હરણફાળ ભરી હોય તો તે ફેસબુક યુ ટયુબ અને ગુગલ જેવા સોશ્યલ મીડીયા પ્લેટફોર્મસ ફેસબુક પર દરરોજ લાખો કરોડો યુઝર્સો કંઇક ને કંઇક અપલોડ શેર લાઇક કમેન્ટ કરતાં હોય છે. અથવા કંઇક ઇવેન્ટ ઇમેજીસ વગેરે સર્ચ કરતા હોય છે. આના આધારે ફેસબુક તમામ યુઝસોનો વ્યવહાર (મુડ) સારી રીતે જાણી શકે છે. આ બધા ડેટા ઉપર ફેસબુક ઊંડી નજર રાખે છે અને તેનું વર્ગીકરણ કરે છે. આપતા ડેટા આધારે ફેસબુક પરની એડ એજન્સીઓ જાહેરાતો કરે છે. અને તેની જાહેરાતો પ્રત્યે યુઝર્સને આકર્ષે છે. આ તમામ ડેટા પુરા પાડવા માટે ફેસબુક એડ એજન્સીઓ પાસેથી નાણા વસુલે છે.
જણાવી દઇએ કે, ફેસબુક તેની કુલ આવકમાંથી ૯૮ ટકા આવક જાહેરાતમાંથી રળે છે. જે વર્ષ ૨૦૧૭માં ૪૦ બીલીયન ડોલર નોંધાઇ છોે. ફેસબુકની આવકમાં માત્ર વધારો થયો નથી પણ આ સાથે વિશ્ર્વના ઓનલાઇન એડવર્ટાઇઝીંગ માર્કેટમાં પણ તેનો હિસ્સો વધીને ર૦ ટકા એ પહોચ્યો છે. તાજેતરમાં વિટીશ પોલીટીકલ ક્ધસલ્ટન્સી સાથે જોડાયેલી કેમ્બ્રીજ એનાલીટીકા નામની કંપનીએ પ કરોડથી વધુ ફેસબુક યુઝર્સના ડેટા એકઠા કરી તેનો દુરપયોગ કર્યો હોવાના કૌભાંડનો પર્દાયાશ થયો હતો. અલબત આ આંકડો પ કરોડ નહિ પરંતુ ૮.૭ કરોડ હોવાનું મનાઇ રહ્યું છે. એ પરથી એવા પ્રશ્ર્નો પણ ઊભા થાય છે કે જાહેરાતોના માઘ્યમથી જે યુઝર્સ કરોડોની કમાણી કરાવી આપે છે તેના પ્રત્યે જ ફેસબુક આટલી બેદરકારી કેમ દાખવી શકે ? આ ડેટા લીકથી ઘણાં યુઝર્સ ને ફટકો પડયો છે. અને ફેસબુક પ્રત્યે નારાજગી પ્રવર્તી છે પણ ડેટા સુરક્ષાને વધુ કડક બનાવવા ફેસ બુકે પ્રયત્નો હાથ ધર્યા છે.
ફેસબુકે એમ પણ સાબિત કર્યુ છે કે જો તમે ચુકવતા નથી તો તમે માત્ર એક પ્રોડકટ છો કારણ કે ફેસબુક એક પ્રોડકટ તરીકે જ યુઝર્સ નો વપરાશ કરી રહ્યું છે. યુઝર્સી થકી મોટા પાયે કમાણી રળે છે પણ તેના ડેટાના સુરક્ષા માટે કોઇ કડક પઘ્ધતિ અજમાવી નથી. જણાવી દઇએ કે ફેસબુક નો સૌથી વધુ ઉપયોગ કરનાર ભારતીયો છે વિશ્ર્વમાં ફેસબુકના સૌથી વધુ યુઝર્સો ભારતમાં છે. વર્ષ ૨૦૧૮ જાન્યુઆરીમાં ભારતમાં રપ૦ મીલીયન યુઝર્સ નોંધાયા હતા જયારે ભારત બાદ બીજો ક્રમાંક અમેરિકાનો આવે છે.
અમેરિકામાં ફેસબુકના ર૩૦ મીલીયન યુઝર્સો જાન્યુઆરી માસમાં નોંધાયા હતા. જે દીન પ્રતિદિન આંકડો વધતો રહે છે.
યુઝસોના ડેટા દ્વારા જાહેરાતો મેળવે છે અને નફો રળે છે ફેસબુકના ગ્લોબલ ઓનલાઇન એડવર્ટાઇઝમેન્ટ રેશીયો ર૦ ટકાએ પહોચ્યો છે. વિશ્ર્વમાની ઓનલાઇન જાહેરાતો માંથી પાંચમો હિસ્સો ફેસબુક ધરાવે છે. ઓનલાઇન ટ્રેડીંગનો ક્રેઝ વઘ્યો છે. જેનો મોટો લાભ ફેસબુકને મળી રહ્યો છે. સોશ્યલ મીડીયા પ્લેટફોર્મમાં હાલ ૨૧૬૭ મીલીયન યુઝસોની સાથે ફેસબુક પ્રથમ ક્રમાંક પર છે જયારે યુ ટયુબ ૧૫૦૦ મીલીયન યુઝર્સની સાથે બીજા ક્રમાંકે છે.
ત્યારબાદ વોટસએપ ૧૩૦૦ મીલીયન, એફબી મેસેન્જર ૧૩૦૦ મીલીયન અને વીચેટ ૯૮૦ મીલીયન યુઝર્સની સાથે પાંચમા નંબર પર છે.