સિઘ્ધી બેબી ફોટોગ્રાફી અને ડોલ્સ એન્ડ ડયુડસ ઈન્ટરનેશનલ પ્રી-સ્કુલ દ્વારા આયોજન
૧૫મી ઓગસ્ટની કંઈક અલગ ઉજવણી કરવાના વિચારધારાથી રાજકોટના ક્રિસ્ટલ મોલ ખાતે સિદ્ધિ બેબી ફોટોગ્રાફી અને ડોલ્સ એન ડયુડસ ઈન્ટરનેશનલ પ્રિ-સ્કુલ દ્વારા તમામ સૈનિકો, પોલીસ વિભાગ તથા સૈન્યના જવાનોના પરીવારના બાળકો માટે ખાસ દેશભકિતનો સેટ ઉભો કરવામાં આવ્યો હતો તથા હાઈ-રિસોલ્યુશન કેમેરા દ્વારા નિ:શુલ્ક ફોટોગ્રાફ પાડી આપવામાં આવ્યા હતા. બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ, ગેમ્સ, અવનવા સરપ્રાઈઝ અને ગિફટસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ અંગે ફોટોગ્રાફર સિદ્ધિ જૈને જણાવ્યું હતું કે, આપણા દેશના સાચા હિરો આપણા જવાનો છે જે આપણી હંમેશા રક્ષા કરે છે માટે તેમના બાળકો માટે ફ્રી ફોટોગ્રાફીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ અત્યારે સ્ત્રી સશકિતકરણની આપણે વાતો કરીએ છીએ ત્યારે અત્યારની સ્ત્રીઓને તેમને સંદેશો આપતા કહ્યું હતું કે, ઘણી બધી એવી સ્ત્રીઓ છે જે લગ્ન પછી પોતાની કારકિર્દી તરફ વધુ ધ્યાન નથી આપી શકતી તો સ્ત્રીઓને એ જ કહેવાનું કે કારકિર્દીને પણ મહત્વ આપો.ડોલ્સ એન ડયુડસ ઈન્ટરનેશન પ્રિ સ્કુલના પ્રતિનિધિ સચીએ જણાવ્યું હતું કે, સ્કુલ અને સ્વાતંત્ર પર્વની અલગ ઉજવણી કરવાના હેતુથી અમે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. આપણા સાચા હિરો દેશના પોલીસ આર્મી, સૈનિક જવાનો છે ત્યારે તેમના બાળકોને પ્રીવીલેજ આપવા અમે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. અમારા સીઈઓ બ્રિજેશ પટેલે આ ઈવેન્ટ ઓર્ગેનાઈઝ કરી છે જેથી બાળકોને એક સારું પ્લેટફોર્મ મળી રહે અને બાળકોનું ટેલેન્ટ તેમના માતા-પિતા પણ જોવે.